Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમ'તેરે કો મસલા ક્યા હૈ? મેરે સે નિકાહ કર લે': સુરતમાં યુસુફખાન...

    ‘તેરે કો મસલા ક્યા હૈ? મેરે સે નિકાહ કર લે’: સુરતમાં યુસુફખાન હિંદુ યુવતી પર નિકાહ માટે કરી રહ્યો હતો દબાણ, બાથરૂમ સુધી કરતો હતો પીછો, ધરપકડ

    યુવતીની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના માતા પિતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને તે તેના ભાઈ-બહેન સાથે રહે છે. વારંવાર હેરાન કરતા અને નિકાહ કરવાના દબાણ આપતા યુસુફના ત્રાસથી યુવતીએ નોકરી પણ છોડી દીધી હતી.

    - Advertisement -

    હિંદુ યુવતીને માનસિક પ્રતાડના આપવા અને નિકાહ કરવાના દબાણ કરવા બદલ યુસુફખાન નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતમાં યુસુફખાન હિંદુ યુવતીને છેલ્લા 2-3 મહિનાથી પ્રેમ સબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો, યુવતી આરોપી સાથે જ નોકરી કરતી હતી. નોકરી બાદ પણ યુસુફ તેનો પીછો કરતો રહેતો હતો. યુસુફના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર પીડિત યુવતી સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહપોર વિસ્તારના સાંઈ બાબાના મંદિર પાસે ખાનગી ફર્મમાં નોકરી કરે છે. હોડી બંગલા વિસ્તાર ખાતે રહેતો યુસુફ જમાલ ખાન યુવતી સાથે જ નોકરી કરે છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર યુસુફ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધ રાખવા તેને હેરાન કરી રહ્યો હતો. યુવતીએ પોતે હિંદુ હોવાનું અને તેને યુસુફ પ્રત્યે કોઈ લાગણી નહીં હોવાનું કહીને આરોપીને હેરાન ન કરવા કહ્યું હતું. તે છતાં યુસુફ યુવતીને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો.

    બાથરૂમ સુધી પીછો કરતો

    સુરતની યુવતીની ફરિયાદ મુજબ લગભગ 15 દિવસ પહેલા પીડિતા નોકરી પર હાજર હતી અને બાથરૂમ જઈ રહી હતી તે સમયે યુસુફ તેની પાછળ પાછળ બાથરૂમ સુધી ગયો હતો. યુવતીને તેની જાણ થતા જ તેણે યુસુફને ધમકાવ્યો હતો, જે બાદ યુસુફે થોડા સમય માટે પીડીતાનો પીછો કરવાનું છોડી દીધું હતું.

    - Advertisement -

    જેના થોડા સમય બાદ યુસુફે ફરી પોતાની કરતૂતો શરુ કરી દીધી. જયારે પણ યુવતી નોકરી પર હાજર થતી ત્યારે યુસુફ તેના તરફ એકધારુ જોયા કરતો, યુવતી બેઠી હોય ત્યાં જઈને બેસી જતો. તે પીડિતાને પૂછતો રહેતો કે “ક્યા મસલા હૈ, બોલતી કયું નહી”, જે બાદ ફરી યુવતીએ પ્રતિકાર કરતા યુસુફ ત્યાંથી જતો રહ્યો હતો.

    નિકાહ કરવાના દબાણ બાદ યુવતીએ નોકરી છોડી દીધી

    યુવતીની ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના માતા પિતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને તે તેના ભાઈ-બહેન સાથે રહે છે. વારંવાર હેરાન કરતા અને નિકાહ કરવાના દબાણ આપતા યુસુફના ત્રાસથી યુવતીએ નોકરી પણ છોડી દીધી હતી. તેવામાં ગત 29 મેના રોજ સાંજે યુસુફે પીડિતાના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો.

    તેણે પીડિતાને ફોનમાં જણાવ્યું હતું કે, “તેરે કો પ્રોબ્લમ ક્યા હૈ, તું હા કયું નહીં કરતી? મેરે સે બાત કયું નહીં કરતી હૈ?” યુવતીએ આ સાંભળીને ફોન કાપી નાંખ્યો, જે બાદ ૩૦ મેના રોજ ફરી યુસુફે પીડિતાને ફોન કર્યો. આ વખતે પીડિતાએ યુસુફને પૂછ્યું કે તે શા માટે તેને ફોન કરીને હેરાન કરી રહ્યો છે, જેના જવાબમાં યુસીફે કહ્યું હતું કે, “તું મુજે પસંદ હૈ, તું નોકરી પે કયું નહીં આયી, તું મેરે સે નિકાહ કરને હા કયું નહીં કરતી? તું જબ તક હા નહીં કહેગી તબ તક હમારે મે નિકાહ કબુલ નહીં હોતા.” આરોપીની આ વાતથી ડરીને પીડિતાએ ફોન કાપી નાંખ્યો અને આખી ઘટના તેના ભાઈ બહેનને જાણવી હતી.

    પીડિતાના પરિવારને ઘટનાની જાણ થતા જ તેમણે તેમના સમાજના અગ્રણીઓને આ આખી ઘટનાની માહિતી આપી હતી. જે બાદ સમાજના અગ્રણીઓ અને પરિવારે યુવતીને હિંમત આપતા યુવતીએ આરોપી યુસુફ જમાલ ખાન વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    સુરતમાં યુસુફખાન દ્વારા હિંદુ યુવતીને માનસિક પ્રતાડના આપવાની ઘટનામાં પોલીસે યુવતીની ફરિયાદને ધ્યાને લઈ યુસુફ વિરુદ્ધ ઈ.પી.કો 354 ડી અંતર્ગત ગુનો નોંધી FIR નોંધી છે, તો બીજી તરફ આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં