Friday, April 26, 2024
More
    હોમપેજસંપાદકની પસંદનડિયાદમાં યાકુબે કરેલી પશુ તસ્કરીના તાર અમદાવાદ સુધી લંબાયા, દાણીલીમડાના શફીક અને...

    નડિયાદમાં યાકુબે કરેલી પશુ તસ્કરીના તાર અમદાવાદ સુધી લંબાયા, દાણીલીમડાના શફીક અને સમીર સૈયદની શોધ ચાલુ

    ખેડામાં પશુ તસ્કરી જોરમાં ચાલી રહી હોવાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કેટલાક વ્યક્તિઓને તેણે ઝડપી પાડ્યા છે.

    - Advertisement -

    ખેડા જિલ્લામાં બેરોકટોક પશુઓનો વેપલો તથા કતલખાને લઈ જવામાં આવતાં હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે. લોકસભાના સભ્ય મેનકા ગાંધીએ ખેડા જિલ્લામા પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી થઇ રહી હોવાનુ અને તે અંગે કાર્યવાહી કરવા ખેડા જિલ્લા પોલીસ વડાનુ ધ્યાન દોર્યું હતું. જેથી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સમગ્ર મામલે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને તાકીદે જણાવતાં પોલીસે આ નડિયાદમાં પશુ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે.

    મહેમદાવાદના સુંઢા વણસોલ ગામ નજીક એક્સપ્રેસ હાઈવે રોડ પરથી ખેડા એલ.સી.બી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરેલી એક ટ્રકમાં 13 ભેંસ અને એક પાડાને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જતા ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડયા છે. પુછપરછમા નડિયાદના ઈસમે આ પશુઓ ભરી આપ્યા હોવાની કબૂલાત પકડાયેલા ડ્રાઈવર અને કલીનરએ પોલીસ સમક્ષ કરી હતી. બાદમા પોલીસે નડિયાદ બારકોશીયા રોડ પર આવેલ યાકુબ ડેરીમાંથી ડેરી માલિક યાકુબ ગરબડની ધરપકડ કરી હતી.

    જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ મળેલ અરજીના આધારે આ સમગ્ર મામલે ખેડા એલસીબી પોલીસને સૂચના આપી હતી. જેથી રવિવારની રાત્રીએ LCB પોલીસની ટીમે નડિયાદ ડાકોર રોડ પર પેટ્રોલિંગમા હતાં. ત્યારે બાતમી મળી હતી કે નડિયાદના યાકુબ ગરબડ નડિયાદ બારકોશીયા રોડ ઉપર આવેલ તેની યાકૂબ ડેરી ફાર્મમાથી ટ્રક નંબર (GJ-02-ZZ-7882)માં ગેરકાયદેસર રીતે ભેંસો તથા પાડાઓ ભરાવી આપ્યા છે અને આ ટ્રક અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે રોડ ઉપરથી અમદાવાદ જનાર છે તેવી જાણ થતાં પોલીસે નડિયાદ નજીક એકસપ્રેસ હાઇવે રોડ ઉપર અમદાવાદ જવાના નાકા ઉપર વોચમાં ગોઠવાઈ હતી.

    - Advertisement -
    યાકુબ અને એના અન્ય સગીરતો પોલીસને જબ્બે (ફોટો : દિવ્ય ભાસ્કર)

    ઉપરોક્ત બાતમી વાળી ટ્રક આવતા પોલીસે આ ટ્રક ને અટકાવવા પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રક ચાલકે પોતાનું વાહન અમદાવાદ તરફ ભગાડી મૂકતા પોલીસે આ ટ્રકનો પીછો કર્યો હતો. પોલીસે મેહમદાવાદના સૂંઢા વણસોલ ગામની સીમમાંથી ટ્રકને આંતરી અટકાવી હતી. બાદમા પોલીસે ટ્રકની તલાશી હાથ ધરતાં ટ્રકના પાછળના ભાગે ટૂંકા દોરડાથી કસોકસ ક્રૂરતાપૂર્વક બાંધેલ કતલખાને લઇ જવાતા 13 ભેંસ અને એક પાડો મળી આવ્યા હતાં.

    પોલીસે ટ્રક ચાલક ઇશાક કૈયુમ દઉવા (રહે.રવીયાણા, મુમનવાસ તા. જી.પાટણ) અને મોહંમદ આમીન મલપરા (રહે.વદાણી જાખા, સરકારી ડેરીની બાજુમા તા.જી-પાટણ)ની અટકાયત કરી હતી. પોલીસે 13 ભેંસ તેમજ એક પાડો ટ્રક તથા 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 12,22,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    કસાઇઓના હાથેથી છોડવાયેલ પશુઓ (ફોટો : દિવ્ય ભાસ્કર)

    પોલીસની સઘન પૂછપરછમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. ટ્રકમાં આ પશુઓ નડિયાદ બારકોશીયા રોડ પર આવેલ યાકુબ ડેરીમાંથી માલિક યાકુબ સુલેમાન ગરબડ (રહે નડિયાદ બારકોશીયા રોડ આમિર પાર્ક સોસાયટી) એ ભરી આપ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે ત્યાં પહોંચી જઇ યાકુબ ગરબડને ઝડપી લીધો હતો. વધુમાં પોલીસે ડેરી સંચાલક યાકુબ ગરબડની હાથ ધરેલી પૂછપરછમાં તેણે આ 13 ભેંસ અને 1 પાડો અમદાવાદ દાણીલીમડા ઢોરવાડા પાસે રહેતા કસાઈઓ સફિક સૈયદ અને સમીર ઉફેઁ મશીનમેન સૈયદ પોતાના ડેરી ફાર્મ ખાતે ઉતારી ગયા હતા બાદ બંને બે દિવસ પહેલા સાંજના ડેરી ફાર્મ ખાતે આવી આ તમામ પશુઓ ટ્રકમાં ભરી આપ્યા હતા તેવી કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. અને ઉપરોક્ત પશુઓ પાટણ મૂકામે લઈ જવાતાં હોવાનું જણાવ્યું હતું.

    દાણીલીમડામાં કોઈ ગુનાના તાર સંકળાવવા એ કોઈ નવી વાત નથી.

    ખેડા એલ.સી.બી પોલીસે આ સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસ મથકથી ગુનો નોંધાવી વોન્ટેડ આરોપી એવા કસાઈઓ સફીક સૈયદ અને સમીર ઉફેઁ મશીનમેન સૈયદ બંને (રહે.અમદાવાદ દાણીલીમડા, ઢોરવાડા) ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે તમામ ઇસમો સામે પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    આમ પોલીસ અનુસાર આ સમગ્ર નડિયાદમાં પશુ તસ્કરી રેકેટના મુખ્ય સૂત્રધાર અમદાવાદનાં દાણીલીમડાના કસાઇઓ સફીક સૈયદ તથા સમીર ઉર્ફે મશીનમેન સૈયદ છે.

    આ એ જ દાણીલીમડા વિસ્તાર છે પહેલા પણ કેટલાય વોંટેડ ગુનેગારો પકડાયા છે. અમદાવાદનાં સિરિયલ બ્લાસ્ટનો એક આરોપી દાણીલીમડાથી જ ઝડપાયો હતો. દાણીલીમડાના જ ચંડોળા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી મુસલમાનો ગેરકાયદેસર રીતે રહે છે જેમાથી કેટલાક ક્યારેક પકડાય પણ છે.

    અને એ દાણીલીમડાનો શાહઆલમ વિસ્તાર જ હતો કે જ્યાં CAA વિરુદ્ધના પ્રદર્શનના નામ પર પોલીસ પર પથ્થરમારા સાથે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 20થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

    આ ઘટનાના મુખ્ય આરોપીઓ સાથે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં