Saturday, May 4, 2024
More
    હોમપેજદેશઑપઇન્ડિયા Impact: પુણેના હિંદુ વિસ્તારમાં બની રહ્યું હતું કબ્રસ્તાન, વિરોધ બાદ આદેશ...

    ઑપઇન્ડિયા Impact: પુણેના હિંદુ વિસ્તારમાં બની રહ્યું હતું કબ્રસ્તાન, વિરોધ બાદ આદેશ રદ કરવામાં આવ્યા

    ભાજપના યોગેશ તિલેકર સાથે જયારે ઑપઇન્ડિયાએ વાત કરી અને સ્થાનિકોની ચિંતા વિશે જણાવ્યું, તો તેમણે કહ્યું કે તેમને આ વિસ્તારને લઈને ખોટી માહિતી આપવામાં આવી હતી કે તે વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો છે. બાદમાં ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં તો 12-15 હજાર હિંદુઓ વસે છે અને તેમને તેમની ભૂલ સમજાઈ.

    - Advertisement -

    પુણેના કોંઢવામાં હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારમાં સરકારી પ્લોટ પર કબ્રસ્તાન નહીં બનાવવામાં આવે. પુણે નગર નિગમ દ્વારા કબ્રસ્તાન બનાવવાનો પ્રસ્તાવ રદ કરી દીધો છે. આ આદેશ ઑપઇન્ડિયા દ્વારા મુદ્દો ઉઠાવ્યા બાદ લેવામાં આવ્યો છે.

    અહેવાલમાં અમે સ્થાનિકોનો પક્ષ મુક્યો હતો અને તેમની ચિંતા દર્શાવી હતી કે જ્યાં કબ્રસ્તાન બનાવવાની વાત થઇ રહી છે ત્યાં નજીકમાં જ હિંદુ મંદિર આવેલું છે. લોકોનું કહેવું હતું કે જો કબ્રસ્તાન બનશે તો તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે.

    આ મામલે એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચેતન તુપે અને ભાજપ નેતા યોગેશ ટિલેકરે મેં 2023માં પુણે નગર નિગમ (PMC)ને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં હિંદુ સોસાયટીઓ પાસે સ્થિત આ જમીનને કબ્રસ્તાન માટે ઉપયુક્ત કહેવામાં આવી હતી. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કોંઢવામાં મુસ્લિમોની સારી એવી આબાદી છે. નજીકમાં કબ્રસ્તાન હોવું તે તેમના માટે સહુલિયત ભર્યું રહેશે.

    - Advertisement -

    જોકે, બાદમાં ભાજપના યોગેશ તિલેકર સાથે જયારે ઑપઇન્ડિયાએ વાત કરી અને સ્થાનિકોની ચિંતા વિશે જણાવ્યું, તો તેમણે કહ્યું કે તેમને આ વિસ્તારને લઈને ખોટી માહિતી આપવામાં આવી હતી કે તે વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો છે. બાદમાં ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં તો 12-15 હજાર હિંદુઓ વસે છે. અને તેમને તેમની ભૂલ સમજાઈ.

    હિંદુ વિસ્તારમાં કબ્રસ્તાન બનાવવાનો નિર્ણય રદ

    ત્યાર બાદ તેમણે કબ્રસ્તાન ન બનવા દેવાનું આશ્વાસન આપ્યું અને ઓકટોબર 2023માં PMC પાસે માંગ કરી કે હિન્દુઓના વિસ્તારમાં કબ્રસ્તાન બનાવવાની પરવાનગી ન આપવામાં આવે. આ જ મામલે 28 ડિસેમ્બર 2023ના રોજ જણાવવામાં આવ્યું હતું કે જે જગ્યાનો જોગીંગ ટ્રેક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં કબ્રસ્તાન નહીં બનાવવામાં આવે. જે પરવાનગીઓ આપવામાં આવી હતી તેને કેન્સલ કરવામાં આવી છે.

    ભાજપના નેતા દ્વારા PMCને લખવામાં આવેલો પત્ર

    ઉલ્લેખનીય છે કે આ પુણેના હિંદુ વિસ્તારમાં કબ્રસ્તાન બનાવવાનો આખો મામલો RTI એક્ટિવિસ્ટ ડૉ. પારિતોષ જવારે પાટિલની RTIથી ઉજાગર થયો હતો. તેમાં તેમણે રવિરાજ કોલોરાડો કૉ-ઑપ. હાઉસિંગ સોસાયટીની માહિતી માંગી હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે આ જમીનને PMCએ પ્લે-ગ્રાઉન્ડ માટે ફાળવી રાખી છે. અહીં 43 લાખ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ જગ્યા જેમની તેમ છે. તેનું નિર્માણ કાર્યનું કામ સલીમ કન્ટ્રકશનને આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં જમીન ખાલી પડી રહી હતી. બાદમાં અહીં મુસ્લિમો માટે કબ્રસ્તાન બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો જેના વિષે માહિતી મળતા જ સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો.

    પાટિલે 2 જાન્યુઆરીના રોજ ઑપઇન્ડિયા સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી કે PMCએ પોતાનો નિર્ણય પરત લઇ લીધો છે. પાટિલે કહ્યું કે, “અમને ખૂશ છીએ કે નિર્ણય રદ કરવામાં આવ્યો છે. અમે મુસ્લિમ સમુદાયના વિરુદ્ધમાં નથી. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે અમારું સ્વાસ્થ્ય અને અમારા બાળકો સુરક્ષિત રહે. જો ત્યાં હિંદુઓનું સમાધી સ્થળ બનેત તો પણ અમે તેનો વિરોધ કરેત.”

    નોંધ: સિદ્ધિ સોમાણી દ્વારા લખવામાં આવેલો મૂળ અહેવાલ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આપ આ લિંક પર ક્લિક કરીને તેને વાંચી શકો છો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં