Thursday, April 18, 2024
More
  હોમપેજસંપાદકની પસંદ'વીર સાવરકર ભારતના બહાદુર સપૂત હતા': અનુપમ ખેર પાસેથી જાણો 'ધ ઇન્ડિયા...

  ‘વીર સાવરકર ભારતના બહાદુર સપૂત હતા’: અનુપમ ખેર પાસેથી જાણો ‘ધ ઇન્ડિયા હાઉસ’માં શું છે ખાસ, પ્રોડ્યુસરે કહ્યું- આવી વાર્તાઓ સામે લાવતો રહીશ

  અમે ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ તેમજ વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેર તથા યુવા અભિનેતા નિખિલ સિદ્ધાર્થ સાથે ખાસ વાતચીત કરી હતી.

  - Advertisement -

  તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘ગ્લોબલ સ્ટાર’ તરીકે ઓળખાતા રામ ચરણ નવી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. એક પ્રોડ્યુસર તરીકેની આ તેમની પ્રથમ ફિલ્મ હશે, જેના માટે તેમણે ‘The Kashmir Files’ અને ‘કાર્તિકેય 2’ના નિર્માતા અભિષેક અગ્રવાલ સાથે મળીને હાથ મિલાવ્યા છે. આ ફિલ્મની ઘોષણા વીર વિનાયક દામોદર સાવરકરની જયંતીના દિવસે જ કરવામાં આવી હતી. The India House ફિલ્મમાં અનુપમ ખેર અને નિખિલ સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  અમે ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ તેમજ વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેર તથા યુવા અભિનેતા નિખિલ સિદ્ધાર્થ સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે જણાવ્યું હતું કે The India House ફિલ્મ તેમના માટે ખૂબ વિશેષ ફિલ્મ છે. જેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આ ફિલ્મ ભારતના એવા ક્રાંતિકારીઓની વાર્તાઓ લઈને આવી રહી છે જેમને વિસરાવી દેવામાં આવ્યા છે. આ એવા સ્વતંત્રતા સેનાનીઓ છે, જેઓ વિદેશમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી રહ્યા હતા, ખાસ લંડનથી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યા હતા.

  ‘The India House’: પોતાની અગામી ફિલ્મ વિશે અભિષેક અગ્રવાલે આપી જાણકારી

  અભિષેકે જણાવ્યું કે આ ફિલ્મનું નામ ‘India House’ના નામ પર છે, જે તે સમયે લંડનમાં ભારતીય ક્રાંતિકારીઓની ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાંથી જ ‘The Indian Sociologist’નામનું એક છાપું પણ સંચાલિત થતું હતું. અભિષેક અગ્રવાલે જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માની વિચારધારા પર ચાલતા વીર સાવરકરે ‘ઇન્ડિયા હાઉસ’ના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અભિષેકે આ વાતચીત દરમિયાન અન્ય વિસરાવી દેવામાં આવેલા ક્રાંતિકારીઓની પણ વાત કરી.

  - Advertisement -

  તેમણે આ વાતચીતમાં મદનલાલ ઢીંગરા અને VVS અય્યરનું નામ પણ લીધું. નોંધનીય છે કે મદનલાલ ઢીંગરાએ અંગ્રેજોના સૈન્ય અધિકારી વિલિયમ કર્ઝનનો વધ કર્યો હતો. તેમને અંગ્રેજોએ યુવાન ઉમરમાં જ ફાંસી આપી દીધી હતી અને તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર પણ નહોતો થવા દીધો. આવી જ રીતે તમિલનાડુના તિરુચિરપલ્લીમાં જન્મેલા VVS ઐયર પણ અંગ્રેજોના વોન્ટેડ લિસ્ટમાં હતા. તેઓ મહર્ષ સુદ્ધાનંદ ભારતીના અનન્ય મિત્ર પણ હતા.

  ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલે આગળ જણાવ્યું કે દેશ માટે ખુબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે આવી વિભૂતિઓને ભુલાવી દેવામાં આવી. તેમણે કહ્યું કે ‘The India House’ ફિલ્મમાં એક કાલ્પનિક પ્રેમ કહાણી પણ જોવા મળશે, જેને ભારતીય ક્રાંતિકારીઓની કહાણી વચ્ચે સેટ કરવામાં આવી છે અને લોકો આ ફિલ્મ જુએ તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અભિષેક અગ્રવાલે આગળ કહ્યું કે વીર સાવરકરની 140મી જયંતી પર ફિલ્મની ઘોષણા કરતાં તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

  હાલ ‘માસ મહારાજા’ રવિ તેજા અભિનીત ‘ટાઈગર નાગેશ્વર રાવ’ના પ્રમોશનમાં વ્યસ્ત અભિષેક અગ્રવાલે કહ્યું કે તેઓ હંમેશા પોતાની ધરતીની કહાણીઓ માટે આગળ આવતા રહેશે જેમને ભૂલાવી દેવામાં આવી છે. તેમનું કહેવું છે કે ભારતની યુવા પેઢીને આ બધા વિશે માહિતી મળે તેના માટે આ જરૂરી છે. ‘India House’ની સ્થાપના અંગ્રેજોએ વિદ્યાર્થી હોસ્ટેલના રૂપે કરી હતી. બાદમાં ‘ઇન્ડિયા હોમરૂલ સોસાયટી’ સહિત અનેક સંસ્થાઓએ અહીં પોતાનું વડુમથક સ્થાપ્યું હતું.

  ભારત માતાના મહાન પુત્ર હતા વીર સાવરકર: અનુપમ ખેર

  The India House ફિલ્મમાં શ્યામજી કૃષ્ણ વર્માનું પાત્ર ભજવી રહેલા અનુપમ ખેરે પણ ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી. તેઓ અભિષેક અગ્રવાલની પાછલી ફિલ્મો ‘The Kashmir Files’ અને ‘કાર્તિકેય 2’નો પણ ભાગ રહી ચૂક્યા છે. અભિષેક અગ્રવાલની અગામી ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’માં પણ અનુપમ ખેર એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. 68 વર્ષીય અનુપમ ખેર વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘સારાંશ’થી ચર્ચામાં આવ્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી 535થી પણ વધુ ફિલ્મોમાં અનેક પ્રકારના પાત્રો ભજવી ચૂક્યા છે.

  The India House ફિલ્મ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ સરસ છે. આ એક મોટો પ્રોજેક્ટ છે. વીર સાવરકર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેમણે સાવરકર વિશે જેટલું વાંચ્યું છે, તેનાથી એટલી જાણ તો થાય જ છે કે તેઓ ભારતના સહુથી બહાદુર અને મહાન પુત્રોમાંના એક હતા. ખેરે જણાવ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરનું યોગદાન બાકીના સ્વતંત્રતા સેનાનીઓ કરતાં જરા પણ ઓછું નથી. અનુપમ ખેરે તે પણ યાદ કર્યું કે કેવી રીતે વીર સાવરકરે કાળાપાણીની સજા કાપી હતી.

  ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ (CBFC)ના અધ્યક્ષ, ભારતીય ફિલ્મ એવા ટેલીવિઝન સંસ્થાન (FTII)ના ચેયર પર્સન અને રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD)ના ચેયરમેન રહી ચૂકેલા અનુપમ ખેરે જણાવ્યું કે ‘The India House’ એક ખૂબ જ સરસ સ્ક્રિપ્ટ છે, જે એ જ ઉમદા વિષય પર આધારિત છે. તેમણે જણાવ્યું કે વીર સાવરકર ભલે એક આખા વર્ગને પસંદ ન હોય, પરંતુ સાચી ઘટનાઓ લોકો સમક્ષ આવવી જ જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે ફિલ્મમાં તેમનું પાત્ર બહુ સરસ છે.

  The India House ફિલ્મ વિશે મુખ્ય અભિનેતા નિખિલ સિદ્ધાર્થે પણ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી

  ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા નિખિલ સિદ્ધાર્થ સાથે પણ The India House ફિલ્મ વિશે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ એક મહાકાવ્ય માફક જ પ્રેમ ગાથા છે. જેનો વ્યાપ અને વિસ્તાર ખૂબ વિશાળ છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે મુજબ ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ The India House ફિલ્મ વીર સાવરકરની બાયોપિક નથી.

  નિખિલ સિદ્ધાર્થે જણાવ્યું કે ફિલ્મ વિદેશમાં કામ કરતા એવા ક્રાંતિકારીઓ વિશે છે, જેમને લંડન સ્થિત વિદ્યાર્થીઓના છાત્રાલય ‘ઇન્ડિયા હાઉસ’ને પોતાનો ગઢ બનાવ્યો હતો. ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ ગ્રામીણ ભારતના એક નાવિકના રૂપે પડદા પર દેખાશે. તેમણે જણાવ્યું કે ફિલ્મના આ પાત્રને નિર્દેશક રામ વામસી દ્વારા ખૂબ જ સરસ રીતે લખવામાં આવ્યું છે. નિખિલ સિદ્ધાર્થની અગામી ફિલ્મ ‘SPY’ પણ ખૂબ જલ્દી સિનેમાઘરોમાં આવી રહી છે, જેનું ટીઝર ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સામે જાહેર કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં