Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા: મુસ્લિમ યુવતી સાથે નિકાહ તૂટતાં ઇકબાલમિયાંએ ફેક આઇડી બનાવી ભગવાન શ્રીરામ...

    વડોદરા: મુસ્લિમ યુવતી સાથે નિકાહ તૂટતાં ઇકબાલમિયાંએ ફેક આઇડી બનાવી ભગવાન શ્રીરામ પર લખ્યા અપશબ્દો; શિનોર પોલીસે કરી ધરપકડ

    શિનોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહીડાએ જણાવ્યું હતું કે આરોપી ઇકબાલમિયાં સાથે ફરીયાદી યુવકની પત્નીના નિકાહ નક્કી થયા હતા. અને બંને જણા સંપર્કમાં પણ હતા. બાદમાં યુવતીના નિકાહ અન્ય જગ્યાએ થઇ જતા વેર રાખીને ઇકબાલમિયાંએ આ ગુનો આચર્યો છે.

    - Advertisement -

    આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી થઇ રહ્યું છે, તેટલો જ તેનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે અને આવો જ એક કિસ્સો વડોદરા જિલ્લામાં સામે આવ્યો છે. વડોદરામાં મુસ્લિમ પ્રેમિકા સાથે નિકાહ ન થતા ઇકબાલમિયાંએ સોશિયલ મીડિયા પર યુવતીના નામના ફેક આઇડી બનાવી ભગવાન શ્રીરામ પર અપશબ્દો લખી ફોટા વાયરલ કર્યા હતા. કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ યુવતીના શૌહરના ધ્યાને આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતા જ શિનોર પોલીસે આરોપી ઇકબાલમિયાંની ધરપકડ કરી હતી.

    દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ફરીયાદી યુવક ડભોઈની કૉલેજમાં અભ્યાસ કરે છે. આ વર્ષે જ મે મહિનામાં તેના નિકાહ પેટલાદ ખાતે રહેતી યુવતી સાથે થયા હતા. ફરિયાદ મુજબ યુવકની એક બહેન આણંદ ખાતે રહે છે. તેવામાં ફરિયાદીની બહેને તેને જાણ કરી હતી કે સ્નેપચેટ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની અને તેની બહેનના નામે એકાઉન્ટ છે અને આ એકાઉન્ટ પરથી આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી રહી છે.

    યુવકની બહેને આ એકાઉન્ટના કેટલાક સ્ક્રિનશોટ પણ મોકલ્યા હતા. જેમાં હિંદુ આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના આપત્તિજનક ફોટા હતા, આ ફોટામાં આરોપીએ ભગવાન રામના હાથમાં સુવરની ઈમોજી મૂકી નીચે વાંધાજનક લખાણ લખ્યા હતા. સાથે જ યુવકની બહેનનો નંબર લખીને વાયરલ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપી ઇકબાલમિયાંએ સ્નેપચેટ સિવાય ઈન્સ્ટાગ્રામ પર પણ ફરિયાદીની પત્નીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.

    - Advertisement -

    પ્રેમિકા સાથે નિકાહ ન થતા કર્યું કારસ્તાન

    આ તમામ બાબતો ધ્યાન પર આવતા યુવકે વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વિશે વિગતે માહિતી આપતા શિનોર પોલીસ સ્ટેશનના PSI એઆર મહીડાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ફરિયાદી શિનોર તાલુકાના પુનિયાદ ગામનો રહેવાસી છે. આરોપીએ સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ફરીયાદીના પત્નીના નામે 3 ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. તેમાં સ્નેપચેટ પર આરોપીએ ભગવાન શ્રીરામના ફોટાનો ઉપયોગ કરીને આપત્તિજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આરોપીએ ફરીયાદીના બહેનનો અને પત્નીનો ફોટો પણ મુક્યો હતો. સાથે જ તેમાં ફરીયાદી યુવકની બહેનના નંબર જાહેર કરીને ‘જેની હિમ્મત હોય તે આ નંબર પર સંપર્ક કરે’ તેવું લખાણ મુકવામાં આવ્યું હતું.”

    વધુમાં મહીડાએ જણાવ્યું કે, “યુવકે ફરિયાદ દાખલ કરતા અમે ટેકનીકલ એનાલીસીસ કરીને સ્નેપચેટ તેમજ ઈન્સ્ટાગ્રામ પાસેથી માહિતી મેળવી હતી, જે બાદ અમને એક મેલ આઈડી મળ્યું હતું. મેલ આઈડીની તપાસ કરતા આરોપીનો નંબર પણ મળી ગયો. આ તપાસમાં આરોપી ખેડાના બાકરોલ ગામનો વતની ઇકબાલમિયાં મલેક હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક એક ટીમ રવાના કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી મળી આવેલા ફોનમાં આ તમામ ખોટા એકાઉન્ટ અને તેના પરથી કરવામાં આવેલી પોસ્ટ અને વાંધાજનક કન્ટેન્ટ પણ મળી આવ્યું. આરોપી ઇકબાલમિયાં સાથે ફરીયાદી યુવકની પત્નીના નિકાહ નક્કી થયા હતા અને બંને જણા સંપર્કમાં પણ હતા. બાદમાં યુવતીના નિકાહ અન્ય જગ્યાએ થઇ જતા વેર રાખીને ઇકબાલમિયાંએ આ ગુનો આચર્યો છે.”

    વડોદરામાં મુસ્લિમ પ્રેમિકા સાથે નિકાહ ન થતા ઇકબાલમિયાંએ ફેક આઇડી બનાવી ભગવાન શ્રીરામ પર અપશબ્દો લખવાની આ ઘટનામાં હાલ શિનોર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં