Wednesday, October 16, 2024
More
    હોમપેજક્રાઈમછરી સાથે રોફ જમાવતો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ..: સુરેન્દ્રનગર...

    છરી સાથે રોફ જમાવતો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ..: સુરેન્દ્રનગર પોલીસે આબિદ-યાસિન સહિત નવને દબોચ્યા

    વિડીયો આબિદ મિયાણા નામના યુવાને મૂક્યો હતો, જ્યારે બાકીના 8 પણ તેમાં જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર, આ વિડીયો સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારની પાછળના ભાગે આવેલ રિવરફ્રન્ટ રોડ પર બનાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સુરેન્દ્રનગર પોલીસે જાહેરમાં હથિયાર હાથમાં રાખીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર 9 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ આબિદ, સિદ્દીક, શરીફ, મોહસિન, અઝફલ, યાસિન, હુસૈન, ઈરફાન અને યાસિન તરીકે થઇ છે. આ તમામે એક વિડીયો પોસ્ટ કરીને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. 

    મળતી માહિતી અનુસાર, આ તમામે સુરેન્દ્રનગર શહેરમાં જાહેરમાં છરી સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં કુલ 9 શખ્સો નજરે પડે છે. જેમાંથી એક શખ્સ બાઈક પર બેસી હાથમાં ખુલ્લી છરી બતાવી દાદગીરી કરતો નજરે પડે છે. આ સાથે વીડિયોમાં ‘સીન સપાટા તો માઈ કાંગલા નાખે… બાકી મીયાણા તો ઘોદા જ મારે’નો સંવાદ પણ સાંભળી શકાય છે. વિડીયો આબિદ મિયાણા નામના યુવાને મૂક્યો હતો, જ્યારે બાકીના 8 પણ વિડીયોમાં જોવા મળે છે. જાણવા મળ્યા અનુસાર, આ વિડીયો સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારની પાછળના ભાગે આવેલ રિવરફ્રન્ટ રોડ પર બનાવવામાં આવ્યો હતો.

    છેલ્લા થોડા દિવસોથી આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જે શહેર પોલીસના ધ્યાને આવતાં A ડિવિઝન પોલીસે આ મામલેની તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે વિડીયો 16 ડિસેમ્બર, 2022ના રોજ શૂટ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ આ પ્રમાણે થઇ હતી- આબિદ મોવર, સિદ્દીક મેર, શરીફ માણેક, યાસિન મુલ્લા, મોહસિન મેર, યાસિન ભટ્ટી, અફઝલ ખોખર, હુસૈન જામ અને ઈરફાન જામ. પોલીસે આ તમામની ઓળખ કરીને પકડી લીધા હતા. ત્યારબાદ આબિદની જડતી લેતાં તેની પાસેથી એક છરી મળી આવી હતી, જેનો ઉપયોગ વીડિયોમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેની પાસેથી મોબાઈલ ફોન પણ મળ્યો હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ મામલે સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને IPCની કલમ 114 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં