Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતપોલેન્ડ રહેતા પતિ અને વડોદરા રહેતા સાસરિયાઓ પર ત્રાસ અને દહેજ માંગવાનો...

    પોલેન્ડ રહેતા પતિ અને વડોદરા રહેતા સાસરિયાઓ પર ત્રાસ અને દહેજ માંગવાનો કેસ કરનાર પરિણીતાની પોલ ખુલી!: મુસ્લિમ યુવક સાથે આડા સંબંધ હોવાનો દાવો કરતા પુરાવાઓ આવ્યા સામે

    નોંધનીય છે કે વર્તમાન સમયમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં પરિણીત મહિલાઓ સ્ત્રી તરફેણના કાયદાઓનો દુરુપયોગ કરી સાસરિયાઓ પર ખોટા કેસ કરતી હોય. આ પ્રકારના કિસ્સાઓમાં લાંબી કાયદાકીય પ્રક્રિયામાં સાસરી પક્ષને શારીરિક માનસિક અને નાણાંકીય નુકસાન ભોગવવા પડે છે. તેવામાં વડોદરાનો આ કિસ્સો પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

    - Advertisement -

    થોડા સમય અગાઉ વડોદરામાં એક પરિણીતાએ પોતાના સાસરિયાઓ અને પોલેન્ડ ખાતે રહેતા પતિ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાનાં આરોપ હતા કે તેના સાસરિયા અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત દહેજની માંગણી કરી રહ્યા છે. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. વડોદરાની પરિણીતાના દહેજ ઉપરાંત ત્રાસના કેસ કર્યા બાદ સાસરિયાઓએ તેના વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે આડા સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. જેના પુરાવારૂપે તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં મહિલાની ચેટના સ્ક્રીનશોટ પણ રજુ કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    ગુજરાત સમાચારે આપેલા અહેવાલ મુજબ મૂળ હાલોલની રહેવાસી યુવતીના લગ્ન આઠ મહિના પહેલા મૂળ વડોદરાના હરણી વિસ્તારના અને હાલ પોલેન્ડ રહેતા યુવક સાથે થયા હતા. આ દરમિયાન યુવતીએ હરણી પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડન અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ હવે યુવકના પરિવારજનોએ વારસિયા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે આડા સંબંધ રાખી ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ગુજરાત સમાચાર મુજબ યુવકના પિતાએ આ મામલે જણાવ્યું હતું કે, “અમે પુત્રવધૂ સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે અમારી પુત્રવધૂને એક મુસ્લિમ યુવક સાથે સંબંધ હતો. જેનો ભાંડો ફૂટતા તેણે લેખિતમાં માફી પણ માંગી હતી હતી, જે બાદ અમે તેને માફ કરી દીધી હતી. પણ માફી માંગ્ય બાદ પણ તેણે મુસ્લિમ યુવક સાથેના સંબંધો યથાવત રાખ્યા હતા, જેના પુરાવા પણ અમે તેના પિયરમાં આપ્યા હતા. તેમ છતાં સ્ત્રી તરફેણના કાયદાઓનો દુરુપયોગ કરી તેણે અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે.” આ દરમિયાન તેમણે તેમ પણ જણાવ્યું હતું કે પરિણીતાએ સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ યુવક સાથે કરેલી વાતચીતના સ્ક્રીનશોટ પુરાવા તરીકે પોલીસને સોંપ્યા છે.

    - Advertisement -

    દહેજ માંગીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો કર્યો હતો કેસ

    ઉલ્લેખનીય છે કે વડોદરાની પરિણીતાના મુસ્લિમ યુવક સાથે આડા સંબંધ હોવાના હોવાના ખુલાસા પહેલા તેણે તેના સાસરિયાઓ પર ત્રાસ અને દહેજ માંગવાનો કેસ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે તેના સાસરિયા તેની સાથે અવારનવાર ઝઘડો કરીને પૈસાની માંગણી કરતા હતા. મહિલાએ તેવો પણ દાવો કર્યો હતો કે તેના સાસુ-સસરા અને દિયર તેને નાની નાની વાતે ટોકીને ગાડીના હપ્તા ભરવા માટે પૈસાની માંગણી કરતા હતા. આ દરમિયાન તેના પતિએ પણ તેને સાથે ન રાખવાની વાત કરીને સાસરીયેથી કાઢી મૂકી હોવાની વાત પણ પરિણીતાએ ફરિયાદમાં ઉલ્લેખી હતી.

    નોંધનીય છે કે વર્તમાન સમયમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં પરિણીત મહિલાઓ સ્ત્રી તરફેણના કાયદાઓનો દુરુપયોગ કરી સાસરિયાઓ પર ખોટા કેસ કરતી હોય. આ પ્રકારના કિસ્સાઓમાં લાંબી કાયદાકીય પ્રક્રિયામાં સાસરી પક્ષને શારીરિક માનસિક અને નાણાંકીય નુકસાન ભોગવવા પડે છે. તેવામાં વડોદરાનો આ કિસ્સો પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં