Wednesday, April 17, 2024
More
  હોમપેજક્રાઈમઅડધી રાત્રે કોટ-પેન્ટમાં આવ્યો ઝુબૈર, 9 કાર ભડકે બાળી: એક ઝૂંપડી અને...

  અડધી રાત્રે કોટ-પેન્ટમાં આવ્યો ઝુબૈર, 9 કાર ભડકે બાળી: એક ઝૂંપડી અને ચાની ટપરી પણ સળગાવી, રિપોર્ટમાં દાવો- ભગવા ઝંડાવાળાં ઘરો હતાં ટાર્ગેટ

  કોલોનીમાં રહેતા પ્રદીપ, અજીત અને અતુલના ઘરે ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તેમની કાર સળગાવી દેવામાં આવી હતી. પરંતુ જે વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાવ્યો ન હતો તે ઘરની કાર સલામત છે. ચા અને બિસ્કિટ વેચતા દિવ્યાંગ વ્યક્તિની ટપરીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આગ્રામાં સ્થિત એક કોલોનીમાં કોટ-પેન્ટ પહેરીને આવેલા ઝુબૈર નામના યુવકે 14 અલગ-અલગ જગ્યાઓ પર 9 કારોને આગ લગાવી દીધી હતી. આટલું જ નહીં પરંતુ દલિત પરિવારની એક ઝૂંપડી અને દિવ્યાંગ વ્યક્તિની એક ચાની ટપરીને પણ સળગાવી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભગવા ધ્વજ લગાવેલાં ઘરોની બહાર રાખવામાં આવેલી કારોને જ આરોપીએ ટાર્ગેટ કરી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત મુરલી વિહાર કોલોનીમાં 22-23 ફેબ્રુઆરી, 2024ના રોજ અડધી રાત્રે ઝુબૈર નામના શખ્સે એક કોલોનીમાં લાઈટરથી 9 કારોને આગ લગાવી દીધી હતી. એ સિવાય તેણે એક ઝૂંપડી અને ચાની ટપરી પણ સળગાવી દીધી હતી. સળગાવવામાં આવેલી કારોના ટાયર ફાટવાથી ભારે વિસ્ફોટ થયા હતા. જેના લીધે કોલોનીમાં દૂર-દૂર સુધી રહેતા લોકો પણ ડરી ગયા હતા અને આખી કોલોનીમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. આ મામલે સ્થાનિકોએ પોલીસ અને ફાયરની ટીમ સાથે મળીને આગ પર કાબૂ મેળવી હતી. કોલોનીમાં રહેતા પ્રદીપ અગ્રવાલ, અતુલ દુબે, યોગેશ બઘેલ, બલવીર સિંઘ, પીસી ચતુર્વેદી, ચંદ્રકાંત ઉપ્રેતી, ગજેન્દ્ર સિંઘ, સુનીલ શર્મા અને અજીતની કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.

  ભગવા ધ્વજ લગાવેલા ઘરોને કરાયા ટાર્ગેટ

  કોલોનીમાં રહેતા પ્રદીપ, અજીત અને અતુલના ઘરે ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તેમની કાર સળગાવી દેવામાં આવી હતી. પરંતુ જે વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાવ્યો ન હતો તે ઘરની કાર સલામત છે. ચા અને બિસ્કિટ વેચતા દિવ્યાંગ વ્યક્તિની ટપરીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. એક સ્થાનિક ન્યૂઝ પોર્ટલ અનુસાર, કાર અને ટપરી સિવાય ઝુબૈરે રાજકુમાર અગ્રવાલના સ્ટ્રો સ્ટોલ, જયવીર સિંઘના ઘરની સામે રાખેલા લાકડા અને દલિત સમુદાયના એક વ્યક્તિની ઝૂંપડીને પણ આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ લોકોએ લાઈટર વડે આગ લગાવનાર ઝુબૈરને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.

  - Advertisement -

  પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ઝુબૈર મૂળ હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. ઘટના દરમિયાન તે નશામાં હતો. નશો ઉતર્યા બાદ તેણે પોલીસને ઘટના વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું કે, પાણીપતથી તેના મિત્ર અબ્દુલ રઉફને મળવા માટે નીકળ્યો હતો અને આ દરમિયાન તે ભટકી ગયો હતો. તેને કોલોનીમાં કોઈએ મદદ ના કરી તે ગુસ્સે થઈ ગયો અને વાહનો સહિત અનેક જગ્યાએ આગ ચાંપી દીધી હતી. ઝુબૈરની પત્નીએ પણ આ આ મામલે એવું કહ્યું કે, તે તેના મિત્રને મળવા માટે ખંડેરી વિસ્તારમાં ગયો હતો.

  IB, ATS અને LIUની ટીમો તપાસમાં જોતરાઈ

  આરોપી ઝુબૈરના મિત્ર અબ્દુલ રઉફે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ઝુબૈરે ટીપી નગરની એક દુકાન પર દારૂ પીધો હતો. પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ છે કે આરોપીએ દુકાન પર દારૂ પીધો હતો. આરોપ છે કે, ઝુબૈર વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. હાલમાં લોહામંડીના ACP કહ્યું છે કે, ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગ્રા પોલીસ આગ લગાડવા માટેનું સાચું કારણ શોધી રહી છે. આ તપાસમાં IB, ATS અને LIUની ટીમો પણ સામેલ છે. અત્યાર સુધી ઝુબૈરનો કોઈ જૂનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો નથી. સાથે આગચંપીમાં જે ગરીબ દિવ્યાંગની ટપરી સળગી ગઈ હતી, તેની આગ્રા પોલીસે આર્થિક મદદ કરી છે. પોલીસે પીડિતને ફરીથી ટપરી લગાવવા માટે 20 હજાર રૂપિયાનો સહયોગ કર્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં