Monday, September 9, 2024
More
    હોમપેજદેશદરેક અવરોધને પાર: જાણો કેવી રીતે મોદી સરકારની SERB POWER યોજના ભારતીય...

    દરેક અવરોધને પાર: જાણો કેવી રીતે મોદી સરકારની SERB POWER યોજના ભારતીય STEM સંશોધનમાં મહિલા નેતૃત્વને કરી રહી છે ઉત્પ્રેરિત

    મોદી સરકારની SERB POWER યોજના અંતર્ગત કુલ બે મુખ્ય ઘટકોમાં SERB POWER ફેલોશિપ અને SERB POWER રિસર્ચ ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ યોજનાઓ 35-55 વર્ષની વય જૂથ માટે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    વૈજ્ઞાનિક રીસર્ચની દુનિયામાં લૈંગિક અસમાનતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં પડકારનો વિષય રહ્યો છે. પરંતુ ભારતમાં સરકાર દ્વારા હવે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના SERB (Science and Engineering Research Board) દ્વારા સંચાલિત POWER (Promoting Opportunities For Women in Exploratory Research) સ્કીમ દ્વારા આ પરિસ્થિતિઓને બદલવા પુરજોશરથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારની SERB POWER યોજના દ્વારા મહિલાઓને વૈજ્ઞાનિક રીસર્ચ ક્ષેત્રમાં આગળ વધારવા માટે પાયાનો પત્થર સાબિત થશે.

    મોદી સરકારની SERB POWER યોજના વર્ષ 2020થી ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે. આ યોજનાઓ અંતર્ગત મહિલા વૈજ્ઞાનીકોને રીસર્ચ પ્રોજેક્ટ માટે આર્થિક સહાયતા આપવામાં આવી રહી છે. જેના માટે તેમને ઇન્ટરનેશનલ સેમિનારો અને વર્કશોપમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેમને રીસર્ચ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા પણ તૈયાર કરવામાં આવી રહી છે.

    મોદી સરકારની SERB POWER યોજનાના બે મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં SERB POWER સ્કીમ અંતર્ગત SERB POWER Fellowship અને SERB POWER Research Grantsનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    SERB POWER Fellowship:

    આ ફેલોશિપ મહિલા વૈજ્ઞાનિકોને સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેના અંતર્ગત સાયન્સ અને એન્જીનીયરીંગના ક્ષેત્રોમાં Ph.D ધારક મહિલા વૈજ્ઞાનિકોની ઓળખ કરીને તેમને ફેલોશિપ આપવામાં આવશે. તેમાં મહિલા વૈજ્ઞાનિકોને સક્રિય વૈજ્ઞાનિક સાથે સારો એવો સંશોધન રેકોર્ડ હોવો અનિવાર્ય છે. આ ફેલોશિપ ફૂલ ટાઈમ છે અને તેના સાથે અન્ય કોઈ સરકારી ફેલોશિપનો લાભ નહીં મેળવી શકાય.

    આ અંતર્ગત નિયમિત મહિલાઓને આવક ઉપરાંત દર મહિને 15 હજાર રૂપિયાનો ખર્ચ પણ આપવામાં આવશે. એટલું જ નહીં આ યોજના હેઠળ મહિલા વૈજ્ઞાનિકને તેમની સંસ્થા દ્વારા દર વર્ષે ₹10 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. આ ફેલોશિપ યોજનાની સમય મર્યાદા ત્રણ વર્ષ માટે છે. આ ફેલોશિપ ફક્ત તે જ ભારતીય નાગરિકો માટે છે જે ભારતમાં સ્થિત સંસ્થાઓમાં સંશોધન કાર્ય કરશે. આ અનુદાનમાંથી પ્રાપ્ત નાણાંનો ઉપયોગ નાના સંશોધન ઉપકરણોથી લઈને ઘરેલું મુસાફરી માટે થઈ શકે છે.

    SERB-POWER ગ્રાન્ટ:

    આ યોજના હેઠળ સંશોધન કાર્યમાં પહેલેથી જ રોકાયેલા ઉભરતા અને મહિલા વૈજ્ઞાનિકોને ટેકો આપવામાં આવી રહ્યો છે. આ અનુદાન વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિગત કેન્દ્રિત સંશોધન માટે આપવામાં આવી રહ્યું છે. તેના બે ભાગ છે, જે સંસ્થાઓના સ્તરે અલગ પડે છે. લેવલ-1 અંતર્ગત આઈઆઈટી, આઈઆઈએસઈઆર, એનઆઈટી, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ જેવી ટોચની સંસ્થાઓની રાષ્ટ્રીય સ્તરની લેબમાં સંશોધન કરનારી મહિલા વૈજ્ઞાનિકો માટે છે, જેમાં વાર્ષિક ₹60 લાખ અથવા ₹20 લાખની મદદ આપવામાં આવી રહી છે.

    સાથે જ લેવલ-2માં અન્ય સંસ્થાઓમાં રિસર્ચ કાર્ય કરતી મહિલા વૈજ્ઞાનિકોને આ સહાય આપવામાં આવશે, જેમની કુલ રકમ ત્રણ વર્ષમાં ₹30 લાખ અને વાર્ષિક ₹10 લાખ થશે. મહિલા વૈજ્ઞાનિકો આ અનુદાન માટે SERB-CORE RESEARCH GRANTના પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે, જેમાં તેમની પસંદગી પ્રોગ્રામ એડવાઇઝરી કમિટી (પીએસી) દ્વારા કરવામાં આવશે.

    આ ગ્રાન્ટની અસર અને ભવિષ્યની સંભાવનાઓ

    SERB-POWER યોજનાઓને મહિલા વૈજ્ઞાનિકોને S&Rમાં આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ યોજનાઓના માધ્યમથી મહિલા વૈજ્ઞાનિકોને સંશોધન પરિયોજનાઓનું નેતૃત્વ કરવાની, સંશોધન કાર્યશાળાઓ અને પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લેવાની અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર નેટવર્કિંગ કરવાની તક મળશે. તેનાથી મહિલા વૈજ્ઞાનિકો માટે S&Rમાં કારકિર્દી બનાવવા અને તેનું નેતૃત્વ કરવાની તકો વધશે.

    ભારત સરકારની આ પહેલોનો લાભ માત્ર આર્થિક સહાય સુધી જ મર્યાદિત નહી રહે, પરંતુ તે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં મહિલાઓ માટે સ્થાન ઉભા કરવામાં અને તેમની ભાગીદારી વધારવામાં પણ મદદરૂપ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં