Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશવિદ્યાર્થી AMUના અને તાલીમ આતંકવાદની…જેહાદના પ્રણ પૂરાં કરવા વળગ્યું હતું ISISનું મોડ્યુલ:...

    વિદ્યાર્થી AMUના અને તાલીમ આતંકવાદની…જેહાદના પ્રણ પૂરાં કરવા વળગ્યું હતું ISISનું મોડ્યુલ: Appના માધ્યમથી કનેક્ટ હતા આતંકવાદી, ભેગા કર્યા હતા હથિયાર

    એટીએસે શાહનવાઝ અને રિઝવાનના ફોનને સર્વેલન્સ પર લીધા હતા. બંને વચ્ચેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ આતંકવાદી સંગઠન ISISના સક્રિય સભ્યો છે. પોલીસે જ્યારે આ બંને વિશે વધુ માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે શાહનવાઝ અને રિઝવાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ ATSએ અલીગઢમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 7 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 નવેમ્બર 2023ના રોજ, ATSએ કેટલાક અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી હતી, જેમાં 10 નામો સામેલ હતા. દિલ્હી અને યુપી પોલીસે અત્યાર સુધીમાં 7 આતંકીઓની ધરપકડ કરી છે. આ નેટવર્કમાં નામજદ અન્ય લોકો ફરાર છે. મોટાભાગના આતંકવાદીઓ ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ (AMU) સાથે સંકળાયેલા હતા અને તેમણે જેહાદની કસમો ખાધી હતી.

    આ મામલે ATS ગોમતીનગરમાં FIR દાખલ કરવામાં આવી હતી. કાર્યવાહીમાં ફરિયાદી અલીગઢ ATSના ઇન્ચાર્જ પોતે જ છે. ફરિયાદની શરૂઆત મુંબઈના કાલા ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023ના શરૂઆતમાં દાખલ કરવામાં આવેલી એક FIRથી થઇ હતી. આ FIR બનાવટી દસ્તાવેજો, ચોરી, ગુનાહિત હેતુ વગેરેની કલમો હેઠળ દાખલ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એટીએસ આ FIRમાં નામજદ આરોપીઓ વિશે માહિતી એકઠી કરી રહી હતી. તપાસ દરમિયાન એટીએસને ઝારખંડના હજારીબાગના શાહનવાઝ અને દિલ્હીના દરિયાગંજના રહેવાસી રિઝવાન વિશે માહિતી મળી હતી.

    એટીએસે શાહનવાઝ અને રિઝવાનના ફોનને સર્વેલન્સ પર લીધા હતા. બંને વચ્ચેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ આતંકવાદી સંગઠન ISISના સક્રિય સભ્યો છે. પોલીસે જ્યારે આ બંને વિશે વધુ માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે શાહનવાઝ અને રિઝવાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન SAMU (સ્ટુડન્ટ ઓફઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી) સાથે જોડાયેલા છે. SAMUના આ સભ્યોમાં મુખ્ય નામ વઝીઉદ્દીન, અબ્દુલ્લાહ અર્શલાન, માઝ બિન તારિક, અબ્દુલ સમદ મલિક, ફૈઝાન બખ્તિયાર, અરશદ વારસી, મોહમ્મદ નાવેદ અને રિઝવાન અશરફ છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    SAMU સાથે જોડાયેલા આ તમામ આરોપીઓ અલીગઢ, છત્તીસગઢ, સંભલ, પ્રયાગરાજ, દિલ્હી અને ઝારખંડના છે. રિઝવાન અશરફ AMUનો વિદ્યાર્થી નથી. આ આખું જૂથ ISISની વિચારધારાથી પ્રભાવિત હતું. ATS પોતાની તપાસ કરી રહી હતી તે દરમિયાન જ રિઝવાન અશરફ અને અરશદ વારસીની 2 ઓક્ટોબર, 2023 ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શાહનવાઝ લાંબા સમયથી ISIS સાથે જોડાયેલો હતો અને અલીગઢમાં રહીને પોતાનું નેટવર્ક બનાવી રહ્યો હતો. શાહનવાઝના સાથીઓએ અલીગઢમાં જ તેના નિકાહ કરાવ્યા હતા. તેના નિકાહ જેની સાથે થયા તે ખુદીજા પહેલા હિંદુ હતી અને તેનું ધર્માંતરણ કરીને તેને મુસ્લિમ બનાવવામાં આવી હતી.

    આ બધા સિવાય મોહમ્મદ રિઝવાન અશરફે SAMUના અન્ય સભ્યોને જેહાદના બૈયત (કસમ) લેવડાવી હતી. તેઓ સાથે મળીને જેહાદી સાહિત્યનું વિતરણ કરી રહ્યા હતા અને પોતાના સંગઠનનું વિસ્તરણ કરી રહ્યા હતા. આ તમામ AMUના અન્ય વિદ્યાર્થીઓને પણ ISIS સાથે જોડી રહ્યા હતા. રામપુર, કૌશાંબી, સંભલ, પ્રયાગરાજ, લખનઉ અને અલીગઢ વગેરે તેમના કાર્યક્ષેત્રમાં હતા. તેમને ISISના હેન્ડલર્સ દ્વારા વિવિધ એપ્લિકેશનો મારફતે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ATSના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓ ભારત વિરુદ્ધ યુદ્ધ છેડીને અહીં શરિયા કાનુન સ્થાપિત કરવા માંગતા હતા.

    ATSની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ આરોપીઓ ગુપ્ત રીતે હથિયારો પણ ભેગા કરી રહ્યા હતા. તેમનો હેતુ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો હતો. તમામ 10 નામી આરોપીઓ સામે IPCની કલમ 121-A અને 122 તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967ની કલમ 13, 18, 18 B અને 38 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૈઝાન બખ્તિયાર અને અબ્દુલ સમદ મલિક હાલ ફરાર છે. બાકીના તમામ નામજદ તેમજ કેટલાક અજ્ઞાત આરોપીઓને દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ઝડપી લીધા છે. ઉત્તર પ્રદેશ ATSએ અલીગઢમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કરીને મોટી આતંકવાદી ઘટના અટકાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં