Friday, April 12, 2024
More
  હોમપેજક્રાઈમકાળા જાદુના નામે રૂપિયાનો વરસાદ કરાવવાનો દાવો, ચાલતું હતું આખું સેક્સ રેકેટ:...

  કાળા જાદુના નામે રૂપિયાનો વરસાદ કરાવવાનો દાવો, ચાલતું હતું આખું સેક્સ રેકેટ: મહિલાઓના વિડીયો બનાવીને કરાતી બ્લેકમેલ, વઝીર શેખ સહિત 7ની ધરપકડ

  યુસુફ બાબા મહિલા સાથે શરીર સંબંધ બાંધે તે ઘટનાનો વિડીયો બનાવી લેવામાં આવતો હતો. જે બાદ વિડીયો યુવતી કે મહિલાને બતાવીને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બનાવવાનું કહેવામાં આવતું હતું. આ રીતે હેવાન યુસુફ આખું એક સેક્સ રેકેટ ચલાવી રહ્યો હતો.

  - Advertisement -

  મહારાષ્ટ્રના થાણેમાં ધનિક બનવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે જાદુટોણાં કરવાની આડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ સ્વઘોષિત ગોડમેન વઝીર શેખ ઉર્ફે યુસુફ બાબા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુસુફ ગરીબ ઘરની મહિલાઓ અને બાળકીઓને ધનવાન બનાવવાના ખોટા દાવા કરતો હતો અને તેને લલચાવી-ફોસલાવીને કપડાં ઉતરાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જે બાદ વિડીયો બનાવીને મહિલાઓને બ્લેકમેલ કરતો અને તે જ મહિલાઓને દેહવ્યાપાર કરવા માટે મજબૂર કરતો હતો. થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી યુસુફ બાબા સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

  થાણે પોલીસે શનિવારે (2 માર્ચ) આ આખી ગેંગને ઝડપી પાડી છે. આ સેક્સ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે થાણે પોલીસ પાસે એક 15 વર્ષની સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ આવી હતી. ફરિયાદના આધારે પોલીસે એ દિશામાં તપાસ આદરી હતી. તપાસમાં 25 ફેબ્રુઆરીએ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેની ઓળખ અસલમ ખાન અને સલીમ શેખ તરીકે થઈ હતી. આ બંને આરોપીઓએ યુસુફ બાબાના આ સેક્સ રેકેટ વિશેની માહિતી પોલીસને આપી હતી. જે બાદ પોલીસે યુસુફ બાબા સહિત 7ની ધરપડક કરી છે.

  જાદુટોણાંના નામે મહિલાને નિર્વસ્ત્ર થવાનું કહી આચરતો દુષ્કર્મ

  સાહેબલાલ વઝીર શેખ ઉર્ફે યુસુફ બાબાની સાથે આખી એક ટોળકી સેક્સ રેકેટ ચલાવી રહી હતી. આ ટોળકી ભોળી અને ગરીબ મહિલાઓને ફસાવવાનું કામ કરતી હતી. સૌથી પહેલાં આ ટોળકી દ્વારા કોઈ મહિલા કે યુવતીને નિશાન બનાવવામાં આવતી હતી. તેને યુસુફ બાબા પાસે એવું કહીને લાવવામાં આવતી હતી કે, બાબા તેની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે. તેની સામે પૈસાનો વરસાદ કરશે અને તેને કરોડપતિ બનાવી દેશે.

  - Advertisement -

  જે બાદ યુસુફ બાબા શિકાર થયેલી મહિલા કે યુવતીને પોતાના વિશ્વાસમાં લેતો. જે બાદ કાળા જાદુના નામે જાદુટોણાં કરવાનું કહેતો. આ જાદુટોણાંમાં મહિલાઓ કે યુવતીઓને કપડાં ઉતારીને નિર્વસ્ત્ર થવાનું કહેવામાં આવતું હતું. તે બાદ એવું કહેવામાં આવતું હતું કે, સ્વઘોષિત બાબાની અંદર એક આત્મા પ્રવેશી ગઈ છે. તે આત્મા મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવાનું કહી રહી છે. આવું કરવાથી તે આત્મા તૃપ્ત થઈ જશે અને રૂપિયાનો વરસાદ કરશે. આવી બધી વાતો સાંભળીને મહિલાઓ તેવું કરવા માટે તૈયાર થઈ જતી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો બનાવવામાં આવતો હતો.

  વિડીયોથી બ્લેકમેલ કરીને દેહવ્યાપર કરાવાતો

  યુસુફ બાબા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે તે ઘટનાનો વિડીયો બનાવી લેવામાં આવતો હતો. જે બાદ વિડીયો યુવતી કે મહિલાને બતાવીને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બનાવવાનું કહેવામાં આવતું હતું. આ રીતે હેવાન યુસુફ આખું એક સેક્સ રેકેટ ચલાવી રહ્યો હતો. રૂપિયા મેળવવાના લાલચથી અને આબરૂ જવાના ડરથી તમામ મહિલાઓ દેહવ્યાપર કરવા લાગતી હતી. 15 વર્ષની સગીરા ગુમ થયાના કેસે આ સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખ્યો હતો. જે બાદ પોલીસે સ્વઘોષિત બાબા અને તેની આખી ગેંગને ઝડપી પાડી હતી.

  પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગના નિશાના પર ગરીબ અને અસહાય મહિલાઓ રહેતી. તેની ગરીબીનો ફાયદો ઉઠાવીને તેને આ ધંધામાં સામેલ કરવામાં આવતી હતી. યુસુફની આખી ગેંગ મહિલાઓને જાદુટોણાં દ્વારા ધન આપવાની લાલચ આપીને ફસાવતી હતી. આરોપીઓના મોબાઈલમાંથી જાદુટોણાંના વિડીયો પણ મળી આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટર કૃષ્ણા કોકનીએ જણાવ્યું છે કે, આ ગેંગમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તેણે 17થી વધુ મહિલાઓને ફસાવી હતી. આ તમામ 7 આરોપીઓની ધરપકડ થાણે, પાલઘરના વસઈ અને મુંબઈથી કરવામાં આવી છે.

  PIએ વધુમાં કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં IPC હેઠળ અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ, મહારાષ્ટ્ર માનવ બલિદાન અને અન્ય અમાનવીય અને અઘોરી પ્રથાઓ, બ્લેક મેજિક પ્રિવેન્શન એન્ડ ઇરેડિકેશન એક્ટ 2013 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં