Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રાવણ મહિનો, ચાનો સ્ટોલ અને 1 રૂપિયાનો સિક્કો, નરેન્દ્ર મોદીએ કરી દેખાડી...

  શ્રાવણ મહિનો, ચાનો સ્ટોલ અને 1 રૂપિયાનો સિક્કો, નરેન્દ્ર મોદીએ કરી દેખાડી હતી ‘Sivaji: The Boss’ જેવી કારીગરી: 9મા ધોરણના એક બાળકની રસપ્રદ વાત

  નરેન્દ્ર મોદીની માતાને એક સાધુએ તેમના પુત્રની કુંડળી જોઈને કહ્યું હતું કે જો તેઓ રાજકારણમાં જશે તો ચક્રવર્તી સમ્રાટની કીર્તિ પામશે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (17 સપ્ટેમ્બર 2022) 72 વર્ષના થયા. છેલ્લાં આઠ વર્ષથી વધુ સમયથી ભારતની સત્તા પર બિરાજમાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. જન-કલ્યાણકારી નીતિઓ, હિંદુત્વ અને રાષ્ટ્રવાદની વિચારધારા, કુશળ સંગઠનાત્મક ક્ષમતા અને તેમના ચમત્કારિક વ્યક્તિત્વથી નરેન્દ્ર મોદીએ પ્રભાવ એવો છે કે આગામી 2024 લોકસભા ચૂંટણીમાં ટક્કર લેવી તો દૂરની વાત પણ કોઈ તેમની સામે ઉભા પણ રહી શકે તેમ લાગતું નથી. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત પોતાના જૂના દિવસો યાદ કરે છે અને પોતાના વિદ્યાર્થી જીવન સાથે તેઓ જ્યારે RSS-ભાજપના સંગઠનાત્મક કાર્યોની જવાબદારી નિભાવતા હતા તે દિવસોની વાતો કહી છે. તેમના પરિવાર અને પહેલેથી ઓળખતા લોકોએ પણ મોદી વિશે અનેક વાતો સાર્વજનિક કરી છે. આ એક એવું વ્યક્તિત્વ છે, જેમના વિશે સૌ વધુ જાણવા માંગે છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી એવી જ કેટલીક ઘટનાઓની ચર્ચા કરીએ, જે તેમને ચાહનારાઓને વિશેષતઃ પસંદ પડશે. 

  તમે સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી: ધ બોસ’ યાદ હશે. ફિલ્મમાં ‘શિવાજી’નું પાત્ર એક રૂપિયાના સિક્કાથી ગુંડાઓને જેલના સળિયા ગણતા કરી નાંખે છે, એટલું જ નહીં પરંતુ કાળા ધન સામે લડાઈ લડીને જનતાની ભલાઈ પણ કરે છે. વાસ્તવિક જીવનમાં કોઈ બાળપણના દિવસોમાં આ પ્રકારે કઈંક કરે તો તેને ચમત્કાર નહીં તો બીજું શું માની શકાય. આ ઘટના વિશે જાણીને તમને પણ વિશ્વના સૌથી મોટા લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા વ્યક્તિના સંઘર્ષમાં વીતેલા બાળપણ અને તેમની સંવેદનશીલતા પર ગર્વ થશે. 

  - Advertisement -

  લેખક કિશોર મકવાણા પોતાના પુસ્તક ‘કોમનમેન નરેન્દ્ર મોદી’માં આ ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવે છે કે ઘરની નબળી આર્થિક સ્થિતિના કારણે 6 ભાઈ-બહેનોમાંથી કોઈ સરખું ભણી શક્યું નહતું. પરંતુ હંમેશા દરેક બાબતે અલગ દ્રષ્ટિએ જોવાની ક્ષમતા નરેન્દ્ર મોદી પાસે બાળપણથી જ હતી અને ગુજરાતના વડનગર સ્થિત પુસ્તકાલયમાં વાંચતાં-વાંચતાં તેમણે મોટાભાગનો સમય પસાર થયો હતો. સમસ્યાઓનું પળવારમાં સમાધાન કરી નાંખવું તેમની કાબેલિયત હતી. 

  આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી નવમા ધોરણમાં ભણતા હતા. તેમની ઉંમર 14-15 વર્ષ આસપાસ હશે. શ્રવણનો મહિનો હતો અને દેશના વિવિધ ભાગોમાં પૂરથી સ્થિતિ વિકરાળ બની હતી. આ ઉંમરમાં એક આર્થિક પછાત ઘરનો છોકરો શું કરી શક્વાનો હતો? પરંતુ નરેન્દ્ર મોદીના મનમાં પીડિતોને સહાય માટે શું યોગદાન આપી શકાય તે બાબતે મંથન ચાલી રહ્યું હતું. શ્રાવણના મહિનામાં દેશના અનેક ભાગોની જેમ વડનગરમાં પણ મેળો આયોજિત થતો હતો. 

  ત્યાં આસપાસના લોકો એકઠા થતા હતા. બાળ નરેન્દ્રને તેના પિતાએ મેળામાં ખર્ચવા માટે એક રૂપિયો આપ્યો હતો. આ એક રૂપિયાને જોઈને તેમના મનમાં એ વિચાર આવ્યો કે કઈ રીતે પૂરપીડિતોની મદદ કરી શકાય. પરંતુ આ રકમથી કંઈ થઇ શકે તેમ ન હતું. પણ ત્યારે તેમની સંગઠનાત્મક ક્ષમતા અને અલગ વિચારવાની કળા કામ આવી. તેમણે મિત્રોને એકઠા કર્યા અને એક ઉપાય શોધી કાઢ્યો. 

  તેમણે નિર્ણય લીધો કે તેઓ એ મેળામાં ચાનો સ્ટોલ લગાવશે અને તેનાથી જે આવક આવશે તે પૂરપીડિતોની સહાય માટે ખર્ચ કરશે. તમામ મિત્રોએ આ માટે એક-એક રૂપિયો સંઘરીને જે પણ રકમ થઇ એ એકથી કરી. નરેન્દ્ર મોદીએ પણ પોતાના હિસ્સાનો એક રૂપિયો લગાવ્યો. સ્ટવ અને વાસણ તેઓ પોતાના ઘરેથી જ લઇ આવ્યા. મેળામાં ચાનો સ્ટોલ લાગી ગયો અને જે કંઈ પણ આવક થઇ એ પૂરપીડિતો માટે મોકલી દેવામાં આવી. 

  આ રીતે એક રૂપિયાથી નરેન્દ્ર મોદીએ કમાલ કરી દીધી હતી. ત્યારે વડનગરમાં વસંત પરીખ નામના એક સમાજસેવી રહેતા હતા. તેમની સંગતમાં નરેન્દ્ર મોદીએ પૂરપીડિત દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કર્યો અને ત્યાંના પીડિતોની પણ સેવા કરી. એ જ રીતે 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે મહેસાણા સ્ટેશનથી જતા ભારતના વીર જવાનો માટેના ભોજન-પાણીની જવાબદારી પણ 12 વર્ષીય નરેન્દ્ર મોદી અને તેમની ટોળકીએ ઉઠાવી હતી.

  અડધી રાત્રે પણ જવાન ત્યાંથી પસાર થતા ત્યારે નરેન્દ્ર મોદી જાગીને તેમની સેવા કરતા હતા અને સ્ટેશન પર જ ઊંઘનું ઝોકું ખાઈ લેતા હતા. જવાનોને ચા-બિસ્કિટ ખવડાવવા માટે તેઓ રોજ વડનગરથી મહેસાણા જતા હતા, જેનું ભાડું ત્યારે 8 થી 12 આના જેટલું હતું. ગામના તળાવમાં તરણ શીખનાર નરેન્દ્ર મોદી તરીને એક નાના મંદિરમાં જઈને ઝંડો ફરકાવતા. એ તેમને ખૂબ પસંદ હતું. 

  એ પણ જગજાહેર છે કે માત્ર 17 વર્ષની વયે નરેન્દ્ર મોદી ઘર છોડીને આધ્યાત્મિક યાત્રા પર નીકળી ગયા હતા અને હિમાલય પહોંચ્યા હતા. શરૂઆતમાં માતા-પિતા અસમંજસમાં હતા પરંતુ પુત્રનો નિશ્ચય દ્રઢ હતો. અંતે માએ મોં મોઠું કરાવીને તિલક કરીને તેમને વિદાય આપી હતી. 

  નરેન્દ્ર મોદીની માતાને એક સાધુએ તેમના પુત્રની કુંડળી જોઈને કહ્યું હતું કે જો તેઓ રાજકારણમાં જશે તો ચક્રવર્તી સમ્રાટની કીર્તિ પામશે અને સન્યાસી બનશે તો શંકરાચારેય જેવી પ્રતિષ્ઠા. 2 વર્ષ ફર્યા બાદ તેઓ રાજકોટ રામકૃષ્ણ મિશન પહોંચ્યા હતા. જોકે, તેઓ ત્યાં પણ રોકાયા નહીં અને તેમની યાત્રા ચાલતી જ રહી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં