Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતમંદિરમાંથી વેરાઈ માતાની મૂર્તિ તોડી, તળાવ કિનારે દાટીને ફરાર: વડોદરાના કણભાની ઘટના,...

    મંદિરમાંથી વેરાઈ માતાની મૂર્તિ તોડી, તળાવ કિનારે દાટીને ફરાર: વડોદરાના કણભાની ઘટના, કરજણ-મિયાંગામ પોલીસે તપાસ આદરી

    બનાવની રાત્રે કોઈ ઇસમે ગામના તળાવની પાળે આવેલા વેરાઈ માતાજીની મૂર્તિ મંદિરમાંથી કાઢીને ખંડિત કરીને મંદિરની પાછળ દાટી દીધી હતી. બીજા દિવસે સવારે જયારે મંદિરના પૂજારી પૂજા કરવા આવ્યા ત્યારે માતાજીની મૂર્તિ તેના સ્થાને ન હતી.

    - Advertisement -

    વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કણભામાં હિંદુ દેવી વેરાઈ માતાની મૂર્તિ તોડીને દાટી દેવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્શો દ્વારા માતાજીના મંદિરનો દરવાજો ખોલી મૂર્તિ ઉખાડી નાખી હતી. પૂજારી જયારે આરતી કરવા આવ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ ન જોતા હોબાળો થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર આ ઘટના ગત રવિવારની (3 માર્ચ 2024) છે. ઘટનાના દિવસે ગામમાં એક હિંદુ અને એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. તેવામાં બનાવની રાત્રે કોઈ ઇસમે ગામના તળાવની પાળે આવેલા વેરાઈ માતાજીની મૂર્તિ મંદિરમાંથી કાઢીને ખંડિત કરીને મંદિરની પાછળ દાટી દીધી હતી. બીજા દિવસે સવારે જયારે મંદિરના પૂજારી પૂજા કરવા આવ્યા ત્યારે માતાજીની મૂર્તિ તેના સ્થાને ન હતી.

    માતાજીની મૂર્તિ ન જોતા પૂજારી ગભરાઈ ગયા હતા અને ગામના લોકોને જાણ કરી હતી. માતાજીની મૂર્તિ ગાયબ થવાની ખબર ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ અને આખા ગામના હિંદુઓ મંદિરે ભેગા થઈ ગયા. આ દરમિયાન ગામના હિંદુ સમાજે પોલીસને જાણ કરતા તાત્કાલિક કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઇને તાત્કાલિક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી મૂર્તિ શોધવાની કવાયત હાથ ધરી હતી.

    - Advertisement -

    આ દરમિયાન પોલીસને મંદિરના પાછળના ભાગે મૂર્તિ ખંડિત અને દટાયેલી હાલતમાં મળી આવી. ગ્રામ દેવીની મૂર્તિની આ દશા જોઇને ગામના હિંદુઓનું લોહી ઉકલી ઉઠ્યું હતું અને વહેલી તકે આરોપીને ઝડપી લેવા પોલીસને નિવેદન કર્યું હતું. બીજી તરફ ઘટના બાદ હિંદુ સંગઠનો પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા હિંદુ સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ માતાજીની ખંડિત મૂર્તિ સ્થાનિક કાર્યકર્તાના ઘરે મુકવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગામમાં માત્ર 30 ટકા જ હિંદુઓની વસ્તી છે.

    આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંગઠનો આ ઘટનાના મૂળ સુધી પહોંચીને ન્યાય મેળવીને રહેશે. બીજી તરફ ઑપઇન્ડિયાએ આ મામલે વધુ માહિતી લેવા વડોદરાના કરજણ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. ફરજ પર હાજર અધિકારીએ અમારી ટીમને જણાવ્યું હતું કે હજુ સુધી આરોપીનું કોઈ જ પગેરું નથી મળ્યું. પોલીસ જવાબદાર વ્યક્તિને પકડવા તમામ પ્રયત્નો કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં