Saturday, May 4, 2024
More
    હોમપેજદેશઆજુબાજુ બધું તોડ્યું પણ જીન્નના ડરથી પ્રશાસને મઝાર છોડી: મણી પર્વતના પૂજારીનો...

    આજુબાજુ બધું તોડ્યું પણ જીન્નના ડરથી પ્રશાસને મઝાર છોડી: મણી પર્વતના પૂજારીનો દાવો, લોકોએ કહ્યું- કબરોના નામે જંગલ પર પણ કબજો

    અયોધ્યા નગરીમાં બેનામી મઝારો શોધતા-શોધતા ઑપઇન્ડિયાની ટીમ જ્યારે મણિ પર્વતની અંદર ગઇ ત્યારે ત્યાંના પૂજારી પ્રશાસનિક અધિકારીઓ પર ખૂબ જ ગુસ્સામાં જણાઈ રહ્યા હતા.

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024 ના રોજ, ભગવાન રામલલાની અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ધાર્મિક વિધિઓથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘો પડ્યા બાદ અયોધ્યામાં ભક્તોની ભીડ જામી છે. રામલલાના દર્શન કરવા માટે વધુને વધુ રામ ભક્તો તીર્થસ્થાને પહોંચી રહ્યા છે. ઑપઇન્ડિયાએ તેના અગાઉના ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં મણિ પર્વત, ગણેશ કુંડ અને દશરથ સમાધિની આસપાસ દરગાહોના નિર્માણનો ખુલાસો કર્યો હતો. જ્યારે અમે વધુ તપાસ કરી, ત્યારે અમને અયોધ્યા નગરીમાં અનેક ભાગોમાં બાંધવામાં આવેલી અન્ય ઘણી બેનામી મઝારો જોવા મળી હતી.

    સાકેત ડિગ્રી કોલેજને અડીને બની છે મજાર

    અયોધ્યાની સાકેત મહાવિદ્યાલયને ઉચ્ચ શિક્ષણની સૌથી મોટી સંસ્થા માનવામાં આવે છે. અહીં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ નિયમિત અને ખાનગી રીતે વિવિધ શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતકનું શિક્ષણ મેળવે છે. આ સ્થળ જન્મભૂમિની બાઉન્ડ્રીથી 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલું છે. આ ડિગ્રી કોલેજની સીમાને અડીને બગીચા આવેલા છે.

    આ બગીચાઓને સાફ કરીને રાનોપલી તરફ જતા મુખ્ય રસ્તાની બાજુમાં જ એક મઝાર બનાવી દેવામાં આવી છે. આ મઝારને પાકી બનાવવામાં આવી છે. આસપાસની જમીનની પણ સતત સફાઈ કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની આડમાં મઝારનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    અયોધ્યા નગરીમાં બેનામી મઝારો
    સાકેત કૉલેજ નજીકની મઝાર

    સાથે જ અહીં એક કોંક્રિટના બનેલા ચબુતરા પર 2 નાની મઝારો બનાવવામાં આવી છે. મઝાર પર દરરોજ સવારે લીલા રંગની ચાદર ચઢાવવામાં આવે છે. અગરબત્તી વગેરે પણ પ્રગટાવવામાં આવે છે. અહીં ઇસ્લામિક ઝંડા પણ લગાવવામાં આવ્યા છે. હાલ આ મઝાર માટે કોઇ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. મઝારની બાજુમાં જ પંક્ચરની દુકાન ખોલવામાં આવી છે. જ્યારે ઑપઇન્ડિયાની ટીમ મઝાર પાસે પહોંચી ત્યારે મઝારનો ખાદિમ અને પંચર બનાવનાર સ્થળેથી છટકી ગયા હતા.

    જીન્નના ડરથી ન તોડી જંકશનને અડીને આવેલી મઝાર

    અયોધ્યા નગરીમાં બેનામી મઝારો શોધતા-શોધતા ઑપઇન્ડિયાની ટીમ જ્યારે મણિ પર્વતની અંદર ગઇ ત્યારે ત્યાંના પૂજારી પ્રશાસનિક અધિકારીઓ પર ખૂબ જ ગુસ્સામાં જણાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે નવનિર્માણના નામે તમામ જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે, પરંતુ મઝારો અને દરગાહોને છોડી દેવામાં આવી છે.

    મણિ પર્વતના પૂજારી

    પૂજારીએ દાવો કર્યો હતો કે અયોધ્યા ધામ જંકશનને અડીને હજી પણ એક મઝાર ઉભી છે. તેમણે કહ્યું કે, “જ્યારે લોકોએ અધિકારીઓને મઝાર પર પણ કાર્યવાહી કરવા જણાવ્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે તેમને જીન્નથી ડર લાગે છે.” પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, “હિંદુઓ જ હિંદુઓના દુશ્મનો છે.”

    આસપાસ બધું સાફ કર્યું, પણ મઝાર છોડી દીધી

    મણિ પર્વતના પૂજારીના આરોપોની ચકાસણી માટે અયોધ્યા ધામ જંકશન ગયા હતા. અમને જાણવા મળ્યું કે જંકશનની દક્ષિણ બાજુએ સફેદ રંગની મઝાર છે. આ મઝારની આસપાસના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ મઝાર છોડી દેવામાં આવી છે. આ મઝાર લોકોને આવવા-જવા માટે બનેલા એક સાંકડા રસ્તાની બાજુમાં બનાવવામાં આવી છે.

    મઝારની નીચે પ્રાચીન બાંધકામ જેવું પણ કંઈક દેખાઈ રહ્યું હતું. ઉપર સિમેન્ટનું નવું બાંધકામ અને તાજેતરમાં રંગ-રોગાન પણ કરવામાં આવ્યું છે. અમે નજીકના રહેવાસીઓ પાસેથી આ મઝાર વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જંક્શનની દક્ષિણ બાજુએ ચા-બિસ્કિટ વેચતા એક દુકાનદારે અમને જણાવ્યું કે મઝાર બાબા લાલ ખાનના નામે ઓળખાય છે.

    અયોધ્યા નગરીમાં બેનામી મઝારો
    અયોધ્યા ધામ જંકશનને અડીને આવેલી મઝાર

    મઝાર ઘણા લાંબા સમયથી બનેલી છે, પહેલા પણ કોઈ વિકાસ કાર્ય વગેરેને લઈને કરવામાં આવેલી કાર્યવાહીમાં તેને છોડી દેવામાં આવી છે. અયોધ્યા ધામ જંક્શનના પાછળના ભાગ ઉપરાંત આગળના ભાગમાં એક મોટી દરગાહ પણ બનેલી છે. ઊંચા ગુંબજ વાળી દરગાહના બાહ્ય ભાગ પર અરબી ભાષામાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા છે.

    આ દરગાહની બહારની બાજુએ એક નળ પણ લગાવવામાં આવ્યો છે, આ નળમાંથી નીકળેલું પાણી આસપાસ ગંદકીનું કારણ બન્યું છે. દરગાહ પાસે ખજૂરના ઝાડ પણ વાવવામાં આવ્યા છે. હાલમાં જ આ ગુંબજને લીલા રંગથી રંગવામાં આવ્યો છે અને તેની ઉપર ઇસ્લામિક ઝંડો પણ લગાવવામાં આવ્યો છે. ટાઇલ્સમાં મક્કા-મદીના વગેરેની તસવીરો પણ કોતરવામાં આવી છે.

    અયોધ્યા ધામ જંકશનને અડીને બનેલી દરગાહ

    જંગલ પર પણ કબજો

    અમને મણિ પર્વતના પગથિયા પર એક ભિક્ષુક મળ્યા. તેઓ દર્શને આવતા શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાન પર ગુજરાન ચલાવે છે. અમે તેને પૂછ્યું કે આસપાસ કેટલી મઝારો છે? અમારા સવાલના જવાબમાં તેમણે ઑપઇન્ડિયાને કહ્યું, “પાછળનું તમામ જંગલ કબજે કરેલું છે. એક જમાનાથી તેના પર કબજો છે.”

    અમે જ્યારે વિદ્યાકુંડથી નીકળીને રનોપાલી જતા રસ્તા પર આગળ વધ્યા ત્યારે રસ્તાની જમણી બાજુએ લાઈનથી કોંક્રિટની પાકી કબરો દેખાઈ હતી. તેમાંથી અનેક કબરો રસ્તાની ઘણી નજીક બનેલી છે. અમને સ્થાનિક રહેવાસીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જો વહીવટીતંત્ર સંપૂર્ણ તપાસ કરશે તો રામજન્મભૂમિથી 2 કિલોમીટરની ત્રિજ્યામાં હજુ પણ અનેક કબરો મળી આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં