Friday, September 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમદરેસામાં સગીર બાળકીઓનું શોષણ, મૌલવીની ધરપકડ: 'જિન્ન'નો ડર બતાવીને દેહ ચૂંથતો હતો...

    મદરેસામાં સગીર બાળકીઓનું શોષણ, મૌલવીની ધરપકડ: ‘જિન્ન’નો ડર બતાવીને દેહ ચૂંથતો હતો શબ્બીર, ઉત્તરાખંડ પોલીસે સળિયા ગણતો કર્યો

    મૌલવીની ધરપકડ પહેલાં જ કરી દેવામાં આવી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીતનો રહેવાસી છે અને છેલ્લા 2 મહિનાથી રુદ્રપુરના મદરેસામાં મૌલવીનું કામ કરતો હતો. આ મદરેસા એક મસ્જીદમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. અહીં સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો પોતાના બાળકોને ઉર્દુ ભણવા મોકલતા હતા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી સગીર બાળકીઓ વિરુદ્ધ ગુનાખોરી વધી રહી છે. તેવામાં ઉત્તરાખંડના રુદ્રપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા મદરેસામાં ઇસ્લામના પાઠ પઢાવતા એક મૌલવીએ પાંચ જેટલી સગીર બાળકીઓ સાથે યૌન શોષણ આચર્યું છે. આરોપીનું નામ શબ્બીર રઝા છે અને તે બાળકીઓને જીન્નના (ઇસ્લામી ભૂત-પ્રેત) નામે ડરાવતો અને બાદમાં તેમનું શોષણ કરતો. આરોપ છે કે મૌલવી બાળકીઓને મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો પણ બતાવતો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલવીની પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. તે મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીતનો રહેવાસી છે અને છેલ્લા 2 મહિનાથી રુદ્રપુરના મદરેસામાં મૌલવીનું કામ કરતો હતો. આ મદરેસા એક મસ્જીદમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. અહીં સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો પોતાના બાળકોને ઉર્દૂ ભણાવવા મોકલતા હતા. મૌલવીએ મદરેસામાં પોતાના માટે એક એસી રૂમ પણ બનાવડાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ જ રૂમમાં બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ગત 16 ઑગસ્ટે પીડિતો પૈકીની એક બાળકીએ મૌલવીથી ત્રાસીને પોતાના પરિવારને તેની કરતૂત વિશેની જાણ કરતા આ આખો ભાંડો ફૂટ્યો હતો. બાળકીએ પોતાની આપવીતી જણાવતા જ તેનો પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. બાળકીની માતાની ફરિયાદ પર પોલીસે તરત કાર્યવાહી કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ 18 ઑગસ્ટે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહત્વનું છે કે, કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું માનવું છે કે ઘટનામાં પીડિતોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી કુલ પાંચ બાળકીઓને તેણે શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    મારપીટ કરતો, પોર્ન દેખાડતો- પોલીસ તપાસમાં ખુલાસો

    ઉલ્લેખનીય છે કે, ધરપકડ બાદ ચાલેલી તપાસમાં મૌલવીએ કરેલા કુકર્મો સામે આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, તે બાળકો સાથે મારપીટ કરતો, બાળકીઓને પણ વધારાનું ગૃહકાર્ય આપવાના બહાને મદરેસામાં રોકી રાખતો હતો. તે એક પછી એક બાળકીઓને પોતાના એસીવાળા રૂમમાં લઈ જતો અને ત્યાં જઈ તેમને પોતાના ફોનમાં પોર્ન વિડીયો દેખાડતો હતો. આરોપ છે કે, મૌલવીએ કુલ પાંચ બાળકીઓને પોતાનો શિકાર બનાવી છે.

    આ મામલે SPએ જણાવ્યું હતું કે, “આ મદરેસામાં બાળકો પોતાની શાળામાંથી છૂટ્યા બાદ ઉર્દૂ શીખવા આવતા હતા. આરોપી મૌલવી મોટા બાળકોને ગૃહકાર્યના નામે માર મારતો અને તેમને ભગાડી મુકતો હતો. મોટી છોકરીઓને તે અતિશય હોમવર્ક આપીને મોકલી દેતો અને 5-9 વર્ષની બાળકીઓને વધારાનું ઉર્દૂ પઢાવવાના બહાને રોકી રાખતો હતો. અમને શંકા છે કે, પીડિતાઓની સંખ્યા વધી શકે છે. તે છેલ્લા 2 મહિનાથી કુકર્મ કરી રહ્યો હતો.”

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 351 (3), 74 અને પોક્સો (POCSO) સહિતની ધારાઓ અંતર્ગત ગુનો નોંધી કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. બીજી તરફ પોલીસે બાળ કલ્યાણ આયોગને અનુરોધ કર્યો છે કે, તેઓ પીડિતાઓ અને તેમના પરિવારોનું કાઉન્સલિંગ કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં