Tuesday, October 8, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરા: માતાજીના મંદિર પાસેથી મળી આવ્યાં હાડકાં અને ગૌમાંસ; સલીમ અને સાજિદ...

    વડોદરા: માતાજીના મંદિર પાસેથી મળી આવ્યાં હાડકાં અને ગૌમાંસ; સલીમ અને સાજિદ સામે ગુનો, એકની ધરપકડ

    વડોદરા પોલીસે આ મામલે ઘટનાસ્થળના CCTV ફૂટેજની ચકાસણી કરી હતી. જેમાં બે શખ્સો જોવા મળ્યા હતા. આ બંને આરોપીઓએ વહેલી સવારે હૂડ વગરની રિક્ષામાં આવી ગૌમાંસ અને હાડકાં ભરેલા થેલા નાખ્યા હોવાની માહિતી મળી હતી.

    - Advertisement -

    અબોલ જીવ પરના અત્યાચારો ગુજરાતમાં દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વડોદરા શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કલ્યાણનગરના કાળકા માતાજીના મંદિર પાસેથી ગૌમાંસ અને હાડકાં મળી આવ્યાં હતાં, જે મામલે સયાજીગંજ પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમની ઓળખ સલીમ શેખ અને સાજિદ કુરેશી તરીકે થઇ છે. જેમાંથી સલીમની ધરપકડ કરી લેવામાં આવી છે.

    રિપોર્ટ અનુસાર, શનિવારે (26 ઓગસ્ટ, 2023) એક જાગૃત નાગરિકને કલ્યાણનગરના કાળકા મંદિર પાસેથી દુર્ગંધ મારતા 2 થેલા મળી આવ્યા હતા. તેમાં પશુ માંસ અને હાડકાં નજરે પડતાં તરત જ તેમણે સયાજીગંજ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તે હાડકાં અને માંસનો નમૂનો પશુ દવાખાના ખાતે વેટેનરી ઓફિસરને મોકલી આપ્યાં હતાં. બીજી બાજુ થેલામાંથી મળી આવેલ 24 કિલો માંસનો ખાડો ખોદીને નાશ કર્યો હતો.

    વડોદરા પોલીસે આ મામલે ઘટનાસ્થળના CCTV ફૂટેજની ચકાસણી કરી હતી. જેમાં બે શખ્સો જોવા મળ્યા હતા. આ બંને આરોપીઓએ વહેલી સવારે હૂડ વગરની રિક્ષામાં આવી ગૌમાંસ અને હાડકાં ભરેલા થેલા નાખ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલે સયાજીગંજ પોલીસે FIR નોંધી હતી. પોલીસે થેલામાંથી એકત્ર કરેલ માંસના નમૂનાને ચકાસણી માટે FSL સુરત ખાતે મોકલ્યું હતું. આ તપાસ દરમિયાન થેલામાંથી મળી આવેલ માંસ ગૌમાંસ તરીકે ઓળખાયેલ હોવાનું સર્ટિફિકેટ પરીક્ષણ અધિકારીએ આપ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આ મામલે સલીમ અને સાજિદ વિરુદ્ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -

    આ મામલે પોલીસે એક આરોપી સલીમની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીનો એક આરોપી હાલ ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે.

    સુરતમાં અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી 1800 કિલો ગૌમાંસ મળી આવ્યું

    સુરત શહેરમાં 7 એપ્રિલ, 2023ના દિવસે પોલીસે ચોક બજાર વિસ્તારમાં દરોડો પાડીને ખાટકી અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી મોટા પ્રમાણમાં ગૌમાંસ પકડી પાડ્યું હતું. કુખ્યાત અલ્તાફ ઘર પાસે ગાયોની કતલ કરી મોટા પ્રમાણમાં વેપલો ચલાવતો હોવાની ગૌરક્ષકોને બાતમી મળી આવતાં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી.

    પોલીસે અલ્તાફના ઘરેથી ગૌમાંસનો 1800 કિલો જેટલો જથ્થો કબ્જે કર્યો હતો. આ સિવાય ઘટનાસ્થળેથી પશુઓની કતલ માટે વપરાયેલા છરા, કુહાડી, ચપ્પુ, ફોકસ, ઇલેક્ટ્રિક વજનકાંટો, માંસ ભરવા માટેના ડ્રમ સહિતનો કુલ 1 લાખ 83 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. મોટા જથ્થામાં મળી આવેલ માંસ ગૌમાંસ હોવાની ખાતરી કરવા પોલીસે વેટરનરી ઓફિસરની મદદ લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં