Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાતવટવાના બીબીતળાવ પાસે 9 વર્ષની દીકરીને સાવકો અબ્બુ લઇ ગયો બીજા રૂમમાં...

    વટવાના બીબીતળાવ પાસે 9 વર્ષની દીકરીને સાવકો અબ્બુ લઇ ગયો બીજા રૂમમાં અને કર્યું શારીરિક શોષણ: અમ્મીએ ફરિયાદ નોંધાવતા થઈ ધરપકડ

    હાલ વટવા પોલીસે મુસ્લિમ મહિલાની ફરિયાદના આધારે POCSO અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તાજી જાણકારી મુજબ બીબીતળાવ વિસ્તારમાંથી આરોપી અબ્બુની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    અમદાવાદના વટવા ખાતે બીબીતળાવ વિસ્તારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે દીકરી અને પિતાના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. જેમાં એક મુસ્લિમ અબ્બુએ પોતાની 9 વર્ષની સાવકી દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અન્ય કોઈ નહીં પણ બાળકીની અમ્મીએ જ નોંધાવી છે. જે બાદ આરોપી અબ્બાની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર આ ઘટના વટવા વિસ્તારના બીબીતળાવ પાસેની છે. આ વિસ્તાર મુસ્લિમબહુલ છે. અહીં 2 દિવસ અગાઉ એક મુસ્લિમ પરિવારના આ રાક્ષસી અબ્બુના મગજમાં વાસનાનો કીડો સળવળતા તે તેની 9 વર્ષની સાવકી દીકરીને બીજા રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં તે કૂમળી દીકરી સાથે શારીરિક અડપલાં કરવા માંડ્યો હતો. જ્યારે બાળકીએ આ તમામ હકીકત પોતાની અમ્મીને જણાવી તો જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તુરંત જ વટવા પોલીસ સ્ટેશન પહોચીને પોતાના શોહર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    પીડિત બાળકીની અમ્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 2020માં તેના નિકાહ આ વ્યક્તિ સાથે થયા હતા. ત્યારથી તે તેની સાથે રહેલી હતી. તેને તેના પહેલા શોહરથી એક બાળકી હતી, જે નિકાહ સમયે 7 વર્ષની હતી. તેનો આ નવો શોહર વટવા વિસ્તારમાં જ નાનું કારખાનું ચલાવે છે અને નિકાહ બાદ તે તેની સાથે જ રહે છે.

    - Advertisement -

    તેણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેની દીકરીએ તેના અબ્બુએ તેની સાથે શું કર્યું એ તેને જણાવ્યું, ત્યારે તે ડઘાઈ ગઈ હતી. પહેલા તેણે આ બાબતે પોતાના શોહરને ઠપકો આપ્યો તો, તેના શોહરે તેને ધાકધમકી આપી હતી. જે બાદ તેણે ફરિયાદ નોંધાવાનો નિર્ણય લીધો હતો.

    હાલ વટવા પોલીસે મુસ્લિમ મહિલાની ફરિયાદના આધારે POCSO અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તાજી જાણકારી મુજબ બીબીતળાવ વિસ્તારમાંથી આરોપી અબ્બુની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં