Saturday, June 22, 2024
More
    હોમપેજરાજકારણશું સંસદ ભવન પરિસરમાંથી મોહનદાસ ગાંધી, છત્રપતિ શિવાજી અને ડૉ. આંબેડકરની મૂર્તિઓ...

    શું સંસદ ભવન પરિસરમાંથી મોહનદાસ ગાંધી, છત્રપતિ શિવાજી અને ડૉ. આંબેડકરની મૂર્તિઓ ‘હટાવી લેવાઇ’? કોંગ્રેસ નેતાઓએ કરેલા ભ્રામક દાવાઓ પાછળની હકીકત જાણો

    અહીં હકીકત તદ્દન જુદી છે. જેની સ્પષ્ટતા સંસદ કાર્યાલય પણ કરી ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસને ક્યારેય વાસ્તવિકતા કે તથ્યો સાથે કશું જ લાગતું-વળગતું નથી અને તેઓ કોઈ પણ મુદ્દામાં રાજકીય લાભ શોધીને હોહા કરતા રહે છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીમાં પણ અનેક મુદ્દાઓ ઉપર જુઠ્ઠાણાં ફેલાવી ચૂકેલા કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પરિણામો બાદ પણ કામ ચાલુ જ રાખ્યું છે. હવે નવો અપપ્રચાર એવો ફેલાવાય રહ્યો છે કે સંસદ પરિસરમાંથી મોહનદાસ ગાંધી, છત્રપતિ શિવાજી, ડૉ. આંબેડકર વગેરે મહાનુભાવોની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. જ્યારે હકીકત તદ્દન જુદી છે. 

    કોંગ્રેસ નેતા પવન ખેડાએ શુક્રવારે (7 જૂન) એક પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો કે સંસદ પરિસરમાંથી મહાત્મા ગાંધી, છત્રપતિ શિવાજી અને બાબાસાહેબ આંબેડકરની મૂર્તિઓ હટાવી દેવામાં આવી. ખેડાએ આગળ કહ્યું કે, લોકોએ 4 જૂને જવાબ આપ્યો એટલે ખીજ કાઢવા માટે મોદી આવું કરી રહ્યા છે. જોકે, હકીકત એ છે કે 4 જૂનનાં પરિણામોમાં તો જનતાએ NDAને જ બહુમતી આપી અને સરકાર પણ મોદીની જ બની રહી છે. 

    કોંગ્રેસે પછી એક ટ્વિટ કર્યું અને લખ્યું કે, ‘જ્યારે નરેન્દ્ર મોદી કહ્યું કે, ગાંધી ફિલ્મ આવવા પહેલાં તેમને કોઈ જાણતું ન હતું, પણ જનતાએ જવાબ આપ્યો તો ગાંધીજીની પ્રતિમા હટાવી દીધી. અમે આ ચૂંટણીમાં બંધારણ બચાવવા માટે અભિયાન શરૂ કર્યું તો ખીજ કાઢવા માટે ડૉ. આંબેડકરની મૂર્તિ પાછળ ધકેલી દીધી. પછી મહારાષ્ટ્રની જનતાએ ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપ્યો તો બદલો લેવા માટે શિવાજી મહારાજની મૂર્તિ હટાવી દીધી.”

    - Advertisement -

    મૂર્તિઓ હટાવાઈ નથી રહી, ખસેડવામાં આવી રહી છે

    અહીં હકીકત તદ્દન જુદી છે. જેની સ્પષ્ટતા સંસદ કાર્યાલય પણ કરી ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસને ક્યારેય વાસ્તવિકતા કે તથ્યો સાથે કશું જ લાગતું-વળગતું નથી અને તેઓ કોઈ પણ મુદ્દામાં રાજકીય લાભ શોધીને હોહા કરતા રહે છે. આવું અહીં પણ કર્યું છે. 

    લોકસભા સચિવાલયે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે, “સંસદ પરિસરના જુદા-જુદા ભાગોમાં જે મોટા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની મૂર્તિઓ લગાવવામાં આવી હતી તેને સન્માનપૂર્વક ખસેડીને નવા સંસદ ભવનના પ્રેરણાસ્થળ પર લગાવવામાં આવી રહી છે. આ ફેરફારના કારણે મુલાકાતીઓ વધુ સારી રીતે તેને નિહાળી શકશે.”

    સચિવાલયે સ્પષ્ટતા કરીને કહ્યું કે, નવા સંસદ ભવનના નિર્માણ બાદ પરિસરની સુંદરતા વધારવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જ આ થઈ રહ્યું છે. જેથી સંસદની ગરિમા જળવાય રહે અને તેને વધુ ભવ્ય અને આકર્ષક બનાવી શકાય. 

    ટૂંકમાં અહીં મૂર્તિઓને હટાવવામાં નથી આવી રહી પરંતુ નવા સંસદ ભવનના પરિસરમાં નવેસરથી સ્થાપિત કરવામાં આવી રહી છે. તેમાં તેને કોઇ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે. નોંધવું જોઈએ કે જૂનું અને નવું સંસદ ભવન બંને બાજુ-બાજુમાં જ છે અને એક જ પરિસરમાં સ્થિત છે. પરંતુ નવા ભવનના નિર્માણ બાદ સમગ્ર પરિસરને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં