AAPના અધુરિયા નેતાનું ભ્રષ્ટાચાર મામલે સવાલ કરતાં અશોભનીય વર્તન સામે આવ્યું હતું, દારુ કૌભાંડમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ ભડક્યા છે. પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ઝી ન્યૂઝની એન્કર સાથે અભદ્ર અને તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું. પોતાના નામ સાથે ‘જી’ ન લગાવવા બદલ આપના પ્રવક્તા ભડક્યા હતા.
વાસ્તવમાં એન્કર અદિતિ ત્યાગી શુક્રવારે (19 ઓગસ્ટ 2022) સિસોદિયાની ધરપકડને લઈને ઝી ન્યૂઝ પર એક શો હોસ્ટ કરી રહયા હતા. આ શોમાં ભાજપ તરફથી શહઝાદ પૂનાવાલા અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જ્યારે એન્કર અદિતિએ ભારદ્વાજને ભ્રષ્ટાચાર મુદ્દે પ્રશ્ન પૂછ્તા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. લાઈવ શો દરમિયાન તેમણે મહિલા એન્કર સાથે અભદ્ર અને તોછડાઈ ભર્યું વર્તન કરવાનું શરૂ કર્યું હતું. ઉદ્ધતતાની હદ વટાવીને ભારદ્વાજે તેમને લાઇવ શોમાં જ પાઠ ભણાવવાની ધમકી પણ આપી હતી. આક્રોશમાં તેઓ એન્કરના પરિવારના સભ્યો સુધી પણ પહોંચ્યા હતા.
This Mini Sanjay Singh has given threats to a journalist @aditi_tyagi on a live TV channel.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) August 19, 2022
Just think how dangerous these people could be behind closed doors!pic.twitter.com/L6dY2jcR8y
ભારદ્વાજે અદિતિ ત્યાગી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં અદિતિએ લાઈવ ડિબેટ દરમિયાન તેને ‘સૌરભ ભારદ્વાજ’ કહીને સંબોધ્યા હતા. જેનાથી ભારદ્વાજ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ત્યાગીમાં વાત કરવાની સભ્યતા નથી અને તેમણે મારા નામ સાથે ‘જી’ બોલવું જોઈએ.
ભારદ્વાજે તેમ પણ કહ્યું હતું, “સાંભળ અદિતિ ત્યાગી, તારામાં વાત કરવાની તમીજ નથી. શું તું તારા પરિવારના સભ્યો સાથે પણ આ રીતે જ વાત કરે છે? શું તું તારા ભાઈ સાથે આવી રીતે વાત કરે છે? આ રીતે તું ચેનલના માલિક સુભાષ ચંદ્રા સાથે પણ વાત કરે છે?”
તેના પર એન્કરે કહ્યું કે મને શિષ્ટાચાર શીખવવાની જરૂર નથી. આ પછી AAP ધારાસભ્ય ભારદ્વાજે કહ્યું હતું કે, “જેમ સંજય સિંહે તમને શિષ્ટાચાર શીખવ્યો હતો, હું આજે તમને શીખવીને જઈશ.”
અદિતિ ત્યાગીએ કહ્યું કે જો પાર્ટી પાસે તેમના સવાલનો જવાબ નથી માટે તેમના નેતા ગેરવર્તણૂકના નામે પ્રશ્નોના જવાબ ટાળી રહ્યા છે. એટલું જ નહીં, અદિતિએ આ મામલે ટ્વિટ કરીને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરિયાદ પણ કરી છે.
અદિતિ ત્યાગીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “માનનીય મુખ્યમંત્રી @ArvindKejriwal જી, આજે @AamAadmiParty ના ‘જન પ્રતિનિધિ’ એ મને લાઈવ ટીવી પર ધમકાવી છે. તેમણે મને અને મારા ‘ખાનદાન’ વિષે ટીપ્પણી કરી છે. હું અને દેશની 65 કરોડ મહિલાઓ આ ઘટના પર તમારી પ્રતિક્રિયા અને કાર્યવાહી માટે રાહ જોઈ રહી છે. #સત્યમેવજયતે “
माननीय मुख्यमंत्री @ArvindKejriwal जी, आज @AamAadmiParty के ‘जन प्रतिनिधि’ ने लाइव टीवी पर मुझे धमकाया। उन्होंने मुझे और मेरे ‘खानदान’ को कहा, इस घटना पर आपके reaction और action की प्रतीक्षा मेरे साथ देश की 65 करोड़ महिलायें कर रही हैं। #SatyamevJayate pic.twitter.com/7A4b8AdfES
— aditi tyagi (@aditi_tyagi) August 19, 2022
સૌરભ ભારદ્વાજ અને અદિતિ ત્યાગી વચ્ચેની આ શાબ્દિક અથડામણ માટે AAPની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. યુઝર્સ મહિલા એન્કર સાથે ગેરવર્તન કરવા બદલ સૌરભ ભારદ્વાજની ટીકા કરી રહ્યા છે. તો બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ ભારદ્વાજના વર્તનની નિંદા કરી છે અને કહ્યું છે કે AAPના સત્તાવાર પ્રવક્તાએ મહિલા એન્કર સાથે ગેરવર્તન કરીને અભદ્રતાની તમામ સીમાઓ ઓળંગી નાખી છે.