વડોદરામાં ફતેગંજના સ્કુલવાન ડ્રાઈવર દ્વારા માત્ર 4 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીનું નામ સાદિક હોવાનું સામે આવ્યું છે. સાદિક ફતેગંજનો જ રહેવાસી છે અને જે.પી. રોડ પર આવેલી એક ખાનગી શાળામાં સ્કુલવાન ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આરોપ છે કે પોતાની ઇકો વાનમાં શાળાએ જતી 4 વર્ષની કેજીની વિદ્યાર્થીની ઉપર સાદિકે નજર બગડી હતી અને તે બાળકીના ગુપ્તાંગના ભાગે છેડછાડ કરતો હતો. હાલ બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં આવેલા જે.પી રોડ પર રહેતા પરિવારે પોતાની 4 વર્ષની બાળકીને વિસ્તારની ખાનગી શાળામાં કેજીમાં અભ્યાસ કરવા મૂકી હતી. બાળકીને લાવવા લઇ જવા માટે પરિવારે ફતેગંજમાં રહેતા સાદિક નામના મુસ્લિમ યુવકની ઇકો વાન બંધાવી હતી. ઇકો ચાલક સાદિક શરૂઆતમાં તો સવારે બાળકીને ઘરેથી સમયસર લઈ જતો અને બપોરે 12 વાગ્યે મૂકી જતો હતો, પણ બે દિવસમાં જ સાદિક નિયત સમય કરતા રોજ પાંચથી દસ મિનીટ મોડો બાળકીને મુકવા આવતો હતો. આ દરમિયાન બાળકીના કપડા પણ અસ્તવ્યસ્ત રહેતા હતા. જે જોઇને બાળકીની માતાને શંકા ગઈ હતી.
બાળકીની માતાને પોતાની પુત્રીના કપડા જોઈ કશું અજુગતું બનવાની ફાળ પડી હતી. જેને લઈને તેમણે ગત 15 જુન 2023ના રોજ બાળકીને આ વિશે પૂછ્યું હતું. જે બાદ બાળકીએ જે વાત જણાવી તેનાથી બાળકીની માતા ચોંકી ઉઠી હતી. બાળકીએ માતાને જણાવ્યું હતું કે સ્કુલવાનનો ડ્રાઈવર સાદિક તેની સાથે છેડછાડ કરતો હતો. તે બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કરી પોતાની હવસ સંતોષતો હોવાનું પણ બાળકીએ પોતાની માતાને જણાવ્યું હતું. પોતાની દીકરીએ કહેલી વાત સાંભળી દઘાયેલી પરિણીતાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કરીને આ વિશે જાણ કરી હતી.
પતિને જાણ કર્યા બાદ બાળકીની માતા તાત્કાલિક ધોરણે શાળાએ પહોંચી બાળકીના વર્ગ શિક્ષક અને આચાર્યને આ આખી ઘટના જણાવી હતી. પીડિત પરિવારની વાત સાંભળીને શાળાના શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા અને બાળકીની માતાને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જે બાદ બાળકીની માતાએ શહેરના જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં સ્કુલવાન ડ્રાઈવર સાદિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે વડોદરામાં ફતેગંજના સ્કુલવાન ડ્રાઈવર સાદિકે 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હોવાના મામલે પોલીસે તાત્કાલિક ધોરણે સાદિક વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ નોંધી તેની ધરપકડ કરી હતી. હાલ જે.પી. રોડ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી ધારાધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.