Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના માફિયા મુખ્તાર અન્સારી સામે વધુ એક FIR, કોર્ટમાં હાજરી આપતી વખતે...

    યુપીના માફિયા મુખ્તાર અન્સારી સામે વધુ એક FIR, કોર્ટમાં હાજરી આપતી વખતે સાક્ષીને ધમકાવ્યો, કહ્યું હતું- જે લોકો જુબાની આપે તેમના ફોટો મોકલી આપજો

    એક રિપોર્ટ અનુસાર તેણે કહ્યું 'જે લોકો ગવાહી આપી રહ્યા છે તેમના ફોટા મોકલો.' ત્યારબાદ સાક્ષીએ આઝમગઢ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ FIR નોંધાવી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા અને ગેંગસ્ટર મુખ્તાર અન્સારીએ ફરી એકવાર સાક્ષીઓને ધમકાવવાનું શરૂ કર્યું છે. મુખ્તાર પર આરોપ છે કે સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજરી દરમિયાન તેણે તેના વકીલ પાસેથી સાક્ષીઓના ફોટા માંગ્યા અને તેમને ધમકાવ્યા. આ કેસમાં સાક્ષીની ફરિયાદ પર આઝમગઢમાં તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ સાથે સાક્ષીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્તાર અંસારી વર્ષ 2014માં એક મજૂરની હત્યાનો આરોપી છે. સોમવારે (10 જુલાઈ, 2023) મુખ્તારને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા MP-MLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆત દરમિયાન તેણે વકીલને સાક્ષીનો ચહેરો જોવાનું કહી તેનો ફોટો માંગ્યો હતો. એક રિપોર્ટ અનુસાર તેણે કહ્યું ‘જે લોકો ગવાહી આપી રહ્યા છે તેમના ફોટા મોકલો.’ ત્યારબાદ સાક્ષીએ આઝમગઢ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ FIR નોંધાવી હતી. સાક્ષીએ મુખ્તાર અન્સારી પર ધમકી આપવાનો આરોપ લગાવતા તેની સુરક્ષાની માંગ કરી છે.

    આ મામલામાં આઝમગઢના એસપી અનુરાગ આર્યનું કહેવું છે કે સાક્ષીની ફરિયાદના આધારે મુખ્તાર અંસારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તમામ સાક્ષીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે 2014માં નોંધાયેલા હત્યાના કેસમાં સાક્ષીઓને ધમકાવી રહ્યો છે. આ કેસમાં અસરકારક રીતે વકીલાત કરવા અને મુખ્તારને વહેલામાં વહેલી તકે સજા કરાવવા માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે.

    - Advertisement -

    જાણો આખો મામલો શું છે

    ફેબ્રુઆરી 2014માં આઝમગઢ જિલ્લાના તરવાનના આયરા કાલા ગામમાં એક રોડ બનાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 6 ફેબ્રુઆરીના રોજ રામ ઈકબાલ નામના મજૂરને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય 2 ઘાયલ થયા હતા. આ કેસમાં મુખ્તાર અન્સારી સહિત 11 લોકોને આરોપી છે. તે જ સમયથી મુખ્તાર આ ગોળીબારનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન મુખ્તારે સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે મુખ્તાર અંસારીના વકીલ લલ્લન સિંહે સાક્ષીને ધમકાવવાના આરોપને પાયા વિહોણો ગણાવ્યો છે. લલ્લનસિંહે કહ્યું છે કે મામલો કોર્ટનો છે અને મુખ્તાર અન્સારી જેલમાં છે. જેના કારણે પોલીસ આવી કાર્યવાહી કરી શકતી નથી. મુખ્તારે ફોટો નહીં પણ ફોટોકોપી આપવાની વાત કરી હતી. સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. આથી વિડિયો રેકોર્ડિંગ જોઈ શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં