Monday, October 7, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકવધુ એક કોંગ્રેસ સમર્થક, વધુ એક હાસ્યાસ્પદ દાવો: PM મોદીની ડિગ્રી પર...

    વધુ એક કોંગ્રેસ સમર્થક, વધુ એક હાસ્યાસ્પદ દાવો: PM મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવામાં ‘પપ્પુ’ સાબિત થતા કોંગ્રેસીઓ, હવે VC વિશે અજીબોગરીબ દાવા કર્યા

    કોંગ્રેસ સમર્થકે ટ્વિટર પર દાવો કર્યો કે જે વ્યક્તિએ પીએમ મોદીની ડિગ્રી પર હસ્તાક્ષર કર્યા હતા તેમનું નિધન ડિગ્રી ઇસ્યુ થવા પહેલાં જ થઇ ગયું હતું! 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ વિશે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ-સમર્થકો બેબાકળા થયા છે અને સતત આ મુદ્દે મોદી અને ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ લ્હાયમાં તેઓ પોતાની જ ફજેતી કરાવી રહ્યા છે. એક જ અઠવાડિયામાં આવો બીજો કિસ્સો સામે આવ્યો છે.  

    થોડા દિવસ પહેલાં અમુક કોંગ્રેસ સમર્થકોએ પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટના ફોન્ટને લઈને હાસ્યાસ્પદ સવાલો ઉઠાવ્યા હતા, હવે એક નેતાએ તેથી વધુ હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેમણે ટ્વિટર પર દાવો કર્યો કે જે વ્યક્તિએ પીએમ મોદીની ડિગ્રી પર હસ્તાક્ષર કર્યા હતા તેમનું નિધન ડિગ્રી ઇસ્યુ થવા પહેલાં જ થઇ ગયું હતું! 

    ટ્વિટર પર પોતાને કોંગ્રેસ સમર્થક અને સામાજિક કાર્યકર્તા ગણાવતા અનિલ પટેલ નામના એક વ્યક્તિએ પીએમ મોદીની ડિગ્રીઓ અને સાથે ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર કે. એસ શાસ્ત્રીની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું કે, ‘વડાપ્રધાનની ડિગ્રી પર હસ્તાક્ષર કરનારા વાઇસ ચાન્સલર કે. એસ શાસ્ત્રીનું નિધન 1981માં જ થઇ ગયું હતું. તો પછી ત્યારબાદ આ ડિગ્રી કઈ રીતે પ્રિન્ટ થઇ?’

    - Advertisement -

    ટ્વિટ સાથે તેમણે જે પ્રોફેસર કે. એસ શાસ્ત્રીની તસ્વીર જોડી હતી તેની નીચે લખવામાં આવ્યું છે- 22-08-1980 થી 13-07-1981. જેના આધારે તેમણે આ દાવો કર્યો કે કે. એસ શાસ્ત્રીનું નિધન 1981માં જ થઇ ગયું હતું, જેથી તેઓ 1983માં ઇસ્યુ કરવામાં આવેલી ડિગ્રી પર હસ્તાક્ષર કઈ રીતે કરી શકે?

    કોંગી સમર્થકે કૌંસમાં લખેલી તારીખ (13-07-1981)ને કે. એસ શાસ્ત્રીની મૃત્યુ તિથિ તરીકે ધારી લીધી. જો તેમ ધારી લેવામાં આવે તો પહેલી તારીખને જન્મ તારીખ તરીકે લેવી પડે. જે છે- 22-08-1980. આ બંને તારીખો વચ્ચે એક વર્ષ કરતાં પણ ઓછું અંતર છે! તો કોંગ્રેસ નેતાના દાવા અનુસાર વ્યક્તિ એક વર્ષ કરતાં પણ ઓછું જીવ્યા ગણાય!

    વાસ્તવમાં આ તારીખો ન તો કે. એસ શાસ્ત્રીની જન્મ તારીખ છે કે ન મૃત્યુ તારીખ. હકીકત એ છે કે તેઓ હયાત છે અને હાલ અમદાવાદની એક કોલેજની સલાહકાર સમિતિના અધ્યક્ષ છે. તસ્વીરમાં લખવામાં આવેલી આ તારીખો તેમના વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યકાળ સૂચવે છે. જોકે, તે ગુજરાત યુનિવર્સીટીનો નહીં પરંતુ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો કાર્યકાળ હતો. આ સમય દરમિયાન તેઓ VNSGUના વીસી હતા. 

    22 ઓક્ટોબર, 1980ના રોજ કે. એસ શાસ્ત્રીએ VNSGUના વાઇસ ચાન્સેલર તરીકે પદભાર સંભાળ્યો અને 13 જુલાઈ 1981 સુધી તે પદે રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 1981માં તેઓ ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર બન્યા અને છેક 1987 સુધી આ પદ પર રહ્યા હતા. 

    જેથી વર્ષ 1983માં નરેન્દ્ર મોદીની ડિગ્રી ઇસ્યુ કરવામાં આવી ત્યારે તેમના હસ્તાક્ષર હોય તેમાં કશું જ આશ્ચર્યજનક નથી કારણ કે ત્યારે તેઓ જ યુનિવર્સીટીના વીસી હતા. પછીથી 1997થી 2000 સુધી તેઓ યુનિવર્સીટીના પ્રો-વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા. 

    આ પહેલાં એક કોંગ્રેસ સમર્થકે પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા માટે દાવો કર્યો હતો કે સર્ટિફિકેટમાં જે ફોન્ટ વાપરવામાં આવ્યા છે તે 1992ના માઈક્રોસોફ્ટ ફોન્ટ છે અને ડિગ્રી 1983માં ઇસ્યુ કરવામાં આવી હતી. તેમાં સત્ય એ છે કે ફોન્ટ ભલે 1992 માં માઈક્રોસોફ્ટ દ્વારા કોપીરાઈટ કરવામાં આવ્યા હોય પણ તેનો અર્થ એ નથી કે તે પહેલાં તે અસ્તિત્વમાં ન હતા. સેંકડો વર્ષ પહેલાં તે શોધાઈ ચૂક્યા હતા અને અનેક જગ્યાએ તેનો ઉપયોગ પણ થઇ ચૂક્યો હતો. જેથી પીએમ મોદીની ડિગ્રીમાં તે વપરાયા હોવામાં કશું જ નવું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં