Saturday, October 5, 2024
More
    હોમપેજદુનિયા2016ના કેસમાં દોષી ઠેરવાયા બાદ શું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે ડોનાલ્ડ ટ્રમ્પ?...

    2016ના કેસમાં દોષી ઠેરવાયા બાદ શું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે ડોનાલ્ડ ટ્રમ્પ? જાણો શું છે કેસ અને કેટલી સજા થઈ શકે

    આરોપ અનુસાર, ટ્રમ્પે આ ચૂકવણી કરવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ ઉભા કર્યા હતા અને પેમેન્ટ લીગલ ફીના માટે આપવામાં આવી રહ્યું છે તેવું દર્શાવ્યું હતું. જેથી ટ્રમ્પને કેમ્પેઈન ફાયનાન્સ લૉ હેઠળના 34 આરોપો હેઠળ ફ્રોડ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.

    - Advertisement -

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિરુદ્ધ ચાલતા એક કેસમાં દોષી ઠેરવાયા છે. જે મુદ્દો હાલ ચર્ચામાં છે. આ મામલો વર્ષ 2016નો છે, જે મામલે તેમની વિરુદ્ધ ટ્રાયલ ચાલી રહી હતી. સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે (30 મે) ન્યૂયોર્કની 12 સભ્યોની જ્યુરીએ કલાકોની ચર્ચા બાદ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો. આ સમગ્ર કેસ શું છે અને તેની અસર ત્યાંની ચૂંટણી પર શું પડશે તે ટૂંકમાં સમજીએ. 

    ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તેમણે એક અમેરિકી પોર્ન સ્ટારને મોં બંધ રાખવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. આ રકમ 1 લાખ 30 હજાર ડૉલર હોવાનું કહેવાય છે. જોકે, ટ્રમ્પ આ આરોપોને નકારતા આવ્યા છે. હવે અહીં મોં બંધ રાખવા માટે પૈસા આપવા તે ત્યાંના કાયદામાં કોઇ ગુનો નથી, પણ આરોપ એવો છે કે આ રકમની ચૂકવણી માટે બિઝનેસ રેકોર્ડ્સમાં ગોટાળો કરવામાં આવ્યો હતો. 

    આરોપ અનુસાર, ટ્રમ્પે આ ચૂકવણી કરવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ ઉભા કર્યા હતા અને પેમેન્ટ લીગલ ફીના માટે આપવામાં આવી રહ્યું છે તેવું દર્શાવ્યું હતું. જેથી ટ્રમ્પને કેમ્પેઈન ફાયનાન્સ લૉ હેઠળના 34 આરોપો હેઠળ ફ્રોડ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જેનો તેમણે અસ્વીકાર કર્યો છે અને આ ટ્રાયલને અયોગ્ય અને ગેરકાયદેસર ગણાવી છે. તેમણે કેસને પોલિટિકલી મોટિવેટેડ (રાજકીય દ્વેષથી પ્રેરિત) પણ ગણાવ્યો. 

    - Advertisement -

    ટ્રમ્પે શું કહ્યું? 

    ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રાયલ પર પ્રશ્નો ઉઠાવ્યા અને જજ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે આ ચુકાદો જ ખોટો છે અને સાચો ચુકાદો પ્રજા નવેમ્બર, 2024માં આપશે. તેમણે કહ્યું કે, તેઓ અંત સુધી લડવાનું ચાલુ રાખશે. જેથી સ્પષ્ટ છે કે આ ચુકાદાને તેઓ ઉપરની કોર્ટમાં પડકારશે. એવું પણ બને કે કોર્ટ સજા સસ્પેન્ડ કરીને આગળની સુનાવણી ચાલુ રાખે. તોપણ ટ્રમ્પને રાહત મળશે. પણ રાહત ન મળે તોપણ તેઓ ચૂંટણી તો લડી જ શકશે. 

    ટ્રમ્પને કેટલી સજા થઈ શકે? 

    આ કેસમાં ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા છે. હવે આગલી સુનાવણી 11 જુલાઈએ થશે. જેમાં સજા નક્કી કરવામાં આવશે. આવા આરોપોમાં મહત્તમ 4 વર્ષની જેલની સજા હોય છે. મહત્વનું એ પણ છે કે 11 જુલાઇના માત્ર 4 દિવસ બાદ રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન યોજનાર છે, જેમાં અધિકારીક રીતે ટ્રમ્પને 2024ની અમેરિકાની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. 

    આ ગુનામાં ચાર વર્ષ સુધીની સજા હોય છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત કોઇ ગુનામાં દોષી ઠેરવાયા છે અને ગુનો પણ નોન વાયોલેન્ટ ક્રાઇમ (હિંસક ન હોય તેવો) છે. ન્યૂયોર્કમાં સામાન્ય રીતે ગુનાહિત ઇતિહાસ ન હોય અને માત્ર બિઝનેસ રેકોર્ડ ખોટા ઉભા કરવા માટે દોષી ઠેરવાયા હોય તેમને જેલ થઈ હોય તેવા જૂજ કિસ્સા બન્યા છે અને મોટભાગનામાં દંડ કે પ્રોબેશન વગેરે જ સજા કરવામાં આવતી હોય છે. એટલે પ્રબળ સંભાવનાઓ છે કે ટ્રમ્પને પણ દંડ જ ફટકારવામાં આવશે. બીજું કે આ 4 વર્ષની સજા મહત્તમ છે. સજા સંભળાવતી વખતે કેટલી સજા આપવી અને આપવી પણ નહીં તે જજ પર નિર્ભર રહે છે. 

    ગમે તે સંજોગોમાં રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકશે ટ્રમ્પ 

    તેમ છતાં ટ્રમ્પને દંડ થાય કે જેલની સજા થાય. તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરી જ શકશે. અમેરિકાનો કાયદો ક્યાંય તેમને નડતરરૂપ બને તેમ નથી. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી લાયકાત એટલી જ છે કે ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ અને અમેરિકાનો નાગરિક હોવો જોઈએ જે ઓછામાં ઓછાં 14 વર્ષ દેશમાં રહ્યો હોય. એટલે ગુનેગાર ઠર્યા બાદ પણ કે જેલમાં ગયા બાદ પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે અને રાષ્ટ્રપતિ પણ બની શકે છે. કદાચ તેઓ જીતી જાય ત્યારે પણ જેલમાં હોય તો જેલમાં પણ શપથ લઇ શકે છે. 

    આ ચુકાદાની ચૂંટણી પર અસર થશે? 

    આમ તો અમેરિકા જેવા અતિવૈવિધ્ય ધરાવતા દેશ માટે આ ચુકાદાની કોઇ અસર થશે કે કેમ અને કેટલી થશે તે જણાવવું કઠિન છે. જોકે, વિદેશી મીડિયા પોતાની વિચારધારા પ્રમાણે જુદાં-જુદાં આકલનો પીરસી રહ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો ટ્રમ્પને સહાનુભૂતિ મળી શકે છે. કારણ કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે અને માત્ર ઔપચારિકતાઓ રહી છે. 

    એક તાજેતરના પોલમાં જાણવા મળ્યું હતું કે, ટ્રમ્પના 4 ટકા સમર્થકોએ કહ્યું હતું કે જો ટ્રમ્પ ગુનેગાર ઠેરવાય તો સમર્થન પરત ખેંચી લેશે. આ આંકડો આમ તો નાનો કહેવાય અને ચૂંટણીમાં બીજા પણ અનેક મુદ્દાઓ અસર કરે છે. આ બધું જોતાં ચૂંટણીમાં કેટલી અને કેવી અસર થશે તે કહેવું અત્યારે કઠિન છે. 

    ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સામે અન્ય પણ ત્રણ ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, જેના ચુકાદા હજુ આવ્યા નથી. જેમાંથી એક કેસ 2૦20ની ચૂંટણી બાદ કેપિટલ હિલ પર થયેલાં રમખાણોનો પણ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં