Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત'જેટલાને બચાવવા હોય, એટલાને બચાવી લો': સુરતના પ્રખ્યાત VR મોલને બોમ્બથી ઉડાવી...

    ‘જેટલાને બચાવવા હોય, એટલાને બચાવી લો’: સુરતના પ્રખ્યાત VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ, બોમ્બ સ્કવોડ અને ફાયર બ્રિગેડ દોડી આવી

    સુરતના પ્રખ્યાત VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધમકી મળતા જ સુરત પોલીસ, ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ સ્કવોડ તેમ જ ફાયર બ્રિગેડ પણ મોલ બહાર આવીને સ્ટેન્ડ બાય ઉભી રહી ગઈ હતી. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મોલમાં રહેલા લોકોને બહાર કાઢ્યા.

    - Advertisement -

    સુરતના ડુમસ રોડ ખાતે આવેલા શહેરના સૌથી મોટા અને પ્રખ્યાત VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે સુરત આખાની પોલીસ એલર્ટ પર આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સહીત ભારે સંખ્યામાં પોલીસદળ મોલ ખાતે પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી એક ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી છે. પોલીસે તાત્કાલિક મોલમાં હાજર લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. બોમ્બ સ્કવોડ દ્વારા આખા મોલને તપાસવામાં આવી રહ્યો છે.

    મળતી માહિતી અનુસાર સુરતના પ્રખ્યાત VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધમકી મળતા જ સુરત પોલીસ, ક્રાઈમ બ્રાંચ, SOG, બોમ્બ સ્કવોડ તેમ જ ફાયર બ્રિગેડ પણ મોલ બહાર આવીને સ્ટેન્ડ બાય ઉભી રહી ગઈ હતી. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મોલમાં રહેલા લોકોને બહાર કાઢ્યા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે માત્ર 10 જ મિનીટમાં લગભગ 2500થી 3000 લોકોને સહી સલામત મોલમાંથી બહાર કાઢ્યા હતા. બીજી તરફ બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતા જ લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

    ‘જેટલાને બચાવવા હોય, તેટલાને બચાવીલો, ધમાકો થશે

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર ધમકી ભર્યો જે મેલ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, “મોલમાં સવારે બ્લાસ્ટ કરવામાં આવશે જેટલાને બચાવવા હોય, એટલાને બચાવી લો.” આ ઈ-મેલ બપોરે ચાર વાગ્યાના આરસમાં આવ્યો હતો. મેલ મળતાની સાથે જ પોલીસ સહિતની ટીમો દોડી આવી હતી. મોલની આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. આ મામલે સુરત જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે.એન ડામોરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “લોકલ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, SOG સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આખા મોલને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારમાં પણ પોલીસ ખડેપગે છે. આખો મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે. માત્ર સુરત જ નહીં, દેશમાં કૂલ 52 જગ્યાએ આ પ્રકારની ધમકી ભર્યા ઈ-મેલ કરવામાં આવ્યા છે. તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.

    તમામ સર-સાધનો સાથે ફાયર બ્રિગેડ ખડે પગે

    બોમ્બની ધમકીના પગલે સુરત ફાયર વિભાગ પણ એકશનમાં જોવા મળ્યું. સુરત ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે બે વોટર બ્રાઉઝર સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યા હતા. સાથે જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના તમામ ઉચ્ચઅધિકારી સહિત ફાયર બ્રિગેડની ટીમ મોલ પહોંચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા તમામ સંસાધનો સાથે લાવવામાં આવ્યા હતા.

    ઉલેખનીય છે કે આ ધમકી કોના દ્વારા આપવામાં આવી હતી તે હજુ સામે નથી આવી શક્યું. પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સુરત પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર સંપર્ક નહતો સ્થાપી શકાયો. વધુ માહિતી મળતાની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં