Monday, July 15, 2024
More
  હોમપેજસંપાદકની પસંદરાહુલ ગાંધીએ અજાણતા સ્વીકાર્યું કે એલપીજી સિલિન્ડરની કિંમત મોદી સરકાર કરતાં કોંગ્રેસની...

  રાહુલ ગાંધીએ અજાણતા સ્વીકાર્યું કે એલપીજી સિલિન્ડરની કિંમત મોદી સરકાર કરતાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં વધુ હતી

  NDP સરકાર કરતા UPA સરકારમાં ગેસ સિલિન્ડરનો ભાવ ઓછો હતો એમ કહેવા જતાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટેક્નીકલ રીતે અસત્ય બયાન કર્યું હતું.

  - Advertisement -

  રવિવારે (8 મે), કોંગ્રેસના વંશજ રાહુલ ગાંધીએ દેશમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ની વધતી કિંમતો અને એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવા માટે મોદી સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કરતી વખતે ઉડતું તીર લઇ લીધું હતું.

  એક ટ્વીટમાં, તેમણે દાવો કર્યો હતો કે 2014માં કોંગ્રેસના શાસન દરમિયાન એલપીજી સિલિન્ડરની કિંમત મોદી સરકારના 999 રૂપિયાની સરખામણીમાં ₹1,237 હતી. રાહુલ ગાંધીએ સમજાવ્યું કે ઉપભોક્તા ત્યારે પોતાના ખિસ્સામાંથી સીધા ₹410 ચૂકવતા હતા જ્યારે સરકાર સબસિડી પર પ્રતિ સિલિન્ડર કરદાતાઓના વધારાના ₹847 ખર્ચ કરતી હતી. એટલે કે હાલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થવા છતાય કુલ કિમત 2014 કરતાં ઓછી છે.

  રાહુલ ગાંધીએ કરેલ ટ્વિટનો સ્ક્રિનશોટ

  “હાલના 1 સિલિન્ડરની કિમતમાં તે સમયે 2 સિલિન્ડર મળતા. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે માત્ર કોંગ્રેસ જ શાસન કરે છે. તે અમારી આર્થિક નીતિનો મુખ્ય ભાગ છે, ”તેમણે ટ્વિટ કર્યું હતું.

  - Advertisement -

  રસપ્રદ વાત એ છે કે, વર્ષ-દર-વર્ષે મોંઘવારી વધવા છતાં એલપીજી સિલિન્ડરની ચોખ્ખી કિંમત હવે 8 વર્ષની સરખામણીએ સસ્તી છે. મેક્રોટ્રેન્ડ્સના એક લેખ મુજબ, ભારતમાં ફુગાવાનો દર 6.65% (2014), 4.91% (2015), 4.95% (2016), 3.33% (2017), 3.95% (2018), 3.72% (2019) અને 6.62% (2020) હતો. 2014માં 1,237 રૂપિયાનું મૂલ્ય 2022માં 1,950ની આસપાસ હશે, આમ ફુગાવાએ રાહુલ ગાંધીની દલીલનો છેદ ઉડાડયો.

  ભારતમાં વર્ષ-દર-વર્ષનો ફુગાવો, મેક્રોટ્રેન્ડ્સ દ્વારા ગ્રાફ

  એલપીજી ઉત્પાદન, ક્રૂડ ઓઈલના ભાવ અને આયાત

  પોતાના બચાવમાં કોંગ્રેસ પાર્ટી દાવો કરી શકે છે કે તેમના કાર્યકાળ દરમિયાન ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવ ઊંચા હતા. છેવટે, એલપીજી ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે અથવા કુદરતી ગેસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કાઢવામાં આવે છે.

  એલ્ગાસના એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે, “એલપીજી બે સ્ત્રોતોમાંથી આવે છે, જેમાં કુદરતી ગેસની પ્રક્રિયા દરમિયાન લગભગ 60% કાચા કુદરતી ગેસમાંથી છીનવાઈ જાય છે અને લગભગ 40% એલપીજી ક્રૂડ ઓઈલ રિફાઈનરી પ્રક્રિયામાંથી આવે છે. એલપીજી એ સહ-ઉત્પાદન છે જે કુદરતી રીતે થાય છે. તે LPG ગેસ સિલિન્ડરો અને મોટા જહાજોમાં સંગ્રહિત અને વિતરિત કરવામાં આવે છે.”

  “એલપીજી ગેસ એ એલપીજી ગેસ ઉત્પાદન પ્રક્રિયા (એલપીજી ઉત્પાદન પ્રક્રિયા) માંથી બનાવવામાં આવે છે જે કુદરતી ગેસ પ્રક્રિયા અને ક્રૂડ તેલના અપૂર્ણાંક નિસ્યંદન દરમિયાન થાય છે,” અહેવાલમાં ઉમેર્યું હતું. ભારત મોટાભાગનું ક્રૂડ ઓઈલ ગલ્ફ વિસ્તારમાંથી આયાત કરે છે.

  ભારતમાં ઓઇલનો નિકાસ કરનાર પ્રદેશો

  અહી એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે બ્રેન્ટ ક્રૂડ એ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં તેલ બજારો માટે વપરાતું બેન્ચમાર્ક છે. ઉપલબ્ધ ડેટા મુજબ, 1 બેરલ ક્રૂડ ઓઈલની કિંમત 2014માં એ જ કિંમતની આસપાસ હતી એટલે કે $113 જે આજે છે.

  2014 અને 2022 ની વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ, ટ્રેડિંગ ઈકોનોમિક્સ દ્વારા આલેખ

  ક્રૂડ ઓઈલની કિંમતો સમાન હતી તે જોતાં, એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200 કરતાં વધુની અસમાનતાને કઈ રીતે સમજાવી શકાય? જોકે રાહુલ ગાંધીએ એવું કહેવાનો પ્રયાસ કર્યો હતો કે મોદી સરકારની નીતિઓ મધ્યમ વર્ગને અસર કરી રહી છે, પરંતુ તેમણે સાબિત કર્યું કે એલપીજી સિલિન્ડર હવે પહેલા કરતા સસ્તા છે. સબસિડીમાં બચેલા પૈસા હવે સરકાર દ્વારા અન્ય કેટલાક પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં