Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકા બાદ આજથી ઇજિપ્ત યાત્રાએ પીએમ મોદી: જવાહરલાલ નેહરૂએ એ મુસ્લિમ પત્રકારને...

  અમેરિકા બાદ આજથી ઇજિપ્ત યાત્રાએ પીએમ મોદી: જવાહરલાલ નેહરૂએ એ મુસ્લિમ પત્રકારને બનાવ્યા હતા અહીંના પહેલા રાજદૂત, જેમની સાથે તેમની બહેને ઘરેથી ભાગીને કર્યા હતા નિકાહ 

  રાજદૂત બન્યા પહેલાં સ્યૂદ હુસૈન એક પત્રકાર, લેખક અને બેરિસ્ટર હતા. જોકે, પછીથી જવાહરલાલ નહેરૂની બહેન વિજ્યાલક્ષ્મી પંડિત સાથેના તેમના પ્રેમસબંધોના લીધે વધુ જાણીતા થયા.

  - Advertisement -

  અમેરિકાની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્ત જવા માટે રવાના થયા છે. અહીં તેઓ બે દિવસ માટે રોકાશે અને અનેક બેઠકો કરશે તો મહત્વનાં સ્થળોની મુલાકાત પણ લેશે. આ એ જ દેશ છે જ્યાંના પહેલા ભારતીય રાજદૂત સ્યૂદ હુસૈન નામના વ્યક્તિ હતા. ઇજિપ્તમાં જ તેમની કબર પણ આવેલી છે. ભારતના વામપંથીઓ તેમને સેક્યુલર મુસ્લિમ તરીકે ઓળખાવતા રહે છે.

  રાજદૂત બન્યા પહેલાં સ્યૂદ હુસૈન એક પત્રકાર, લેખક અને બેરિસ્ટર હતા. જોકે, પછીથી જવાહરલાલ નહેરૂની બહેન વિજ્યાલક્ષ્મી પંડિત સાથેના તેમના પ્રેમસબંધોના લીધે વધુ જાણીતા થયા. તેમના આ સબંધો તોડવામાં નહેરૂ પરિવારનો મોટો હાથ હતો, જેને મોહનદાસ ગાંધીએ પણ ટેકો આપ્યો હતો. 

  સ્યુદ અને વિજયાલક્ષ્મી પંડિત વચ્ચે સબંધો કઈ રીતે શરૂ થયા

  શીલા રેડ્ડીએ તેમના પુસ્તક ‘મિસ્ટર એન્ડ મિસિસ જિન્નાઃ ધ મેરેજ ધેટ શૂક ઈન્ડિયા’માં (‘Mr and Mrs Jinnah: The Marriage that Shook India’) ઐતિહાસિક પાસાંનો ઉલ્લેખ કર્યો છે. આમાં તેમણે કહ્યું કે મોતીલાલ નેહરુ દ્વારા ધર્મનિરપેક્ષતાનો ઝભ્ભો પહેરવો એ માત્ર એક દેખાડો હતો. તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે કેવી રીતે તે પોતાની પુત્રીના એક મુસ્લિમ પુરુષ સાથેના પ્રેમ સંબંધનો વિરોધ કરી રહ્યા હતા.

  - Advertisement -

  મોતીલાલ નેહરુની મોટી પુત્રી અને જવાહરલાલ નેહરુની બહેન, ‘નન’ વિજયા લક્ષ્મી પંડિત તરીકે પણ ઓળખાય છે. વિજયા ઓક્સફર્ડમાં ભણેલા મુસ્લિમ પત્રકાર અને અંગ્રેજી અખબાર ઈન્ડિપેન્ડન્ટના યુવા સંપાદક સ્યૂદ હુસૈનને દિલ દઈ બેઠી હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મોતીલાલ નેહરુને તેમના સબંધો વિશે જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું કારણ કે બંનેએ તેમના પરિવારોથી ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ પ્રેમપ્રકરણની શરૂઆત ત્યારે થઇ હતી, જ્યારે મોતીલાલે સ્યૂદને તેમના ભવ્ય નિવાસસ્થાન, આનંદ ભવનમાં રહેવા આમંત્રણ આપ્યું હતું.

  આ તે દિવસોની વાત છે જ્યારે નેહરુ હુસૈનની દેશભક્તિથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ તેમના અખબારને શરૂ કરવા માટે સંપાદકની શોધમાં હતા. તેમણે તેમના અંગ્રેજ મિત્ર અને બોમ્બે ક્રોનિકલના સ્થાપક સંપાદક બી.જી. હોર્નિમેનના કહેવાથી યુવા પત્રકાર હુસૈનને નોકરીએ રાખ્યો. જો કે, સ્યૂદે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો અને તે તેના ઘરના પ્રિય હતા. આવી સ્થિતિમાં, તેઓ અલ્હાબાદમાં રહેતા સમયે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ અહીં બીમાર પડ્યા, ત્યારબાદ મોતીલાલ નેહરુએ તેમને આનંદ ભવનમાં રહેવા આમંત્રણ આપ્યું.

  હુસૈન અને વિજયા એક જ છત નીચે રહેવા લાગ્યા કે તરત જ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. જ્યારે મોતીલાલને ખબર પડી કે તેની પુત્રીના (જવાહરલાલ નેહરુની બહેનના) મુસ્લિમ હુસૈન સાથે પ્રેમસંબંધ છે, ત્યાં સુધીમાં બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. મોતીલાલ નેહરુને આ વાત પસંદ ન હતી. આ સંબંધની તેમને એક જ ફરિયાદ હતી કે હુસૈન મુસ્લિમ હતા. જ્યારે હિંદુ-મુસ્લિમ એકતાના કહેવાતા ઉદાહરણ બનેલા નહેરુ પરિવાર પર તેમના જ પરિવારજનોની વાત આવી ત્યારે તેઓને એ હકીકત સ્વીકારવી અત્યંત મુશ્કેલ લાગી રહી હતી કે તેમની પુત્રી એક મુસ્લિમ પુરુષના પ્રેમમાં હતી અને તેણે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

  રેડ્ડીએ તેમના પુસ્તકમાં એ પણ લખ્યું છે કે કેવી રીતે બંનેને તેમના સંબંધોનો અંત લાવવા માટે દબાણ કરવામાં આવ્યું. વિજયાએ પાછળથી જણાવ્યું કે કેવી રીતે તેના પરિવારના સભ્યો દ્વારા તેના પર હુસૈન સાથેના સંબંધોને સમાપ્ત કરવા દબાણ કરવામાં આવ્યું હતું. તેનું એકમાત્ર કારણ એ હતું કે તે મુસ્લિમ હતો અને ધર્મની બહાર લગ્ન કરવું ખોટું હતું. રેડ્ડીએ આગળ લખ્યું કે મેં વિચાર્યું કે જે લોકોએ તે સમયે હિંદુ-મુસ્લિમ એકતાનો દાખલો બેસાડ્યો હતો, એક એવું કુટુંબ જેમાં સૌથી વધુ મુસ્લિમ મિત્રો હતા, તેમની પુત્રી ધર્મની બહાર લગ્ન કરે તે તેમને સ્વીકાર્ય હશે, પરંતુ તેવું બન્યું નહીં અને તે પરિવાર રૂઢિચુસ્ત વિચારધારાનો નીકળ્યો.

  નોંધનીય છે કે આઝાદી બાદ દેશમાં જયારે પહેલીવાર નેહરુ સરકાર બની ત્યારે આ જ સ્યૂદ હુસૈનને ઇજિપ્ત દેશના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. તેઓએ 1947થી લઈને 1949 (પોતાના મૃત્યુ સુધી) એમ્બેસેડર તરીકે સેવા આપી હતી.

  દીકરીના મુસ્લિમ સાથે સંબંધનો અંત લાવવા મોતીલાલે લીધી ગાંધીની મદદ

  આટલું જ નહીં, મોતીલાલ નેહરુએ પોતાની પુત્રીના મુસ્લિમ સાથેના સંબંધને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીની મદદ પણ લીધી હતી. ગાંધીએ કથિત રીતે વિજયાને કહ્યું, “સરૂપ (લગ્ન પહેલાંનું તેનું નામ), જો હું તમારી જગ્યાએ હોત, તો હું મારી જાતને ક્યારેય સ્યૂદ હુસૈનની નજીક આવવા ન દેત. મેં તેને ફક્ત મિત્ર બનવાની મંજૂરી આપી હોત.”

  ગાંધીજીએ જવાહરલાલ નેહરુની બહેનને સમજાવ્યું કે “ધારો કે સ્યૂદે ક્યારેય મારા વખાણ કર્યા હોત અથવા મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હોત તો હું ક્યારેય તેમના તરફ આકર્ષાયો ન હોત. હું કહેતો, ‘સ્યૂદ, તમે જે કહો છો એ યોગ્ય નથી. તમે મુસ્લિમ છો અને હું હિંદુ છું. આપણા માટે બધું સારું નથી. તમે મારા ભાઈ છો, પણ હું તમને ક્યારેય પતિ તરીકે સ્વીકારી શકતી નથી.’”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં