છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પરિવારના કેટલાક લોકો એક મકાનમાં જઈ બુરખો પહેરેલી યુવતીનું રેસ્ક્યુ કરી રહ્યા છે. વાસ્તવમાં આ વિડીયો મહારાષ્ટ્રના પુનાથી ગાયબ થયેલી 16 વર્ષની હિંદુ સગીરાનું તાજેતરમાં મંછરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું તે સમયનો છે. વર્ષ 2019માં પીડિતા 10મું ધોરણ પાસ કરીને SSC પરીક્ષા આપવા ગઈ હતી, તે સમયે જાવેદ શેખ નામના એક 22 વર્ષના યુવકે તેનું અપહરણ કરી લીધું હતું. પોલીસે જાવેદની ધરપકડ કરી લીધી છે, તેના પર IPCની ધારા 363, 376, 324, 344 ઉપરાંત પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. જાવેદના કબજામાંથી છૂટ્યા બાદ હજુ પણ ડઘાયેલી છે, તે છેલ્લા 4 વર્ષમાં તેના પર વિતાવવામાં આવેલી યાતનાઓ ભૂલી નથી શકી.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર વર્ષ 2019માં પીડિતા ગાયબ થઇ ગઈ હતી, જે બાદ તેના પરિવારે તેને શોધવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેની કોઈ જ ભાળ મળી ન હતી. થોડા સમય પહેલાં પીડિતાના પરિવારને જાવેદ અને તેના ઘર વિશે માહિતી મળી તો તેમને પોતાની પુત્રી સુધી પહોંચવા આશાનું એક કિરણ દેખાયું. તેવામાં પૂછપરછ કરતા-કરતા તેઓ જાવેદના ઘરે પહોંચ્યા તો તેમને પડોશીઓ દ્વારા ખબર મળી કે અહીં એક યુવતી રહે છે જે ક્યારેય ઘરની બહાર નીકળતી નથી.
महाराष्ट्र के पुणे में एक हिंदू लड़की 2019 से लापता थी। लड़की तब 10वीं क्लास में थी और सिर्फ 16 साल की। वह अपनी अंतिम एसएससी परीक्षा से लौट रही थी जब एक 'अज्ञात व्यक्ति' द्वारा उसका अपहरण कर लिया गया था, साल बीत गए और लड़की के परिवार के लगातार गुहार लगाने के बावजूद पुलिस लड़की को… pic.twitter.com/ygiorNCiTs
— Ach. Ankur Arya Official (@AchAnkurArya) June 2, 2023
પરિવારે હિંમત કરીને જાવેદના ઘરમાં ઘૂસીને જોયું તો તેમની દીકરી બુરખો પહેરીને રૂમના એક ખૂણામાં ડઘાયેલી-ડરેલી ઉભી હતી. તેણે ઘરમાં આવેલા વ્યક્તિઓને જોઇને એવી રીતે પ્રતિક્રિયા આપી જાણે વર્ષોથી તે આ કેદખાનામાં એકલી હોય અને કોઈને મળી ન હોય. આ રેસ્ક્યુના વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકી એકદમ ચૂપચાપ ઉભી છે. તેને લાગી રહ્યું છે કે તેને કોઈ મારવા આવ્યું છે. જોકે લોકો તેને સમજાવી રહ્યા છે કે કોઈ તેને કશું નહીં કરે અને તે તેમનાથી ગભરાય નહીં. આ દરમિયાન વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પીડિતાના માથેથી બુરખો ઉતારીને ફેંકી દે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે.
આ વિડીયોને ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવશે કે યુવતીની હાલત ખૂબ દયનીય છે અને તે કશું બોલવા સક્ષમ નથી. જોકે આ રેસ્ક્યુ બાદ તેણે પોતાની આપવીતી જણાવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે જાવેદ શેખે તેનું અપહરણ કરીને માત્ર નિકાહ જ નહોતા કર્યા, પરંતુ તેના પર એટલી બધી વાર બળાત્કાર કરવામાં આવ્યો હતો કે તે આઘાતમાં સરી પડી હતી. જાવેદે તેનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું, તેના આખા શરીરે સિગારેટના ડામ પણ આપ્યા હતા. આટલું જ નહીં, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેવો પણ દાવો કરી રહ્યા છે કે 6 મહિના સુધી પીડિતા પાસે વેશ્યાવૃત્તિ પણ કરાવવામાં આવી હતી.
ભાજપ નેતાએ ઉઠાવ્યો અવાજ
ભાજપ નેતા ગોપીચંદ પાડલકરે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે પીડિતાના પરિવારને ‘ધ કેરલા સ્ટોરી‘ ફિલ્મ જોઇને તે અહેસાસ થયો હતો કે તેમની દીકરી સાથે વાસ્તવમાં શું થયું છે. કેટલાક અહેવાલોમાં તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અપહરણ વખતે સગીર વયની પીડિતાને જાવેદની બહેન પોતાની સાથે લઈ ગઈ હતી, જે બાદ તે ક્યારેય પરત નહોતી ફરી.પરિવારના તમામ પ્રયત્નો નિષ્ફ્ળ રહ્યા, પરંતુ તાજેતરમાં જયારે તેમણે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈ ત્યારે ફરી પરિવારે પોતાના સમુદાયની મદદ માંગી અને 16 મેના રોજ પીડિતાનું રેસ્ક્યુ કરી શકાયું.
હિંદુ સગીરાનું મંછરથી રેસ્ક્યુ થયા બાદ ભાજપ નેતાએ આરોપી યુવકનો ફોન તપાસવાની પણ માંગ કરી હતી. તેમના અનુસાર જાવેદના ફોનમાં અન્ય હિંદુ યુવતીઓના પણ ફોટા હતા. તો બીજી તરફ પીડિતાના ભાઈએ જણાવ્યું કે, “નિકાહ બાદ તેને બુરખો પહેરવા માટે મજબુર કરવામાં આવી હતી અને નમાજ પઢવા પણ દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, તેને મટન પણ ખવડાવવામાં આવ્યું, જયારે તેણે આ બધાનો વિરોધ કર્યો ત્યારે તેને પરેશાન કરવામાં આવી હતી.”