Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'આ ગાય છે, આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ': ગાંધીધામની GD ગોયન્કા...

    ‘આ ગાય છે, આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ’: ગાંધીધામની GD ગોયન્કા સ્કૂલે કુમળા બાળકોમાં રોપ્યું ઝેર, હિંદુઓ દ્વારા વિરોધ કરાતા માંગી માફી

    સ્કૂલ દ્વારા ગાયના એક ફોટા સાથે એવું લખવામાં આવ્યું હતું કે, "આ એક ગાય છે. તે કાળી અને સફેદ છે. તે કહે છે Mooo. તેને ઘાસ ખાવું ગમે છે. આપણને તેનું દૂધ પીવું ખૂબ ગમે છે. આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ."

    - Advertisement -

    કચ્છના ગાંધીધામની GD ગોયન્કા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિવાદમાં ઘેરાઈ છે. સ્કૂલ તરફથી બાળકોને આપવામાં આવતા અભ્યાસના મટિરિયલમાં હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જેને લઈને હિંદુ સમાજે વિરોધ કર્યો હતો. સ્કૂલ તરફથી બાળકોને એક સ્ટડી મટિરિયલ આપવામાં આવ્યું હતું. જેમાં ગાય વિશે કેટલીક વિવાદાસ્પદ અને વાંધાનજક જાણકારી આપવામાં આવી હતી. સ્કૂલે આપેલા સ્ટડી મટિરિયલમાં એક વાક્ય એવું લખ્યું હતું કે, ‘આપણે તેનું (ગાયનું) માંસ ખાઈ શકીએ છીએ.’ જેને લઈને આખો વિવાદ વકર્યો હતો અને સ્કૂલ પ્રશાસને માફી માંગી હતી.

    સમગ્ર ઘટના કચ્છના ગાંધીગામની GD ગોયન્કા પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બનવા પામી હતી. સ્કૂલ પ્રશાસને કુમળા બાળકોના મનમાં ઝહેર રોપવાનું કામ કર્યું છે. ગાંધીધામની પ્રાઇવેટ સ્કૂલે બાળકોને આપેલા સ્ટડી મટિરિયલમાં ગાય વિશે વિવાદાસ્પદ જાણકારી આપવામાં આવી હતી. ગાયના એક ફોટા સાથે એવું લખવામાં આવ્યું હતું કે, “આ એક ગાય છે. તે કાળી અને સફેદ છે. તે કહે છે Mooo. તેને ઘાસ ખાવું ગમે છે. આપણને તેનું દૂધ પીવું ખૂબ ગમે છે. આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ. તેના માથા પર બે શિંગડા હોય છે અને તે ખેતરમાં રહેવું પસંદ કરે છે.”

    શાળામાં વપરાતું મટિરિયલ

    આવી વાંધાજનક સામગ્રી બાળકોને પીરસવામાં આવી રહી હતી. જેથી કુમળા બાળકો પણ ગેરમાર્ગે દોરાઈ શકે છે. જેને લઈને હિંદુ સમાજમાં રોષ વ્યાપ્યો હતો અને સ્કૂલ તરફથી કરવામાં આવેલી આવી હરકતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોઈપણ માતા-પિતા પોતાના બાળકને સ્કૂલમાં સારા સંસ્કાર અને યોગ્ય આચરણ શીખવવા માટે મોકલતા હોય છે. તેવામાં પ્રાઇવેટનું સ્કૂલનું આ કારસ્તાન કુમળા બાળકોમાં ઝેર રોપવાનું કામ કરે છે. જે મામલે હિંદુઓને સખત વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    હિંદુ સમાજના લોકોએ ભારે વિરોધ કરતાં સ્કૂલ પ્રશાસન તરફથી માફી માંગવામાં આવી છે. ઑપઇન્ડિયાએ સ્કૂલનો સંપર્ક કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહોતો. સ્કૂલ તરફથી પત્ર જારીને કરીને હિંદુ સમાજના લોકોની માફી માંગવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેમનો એવો કોઈ અર્થ નહોતો. તેઓ સનાતન ધર્મનું અપમાન કરવા માંગતા નહોતા. સાથે તેમણે એવું કહ્યું કે, તે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી Pinterest પરથી લેવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં