Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમબાંગ્લાદેશી રોહિંગ્યાઓને દેશમાં રહેવા આપતા હતા નકલી સર્ટિફિકેટ, દેશભરમાં ખોલી હતી 'ફ્રેન્ચાઈઝી':...

    બાંગ્લાદેશી રોહિંગ્યાઓને દેશમાં રહેવા આપતા હતા નકલી સર્ટિફિકેટ, દેશભરમાં ખોલી હતી ‘ફ્રેન્ચાઈઝી’: યુપી STFએ મોહમ્મદ ઝુબૈર, સાહિલ સહિત ત્રણને દબોચ્યા

    આ ગેંગના સભ્યો કોવિડ વેક્સિનથી લઈને જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર પણ નકલી બનાવતા હતા. આટલું જ નહીં, તેમણે દેશમાં 436 ફ્રેન્ચાઈઝીનું પણ વિતરણ કર્યું હતું, જ્યાં આવી જ છેતરપિંડી થઈ રહી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની (યુપી) STFએ (સ્પેશયલ ટાસ્ક ફોર્સ) શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) નકલી સર્ટિફિકેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મોહમ્મદ સાહિલ, મોહમ્મદ ઝુબૈર અને રિયાઝુદ્દીન નામના ત્રણ આરોપીઓની ગાઝિયાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના સભ્યો સોફ્ટવેર અને વેબસાઈટની મદદથી નકલી સર્ટિફિકેટ બનાવતા હતા.

    આ ગેંગના સભ્યો કોવિડ વેક્સિનથી લઈને જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર પણ નકલી બનાવતા હતા. આટલું જ નહીં, તેમણે દેશમાં 436 ફ્રેન્ચાઈઝીનું પણ વિતરણ કર્યું હતું, જ્યાં આવી જ છેતરપિંડી થઈ રહી હતી. એજન્સી અનુસાર, આ ગેંગ અત્યાર સુધીમાં 7000થી વધુ નકલી સર્ટિફિકેટ બનાવી ચૂકી છે. તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં આવતા લોકોના ભારતીય જન્મ પ્રમાણપત્ર સહિત અનેક દસ્તાવેજો બનાવતા હતા.

    STFએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ ગાઝિયાબાદના રહેવાસી છે. તેમાંથી મોહમ્મદ સાહિલ આ સમગ્ર મામલામાં માસ્ટર માઈન્ડ છે. તેની પાસેથી પ્રિન્ટર, લેમિનેશન મશીન, લેપટોપ, થમ્બ સ્કેનર, વેબકેમ, કેવાયસી ફોર્મ, 15 જન્મ-મરણ પ્રમાણપત્રો, જુદી જુદી હોસ્પિટલના નકલી ડિજિટલ હસ્તાક્ષર, નગર પંચાયતોના નકલી ડિજિટલ હસ્તાક્ષર વગેરે મળી આવ્યા છે.

    - Advertisement -

    STFના ACP વિશાલ વિક્રમ સિંઘે જણાવ્યું હતું કે, આ ગેંગે જન્મ-મૃત્યુના પ્રમાણપત્રો તૈયાર કરવા માટે સરકારી વેબસાઇટ www.crsorgi.gov.in જેવી ઘણી નકલી વેબસાઇટ્સ બનાવી હતી. તે આ વેબસાઈટને સોફ્ટવેર ડેવલપર્સ દ્વારા ઘણા રાજ્યોમાં ચલાવતો હતો. આ માટે આ ગેંગ ફ્રેન્ચાઈઝી પણ વેચતી હતી.

    આરોપીઓએ STFને જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોમાંથી ગેરકાયદેસર રીતે આવતા ઘૂસણખોરો માટે ભારતીય જન્મ પ્રમાણપત્ર પણ બનાવતા હતા. આ જન્મ પ્રમાણપત્રના આધારે તેઓ ભારતીય રહેઠાણનું પ્રમાણપત્ર, મતદાર કાર્ડ, આધાર કાર્ડ વગેરે બનાવતા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા અને વીમા કંપનીઓ પાસેથી ક્લેમ લેવા માટે પણ થતો હતો.

    મોહમ્મદ સાહિલ આ ગેંગનો માસ્ટર માઇન્ડ છે, જ્યારે બીજો આરોપી મોહમ્મદ ઝુબૈર વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો હતો. નકલી આધાર કાર્ડ બનાવવાની શક્યતા અંગે પણ UIADI પાસેથી માહિતી માંગવામાં આવી છે. ગેંગ પાસેથી રિકવર કરાયેલા ઈલેક્ટ્રોનિક સાધનોને ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે જ્યારે યુપી STFએ નકલી સર્ટિફિકેટ બનાવતી આ ગેંગ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં