Thursday, May 23, 2024
More
  હોમપેજદેશયુપી પોલીસે મુઝફ્ફરનગર સ્કૂલ કેસમાં સગીર વિદ્યાર્થીની વિગતો જાહેર કરવા બદલ Alt...

  યુપી પોલીસે મુઝફ્ફરનગર સ્કૂલ કેસમાં સગીર વિદ્યાર્થીની વિગતો જાહેર કરવા બદલ Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર સામે ગુનો નોંધ્યો: જાણો વિગતો

  NCPCRની ચેતવણી બાદ ઝુબેરે વિડીયો ડિલીટ કર્યો અને અને અગાઉથી પોતાને પીડિત બતાવતા લખ્યું, "વિડીયોને ડિલીટ કરું છું કેમ કે NCPCR 'મેસેન્જર' વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે". મોહમ્મદ ઝુબેર સોશિયલ મીડિયા પર સગીરોના વિડીયો શેર કરવાના પરિણામોથી ખૂબ જ સારી રીતે વાકેફ છે કારણ કે તેના પર અગાઉ પણ આવા જ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

  - Advertisement -

  28મી ઑગસ્ટના રોજ, ઉત્તર પ્રદેશ પોલીસે અલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015ની કલમ 74 હેઠળ સોશિયલ મીડિયા પર સગીરનો વિડીયો શેર કરવા બદલ કેસ કર્યો હતો. 28મી ઓગસ્ટે સબમિટ કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી.

  ફરિયાદીએ ઝુબેર પર સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવાનો આરોપ લગાવ્યો હતો જેમાં સગીરની ઓળખ છતી થઈ હતી. ફરિયાદમાં લખ્યું હતું, “મને 25મી ઓગસ્ટે નેહા પબ્લિક સ્કૂલ ખુબ્બાપુરમાં બનેલી એક ઘટનાના સંબંધમાં એક વિડીયો મળ્યો, જે ઓલ્ટ ન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝુબેરે શેર કર્યો હતો. વિડીયોમાં સગીરની ઓળખ જાહેર કરવામાં આવી હતી, જે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ સગીરોને આપવામાં આવેલા અધિકારોની વિરુદ્ધ છે.” ફરિયાદીએ પોલીસને ઝુબેર સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

  ઑપઇન્ડિયાએ સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી મામલાની વિગતોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઇ શક્યો નહોતો.

  - Advertisement -

  NCPCRએ સોશિયલ મીડિયા પર વિડીયો પ્રકાશિત કરવા સામે ચેતવણી આપી

  25મી ઑગસ્ટના રોજ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)ના વડા પ્રિયંક કાનૂન્ગોએ લોકોને વિડીયો પ્રકાશિત ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં, એક શિક્ષક દ્વારા વર્ગમાં અન્ય બાળકો દ્વારા એક બાળકને માર મરાવવાની ઘટના સામે આવી છે. તેની નોંધ લઈને કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. દરેકને વિનંતી છે કે બાળકનો વિડીયો શેર ન કરો. આવી ઘટનાઓ વિશે ઈમેલ દ્વારા માહિતી આપો. બાળકોની ઓળખ છતી કરીને ગુનાનો ભાગ ન બનો.”

  NCPCRની ચેતવણી બાદ ઝુબેરે વિડીયો ડિલીટ કર્યો અને અને અગાઉથી પોતાને પીડિત બતાવતા લખ્યું, “વિડીયોને ડિલીટ કરું છું કેમ કે NCPCR ‘મેસેન્જર’ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે”. મોહમ્મદ ઝુબેર સોશિયલ મીડિયા પર સગીરોના વિડીયો શેર કરવાના પરિણામોથી ખૂબ જ સારી રીતે વાકેફ છે કારણ કે તેના પર અગાઉ પણ આવા જ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમ છતાં, તેણે આગળ વધીને ટ્વીટ શેર કર્યું અને NCPCRના નિવેદન પછી જ તેને કાઢી નાખ્યું.

  X પરથી સ્ક્રીનશોટ

  કલમ 74માં છ મહિનાની જેલ અને 2 લાખ રૂપિયાના દંડની જોગવાઈ

  જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 ની કલમ 74 ની પેટા-કલમ (1) મુજબ, કોઈપણ અખબાર, મેગેઝિન, ન્યૂઝ શીટ ઓડિયો-વિઝ્યુઅલ મીડિયા અથવા કોઈપણ માધ્યમ દ્વારા તપાસમાં સંમેલિત કે પીડિત સગીર બાળક કે બાળકીનો ફોટો કે વિડીયો કે અન્ય કોઈ પણ સ્વરૂપે તેમનું નામ, ઓળખ, સરનામું વગેરે જાહેર કરી શકે નહીં.

  કાયદો વધુમાં જણાવે છે કે બોર્ડ અથવા કમિટી દ્વારા તપાસ હાથ ધરવાથી આવી જાહેરાતને મંજૂરી આપી શકાય, જો તેના મતે, આવી જાહેરાત બાળકના શ્રેષ્ઠ હિતમાં હોય તો જ તેના નિયમને ઓવરડ્રાઇવ કરી શકાય છે.

  જો કોઈ વ્યક્તિ JJ એક્ટની કલમ 74 ની પેટા-કલમ (1) માં ઉલ્લેખિત નિયમનું પાલન ન કરે, તો આરોપીને છ મહિના સુધીની કેદ અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં