દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હમણાં ઘણાં કારણોસર ચર્ચામાં રહે છે. રવિવારે (5 નવેમ્બર) એક X પોસ્ટ કરીને તેમણે દાવો કર્યો કે તેમની ‘મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના’ હવે અન્ય રાજ્યોની ભાજપ સરકાર પણ અમલમાં મૂકવા માંડી છે. જોકે, આ દાવો વધુ સમય ટકી શક્યો નહીં અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેનું ‘ફેક્ટચેક’ કરી નાખ્યું હતું.
વાસ્તવમાં શનિવારે (4 નવેમ્બર) હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમની સરકાર 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ‘મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના’ લાવી છે, જે હેઠળ તેમને અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, મથુરા, અમૃતસર, પટના સાહિબ વગેરે તીર્થસ્થળો માટે રાજ્ય સરકાર નિઃશુલ્ક રેલ્વે યાત્રા કરાવશે.
“मुख्यमंत्री तीर्थ यात्रा योजना” पूरे देश में अभी तक केवल दिल्ली में चल रही थी। पहली बार दिल्ली में आम आदमी पार्टी की सरकार ने चलाई। इस योजना के तहत हम दिल्ली के 75,000 से ज़्यादा बुजुर्गों को तीर्थ यात्रा करवा चुके हैं। हमें ख़ुशी है कि बीजेपी हमारी सरकार से सीखकर काम करने की… https://t.co/JdgNqsx8h0
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 5, 2023
હરિયાણા સીએમની આ પોસ્ટને ક્વોટ કરીને બીજા દિવસે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, “મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના આખા દેશમાં હમણાં સુધી માત્ર દિલ્હીમાં જ ચાલતી હતી. પહેલી વખત દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે ચલાવી. આ યોજના હેઠળ અમે દિલ્હીના 75,000 વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી ચૂક્યા છીએ. અમને આનંદ છે કે ભાજપ અમારી સરકાર પાસેથી શીખીને કામ કરી રહી છે.” તેમણે આગળ હરિયાણા સીએમ ખટ્ટરને સંબોધીને લખ્યું કે, આ યોજનાના અમલીકરણ માટે કોઇ તકલીફ પડે તો તેઓ તેમને પૂછી લે, હરિયાણાવાસીઓની મદદ કરવામાં તેમને આનંદ થશે.
‘આપ’નું અસ્તિત્વ પણ ન હતું ત્યારથી અમે યોજના ચલાવી રહ્યા છીએ: MP સીએમ
કેજરીવાલની આ પોસ્ટ બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણે પોલ ખોલી હતી. તેમણે X પર દિલ્હી CMની પોસ્ટ ક્વોટ કરીને લખ્યું કે, જે સમયે ‘આપ’નું અસ્તિત્વ પણ ન હતું ત્યારથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર વૃદ્ધોને તીર્થદર્શન કરાવી રહી છે. જેથી તેમનો પોતે આ યોજના લાવ્યા હોવાનો દાવો ખોટો છે.
अरविंद जी, झूठ के अपने शीश महल से बाहर निकलिए और आँखें खोलकर देखिए!
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 5, 2023
जब 'आप' का अस्तित्व भी नहीं था, तबसे मध्यप्रदेश में भारतीय जनता पार्टी की सरकार बुजुर्गों को तीर्थ दर्शन करवा रही है।
भाजपा की हमारी सरकार ने 2012 में 'मुख्यमंत्री तीर्थ दर्शन योजना' प्रारंभ की थी और अब तो हम… https://t.co/dNl1YRLPZR
મધ્ય પ્રદેશ સીએમએ લખ્યું, “અરવિંદજી, જુઠ્ઠાણાંના શીશમહેલમાંથી બહાર નીકળો અને આંખો ખોલીને જુઓ. જ્યારે ‘આપ’નું અસ્તિત્વ પણ ન હતું, ત્યારથી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વૃદ્ધોને તીર્થદર્શન કરાવી રહી છે. ભાજપની અમારી સરકારે 2012માં ‘મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના’નો પ્રારંભ કરાવ્યો હતો અને હવે તો અમે હવાઈ જહાજથી યાત્રાઓ કરાવી રહ્યા છીએ.
મધ્ય પ્રદેશ સીએમનો દાવો શત પ્રતિશત સાચો
આ અંગે ઑપઇન્ડિયાએ વધુ જાણવાના પ્રયાસ કર્યા ત્યારે તપાસમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીનો દાવો સાચો જણાયો હતો. મધ્ય પ્રદેશ સરકારની આધિકારિક વેબસાઈટ અનુસાર, આ યોજના જૂન, 2012માં શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ વરિષ્ઠ નાગરિકોને (60 વર્ષ ઉપરના) ચિહ્નિત તીર્થસ્થળોએ નિઃશુલ્ક યાત્રા કરાવવામાં આવે છે. તેમનો એ દાવો પણ સાચો છે, જેમાં કહ્યું હતું કે સરકાર હવે વરિષ્ઠ નાગરિકોને વિમાન મારફતે યાત્રા કરાવી રહી છે. 21 મે, 2023નો આજતકનો રિપોર્ટ તેની સાક્ષી આપે છે.
બીજી તરફ, કેજરીવાલ સરકારે હજુ 5 વર્ષ પહેલાં જ આ યોજના શરૂ કરાવી હતી. જેમાં સરકાર વૈષ્ણોદેવી, મથુરા, હરિદ્વાર, અમૃતસર અને અજમેરની યાત્રા કરાવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં તો હજુ આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો હતો અને સરકાર પણ બની ન હતી. તે સમયે એમપી સરકારે આ યોજના લૉન્ચ કરી હતી. જેથી કેજરીવાલનો દાવો, કે તેમણે મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના’ શરૂ કર્યા બાદ અન્ય રાજ્યો તેને અનુસરી રહ્યાં છે તે સદંતર ખોટો છે.