Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરા: શાળાએ લેવા-મૂકવા જતા રિક્ષાચાલક સાદિકે 10 વર્ષીય સગીરા સાથે અડપલાં કર્યાં,...

    વડોદરા: શાળાએ લેવા-મૂકવા જતા રિક્ષાચાલક સાદિકે 10 વર્ષીય સગીરા સાથે અડપલાં કર્યાં, વિરોધ કરવા પર મારઝૂડ કરતો; ધરપકડ થઈ

    2 દિવસ અગાઉ સગીરાએ માતા-પિતા સમક્ષ ફરિયાદ કરીને કહ્યું હતું કે 1 મહિનાથી સાદિક તેની છેડતી કરે છે અને શારીરિક અડપલાં કરે છે. એટલું જ નહીં તે વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપીને માર મારતો હોવાનું પણ તેણે માતા-પિતાને જણાવ્યું હતું. 

    - Advertisement -

    વડોદરામાં એક 10 વર્ષીય સગીરાની છેડતી થયાનો મામલો પોલીસના ચોપડે નોંધાયો છે. વડસર રોડ પર રહેતી એક સગીરાએ તેને દરરોજ શાળાએ લેવા-મૂકવા જતા રિક્ષાચાલક સામે શારીરિક અડપલાં કરી માર મારવાના આરોપસર ફરિયાદ કરી હતી. જેના આધારે વડોદરા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેની ઓળખ સાદિક ઘાંચી તરીકે થઈ છે. 

    મામલાની વધુ વિગતો એવી છે કે, શહેરના વડસર રોડ પર રહેતા એક પરિવારની 10 વર્ષીય પુત્રી વિસ્તારની એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. તેને ઘરેથી લેવા-મૂકવા માટે સાદિક ઘાંચી નામના ઇસમની રિક્ષા બાંધવામાં આવી હતી. છેલ્લાં ત્રણેક વર્ષથી તે સગીરાને શાળાએ મૂકવા અને લેવા જતો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. 

    રિપોર્ટ્સમાં આગળ જણાવ્યા અનુસાર, 2 દિવસ અગાઉ સગીરાએ માતા-પિતા સમક્ષ ફરિયાદ કરીને કહ્યું હતું કે 1 મહિનાથી સાદિક તેની છેડતી કરે છે અને શારીરિક અડપલાં કરે છે. એટલું જ નહીં તે વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપીને માર મારતો હોવાનું પણ તેણે માતા-પિતાને જણાવ્યું હતું. 

    - Advertisement -

    ભાસ્કરના રિપોર્ટ મુજબ, પીડિત સગીરાએ આપવીતીમાં કહ્યું હતું કે, સાદિક પહેલાં તમામ બાળકોને છોડી દે છે અને તેને છેલ્લે મૂકવા આવે છે. તે પહેલાં અવાવરુ જગ્યાએ લઇ જઈને શારીરિક અડપલાં કરે છે અને બળજબરીથી ખોળામાં બેસાડીને હાથ પકડીને છેડતી કરે છે. જો તે વિરોધ કરે તો સાદિક બળજબરીથી બેસાડીને ‘મારું કહ્યું ન કરે તો મારી નાખીશ’ તેમ કહીને ધમકી પણ આપતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. 

    આ સિવાય બાળકી જ્યારે તેની હરકતો પર વિરોધ નોંધાવતી ત્યારે સાદિક તેની સાથે મારપીટ કરતો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. 

    સમગ્ર વિગતો જાણવા મળ્યા બાદ પીડિતાનાં માતા-પિતાએ પોલીસ મથકે જઈને સાદિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપી સાદિક ઘાંચી વિરુદ્ધ IPCની કલમ 323, 354(C)(2), 506(2) અને પોક્સો એક્ટની કલમ 8 અને 10 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. 

    પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાદિકની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં