Friday, September 13, 2024
More
    હોમપેજક્રાઈમUP ATSને મોટી સફળતા, ISIS આતંકી ફૈજાન બખ્તિયાર પકડાયો: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો...

    UP ATSને મોટી સફળતા, ISIS આતંકી ફૈજાન બખ્તિયાર પકડાયો: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી, માથે ઘોષિત કરાયું હતું ઇનામ

    યુપીની એન્ટી ટેરર સ્ક્વોડ ઘણા સમયથી ફૈજાન બખ્તિયાર નામના આ આતંકવાદીની શોધખોળ કરી રહી હતી. આ આતંકી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. જે ત્યાં MSWનો (માસ્તર ઑફ સોશિયલ વર્ક કોર્સ) અભ્યાસ કરી રહ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની ATS (એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ) દ્વારા ISISના એક આતંકવાદીની અલીગઢમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ ઘણા સમયથી તેની શોધખોળ કરી રહી હતી અને તેના માથે ₹25 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આતંકીનું નામ ફૈજાન બખ્તિયાર છે અને તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તે ISISના અલીગઢ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો.

    મળતી માહિતી પ્રમાણે, યુપીની એન્ટી ટેરર સ્ક્વોડ ઘણા સમયથી ફૈજાન બખ્તિયાર નામના આ આતંકવાદીની શોધખોળ કરી રહી હતી. આ આતંકી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. જે ત્યાં MSWનો (માસ્તર ઑફ સોશિયલ વર્ક કોર્સ) અભ્યાસ કરી રહ્યો હતો.

    આ મામલે 3 ઓક્ટોબર, 2023ના રોજ 10 જેટલા આતંકીઓ તત્વો સામે લખનૌમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ લોકો દેશમાં ISISની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા અને પાકિસ્તાન સ્થિત આતંકી હેન્ડલરો સાથે મળી દેશવિરોધી ગતિવિધિઓને અંજામ આપતા હતા. આ મામલે અન્ય નવ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ ફૈજાન બખ્તિયાર પકડમાં આવ્યો ન હતો. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી અને માથે ઇનામ પણ ઘોષિત કર્યુ હતું.

    - Advertisement -

    ATSની FIR અનુસાર, ફૈજાન અને તેના સાથીઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ISISની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ બંને પોતાના સાથીઓ સાથે મળીને અનેક યુવાનોને કટ્ટરપંથના રસ્તે ધકેલવાના પ્રયાસોમાં લાગ્યા હતા. ઉપરાંત, અનેક એપના માધ્યમથી પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન પર ભારતવિરોધી કામ કરી રહ્યા હતા. 

    FIRમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આતંકીઓ ભારત વિરૂદ્ધ યુદ્ધ છેડવાના પ્રયાસોમાં લાગ્યા હતા. આ ષડ્યંત્રને અંજામ આપવા માટે ઘાતક હથિયારો ભેગાં કરવા માટે પ્રયાસરત હતા અને તેમના નિશાન પર દેશના અનેક ભાગો હતા, જ્યાં તેઓ આતંકી કરતૂતોને અંજામ આપી શકે. 

    પૂછપરછ દરમિયાન ફૈઝાને જણાવ્યું કે તેને રિઝવાન અશરફ નામના ઇસમે શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ આ પહેલાં પકડાઇ ચૂકેલા સાથીઓ સાથે મળીને ISISનું એક અલીગઢ મોડ્યુલ તૈયાર કર્યું હતું અને તેના દ્વારા દેશભરના લોકોને જોડી રહ્યા હતા. ફૈઝાને ઘટસ્ફોટ કર્યો કે ISISનું આ મોડ્યુલ UPના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું છે. પરંતુ પોલીસે તે પકડી પાડતાં તે ભાગતો ફરતો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં