Sunday, May 19, 2024
More
  હોમપેજદેશનગ્ન કરીને માર માર્યો, જટા પકડીને ઘસડ્યા: પશ્ચિમ બંગાળમાં 3 સાધુઓ પર...

  નગ્ન કરીને માર માર્યો, જટા પકડીને ઘસડ્યા: પશ્ચિમ બંગાળમાં 3 સાધુઓ પર ટોળાના હુમલાએ અપાવી પાલઘર લિન્ચિંગની યાદ, સામે આવ્યો વિડીયો

  વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પુરુલિયાના રસ્તા પર કેટલાક લોકો ખુલ્લેઆમ સાધુઓને નિર્દયતાથી મારી રહ્યા છે. તેમની જટાને પકડીને ફેરવી રહ્યા છે. આ દરમિયાન સાધુ બચવાના પ્રયાસો કરે છે અને દયાની વિનંતી કરે છે, પરંતુ હુમલાખોરો માનવા તૈયાર નથી.

  - Advertisement -

  મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) શાસિત પશ્ચિમ બંગાળમાં સાધુઓની સાથે પાલઘર લિન્ચિંગ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. સાધુઓ સાથે માત્ર અભદ્ર વર્તન જ નથી થયું, પરંતુ તેઓને નગ્ન કરવામાં આવ્યા, તેમની જટા ખેંચવામાં આવી, તેમના ભગવા વસ્ત્રો કચડી નાખવામાં આવ્યા અને તેમને દંડાઓથી મારવામાં આવ્યા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ટોળા દ્વારા સાધુઓને નગ્ન કરીને માર મારવામાં આવી રહ્યો છે.

  BJPના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાના X હેન્ડલ પર 30 સેકન્ડનો આ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. બંગાળને બચાવવાનું આહ્વાન કરતા માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું ગુનો બની ગયો છે. તેમણે લખ્યું કે, “પશ્ચિમ બંગાળના પુરુલિયામાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલઘર જેવી લિંચિંગમાં, મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને સત્તારૂઢ TMC સાથે જોડાયેલા ગુનેગારોએ નગ્ન કરીને મારવામાં આવ્યા છે. મમતા બેનર્જીના શાસનમાં શાહજહાં શેખ જેવા આતંકવાદીને સરકારી સંરક્ષણ મળે છે અને સાધુઓની હત્યા કરવામાં આવી રહી છે.”

  વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પુરુલિયાના રસ્તા પર કેટલાક લોકો ખુલ્લેઆમ સાધુઓને નિર્દયતાથી મારી રહ્યા છે. તેમની જટાને પકડીને ફેરવી રહ્યા છે. આ દરમિયાન સાધુ બચવાના પ્રયાસો કરે છે અને દયાની વિનંતી કરે છે, પરંતુ હુમલાખોરો માનવા તૈયાર નથી. ત્યાં ચારે તરફ લોકો એકઠા થઈને તમાશો જોઈ રહ્યા છે. તે સમયે એક માણસ તે સાધુઓને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

  - Advertisement -

  આ વીડિયોને શેર કરતી વખતે ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ X પર લખ્યું છે કે, પશ્ચિમ બંગાળના પુરુલિયામાં પાલઘર પાર્ટ-2નું દ્રશ્ય જોવા મળ્યું હતું. TMCના ગુંડાઓ દ્વારા જે રીતે સાધુ-સંતોને મારવામાં આવ્યા છે. જેમ પાલઘર પાર્ટ-1 ઉદ્ધવ ઠાકરેના શાસન દરમિયાન બન્યો હતો, તેવી જ રીતે પાલઘર પાર્ટ-2 મમતા દીદીના શાસન દરમિયાન એટલા માટે થઈ રહ્યો છે કે, ત્યાં રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી ગઈ છે?” તેમણે વધુમાં કહ્યું, “ત્યાં કોઈપણ સુરક્ષિત નથી. ભલે તેઓ EDના ઓફિસર હોય, સેન્ટ્રલ એજન્સીના લોકો હોય, રાષ્ટ્રવાદી લોકો હોય કે સાધુ-સંતો હોય. શું એટલી નફરત થઈ ચૂકી છે જય શ્રીરામ બોલવા પર? શું એટલી બધી નફરત થઈ ચૂકી છે હિંદુ હોવા પર? ત્યાં શાહજહાં જેવા ગુંડાને સંપૂર્ણ સંરક્ષણ મળી રહ્યું છે. આ જ વાસ્તવિકતા છે આજના પશ્ચિમ બંગાળની.”

  રિપોર્ટ અનુસાર, પોલીસે પુરુલિયામાં સાધુઓની મારપીટના મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે. જોકે સાધુઓ તરફથી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. TV9ના અહેવાલ મુજબ પીડિત સાધુઓનું કહેવું છે કે, તેમને લાગે છે કે માર ખાવાનું તેમના ભાગ્યમાં જ લખ્યું છે.

  રિપોર્ટ્સ અનુસાર, ત્રણ સાધુઓ મકરસક્રાંતિ ઉત્સવમાં ભાગ લેવા માટે ગંગાસાગર જઈ રહ્યા હતા અને આ યાત્રા માટે એક વાહન ભાડે કર્યું હતું. જ્યારે તેમણે પુરુલિયામાં અમુક સ્થાનિકોને રસ્તો પૂછ્યો તો કેટલાક લોકોએ તેમની ઉપર કિડનેપર હોવાની શંકા કરીને માર માર્યો હતો. વિગતો એવી પણ જણાવવામાં આવી રહી છે કે સાધુઓએ 3 તરૂણીઓને રસ્તો પૂછ્યો હતો, પરંતુ તેઓ બૂમો પાડતી ત્યાંથી ભાગી ગઈ, જેના કારણે સ્થાનિકોએ સાધુઓને અટકાવીને માર મારવાનું શરૂ કરી દીધું.

  નોંધનીય છે કે, 16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં 72 વર્ષના કલ્પવૃક્ષ ગિરિ અને 35 વર્ષના સુશીલ ગિરિ નામના બે સાધુઓની હત્યા કરવામાં આવી હતી. બંને તેમના ગુરુના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન પાલઘરમાં 200 લોકોના ટોળાએ તેમના પર બાળક ચોરીનો આરોપ લગાવ્યો, તેમને રોક્યા અને બંને સાધુઓની માર મારીને હત્યા કરવામાં આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં