Tuesday, September 10, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનર‘મહુઆ મોઈત્રાએ બેંકની કરોડોની નોકરી છોડી, સમાજસેવા માટે’: હવે સોશિયલ મીડિયા પર...

    ‘મહુઆ મોઈત્રાએ બેંકની કરોડોની નોકરી છોડી, સમાજસેવા માટે’: હવે સોશિયલ મીડિયા પર સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસ, JP મોર્ગનમાં વાઈસ પ્રેસિડેન્ટના પદનું સત્ય અહીં જાણો

    "VP એ જેપી મોર્ગનમાં એક એન્ટ્રી લેવલ જોબ છે અને તેમનો પગાર કરોડોમાં નહીં લાખમાં હોય છે. જે લંડન જેવાં શહેરોમાં બહુ વધારે ન કહેવાય અને એટલા પગારથી માણસ ઘર પણ ખરીદી શકે નહીં."

    - Advertisement -

    ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપો મામલે TMC નેતા મહુઆ મોઈત્રાને શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. લેફ્ટ ઈકોસિસ્ટમ મહુઆના ડિસ્કવોલિફિકેશન બાદથી જ સતત રડારોળ કરી રહી છે ત્યાં હવે બીજો એક મુદ્દો લઇ અવાયો. સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા કલાકથી મહુઆ સમર્થકોનું કામ એ જણાવવાનું છે કે તેઓ બેંકમાં વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર હતાં અને કરોડોની નોકરી છોડીને રાજકારણમાં આવ્યાં છે. 

    આવી ઘણી પોસ્ટ્સ જોવા મળશે. રોશન રાય નામના વ્યક્તિએ લખ્યું કે, મહુઆ મોઈત્રા JP મોર્ગનમાં બેંકર હતાં. તેઓ 100 લક્ઝરી બેગ, 100 જૂતાં અને 100 આઇફોન ખરીદી શકે તેમ છે. વાસ્તવમાં એક વ્યક્તિએ મહુઆનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો, જેની ઉપર રોશન રાયથી રહેવાયું નહીં તો આવી ટિપ્પણી કરી હતી.

    અપૂર્વ ભારદ્વાજ નામના એક પત્રકારે લાંબીલચાક પોસ્ટ કરીને આવી જ વાતો કરી છે. તેમણે કહ્યું કે, મહુઆએ કરોડો રૂપિયાની બેંકની નોકરી એક ઝાટકે સમાજસેવા માટે છોડી દીધી હતી. તેમણે મહુઆને વિશ્વનાં સૌથી સાહસી અને સમજદાર મહિલા પૈકીનાં એક ગણાવ્યાં અને કહ્યું કે, તેમણે દેખાડી દીધું છે કે જો જાગૃત મહિલા નક્કી કરી લે તો ફાસીવાદી સરકારને હરાવી શકે છે. 

    - Advertisement -

    હવે જાણીએ કે આમાં સાચું કેટલું છે અને ખોટું કેટલું છે. 

    અહીં મૂળ વાત એ છે કે મહુઆ ન્યૂયોર્કમાં જેપી મોર્ગન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકરની લાઈનમાં હતાં. ત્યાં તેઓ વાઈસ પ્રેસિડેન્ટના રોલમાં હતાં. ધ્યાન રહે કે તેઓ બેંકર ન હતાં. તેઓ જે જેપી મોર્ગનમાં વાઈસ પ્રેસિડેન્ટના પદ પર હતાં, તેવા બેન્કિંગ સેક્ટરમાં અનેક લોકોને આ પદ આપવામાં આવે છે. 

    ઇન્વેસ્ટોપેડિયાનું માનીએ તો, વાઇસ પ્રેસિડેન્ટ સૌથી જૂનિયર હોય છે. વધુમાં, બેંકમાં આ પદ પર એક જ વ્યક્તિ હોય તે જરૂરી નથી. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ગોલ્ડમેન સૈશ બેંકમાં 12 હજાર વાઇસ પ્રેસિડેન્ટ હતા. તે જ રીતે બેન્કિંગ સેન્ટરની અનેક કંપનીઓમાં વાઇસ પ્રેસિડેન્ટ ઢગલાબંધ સંખ્યામાં મળી રહે છે. ET પણ કહે છે કે VPનું પદ જોઈને આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. 

    જોકે, પછીથી સોશિયલ મીડિયા પર પણ ઘણાએ આ બાબતે ધ્યાન દોર્યું. પત્રકાર અપૂર્વની પોસ્ટ ક્વોટ કરીને એક વ્યક્તિએ લખ્યું કે, જ્યારે મહુઆએ JP મોર્ગન છોડ્યું હતું ત્યારે તેઓ VP જ હતાં, જે બેન્કોમાં એન્ટ્રી લેવલ મેનેજમેન્ટ રોલ હોય છે. તેમનો PQE બે આંકડાઓમાં પણ ન હતો. આ પ્રકારના કર્મચારીઓનો સરેરાશ પગાર લંડનના ઝોન 1, 2 અને 3માં તમને ઘર પણ ભાડે અપાવી શકે નહીં.

    ખુશી સિંઘે કહ્યું કે, VP એ જેપી મોર્ગનમાં એક એન્ટ્રી લેવલ જોબ છે અને તેમનો પગાર કરોડોમાં નહીં લાખમાં હોય છે. જે લંડન જેવાં શહેરોમાં બહુ વધારે ન કહેવાય અને એટલા પગારથી માણસ ઘર પણ ખરીદી શકે નહીં. એટલે આમાં સમાજ સેવા માટે કરોડોની નોકરી છોડી દીધાની કોઇ વાત નથી. 

    અન્ય એક યુઝરે રોશન રાયને ક્વોટ કરીને લખ્યું કે, આ વ્યક્તિને લાગે છે કે JP મોર્ગનમાં VP એ કોઇ મોટી પોસ્ટ હશે. પરંતુ વાસ્તવમાં તે ત્યાં એક એન્ટ્રી લેવલ જોબ છે જે કોઇ પણ સારી કોલેજમાંથી MBA ભણેલો માણસ કરી શકે છે. મોર્ગનમાં આવા હજારો VP છે. સાથે લખ્યું કે, તેની કમાણીમાંથી તેઓ જીવનમાં LVનાં 20 બેગ પણ નહીં ખરીદી શકે. 

    એક યુઝરે લખ્યું કે જેપી મોર્ગનમાં ફ્રન્ટ ડેસ્ક રિસેપ્શનિસ્ટને પણ વાઈસ પ્રેસિડેન્ટનું નામ આપી દેવામાં આવે છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ત્યાં આ પદ પર કામ કરનારા લોકોની ભરમાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં