Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતસુરત: કતારગામ, ડભોલીથી એક અઠવાડિયામાં રીક્ષામાં મોબાઈલ તફડાવતી 3 ગેંગ ઝડપાઈ; યુસુફ,...

    સુરત: કતારગામ, ડભોલીથી એક અઠવાડિયામાં રીક્ષામાં મોબાઈલ તફડાવતી 3 ગેંગ ઝડપાઈ; યુસુફ, સુફિયાન, ફેઝીલ સહિત 6 સાગરીતો પાસેથી 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત

    સુરત પોલીસે પ્રથમ ગેંગ ડભોલી ખાતેથી ઝડપી હતી, જેમાં 4 આરોપીઓ પાસેથી 19 મોબાઈલ ઝડપાયા હતા. બીજી ગેંગ કતારગામથી ઝડપી હતી, જેમાં પણ 4 આરોપીઓ પાસેથી 17 મોબાઈલ મળી આવ્યા હતા. ઉપરાંત ત્રીજી ગેંગ ઝડપાતા 24 મોબાઈલ રીકવર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સુરતમાં મોબાઈલ લુંટતી ટોળકી સક્રિય થયા બાદ તેનો ત્રાસ એ હદે વધ્યો હતો કે સામાન્ય લોકોનું જીવવું હરામ થઇ ગયું હતું. આ ગેંગ રીક્ષામાં આવીને મુસાફરોને ટાર્ગેટ કરતી, મુસાફર કશું સમજે તે પહેલા જ તેનો મોબાઈલ કે અન્ય કિંમતી સમાન તફડાવીને ગાયબ થઇ જતી. આ ગેંગને ઝડપી લેવા કતારગામ પોલીસને પોતે મુસાફરનો સ્વાંગ રચીને મેદાને આવવું પડ્યું હતું. અંતે આ ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. છેલ્લા અઠવાડિયામાં ઝડપાયેલી 3 જેટલી મોબાઈલ ચોર ગેંગ પાસેથી પોલીસે 8.80 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

    મળતી માહિતી અનુસાર સુરતમાં મોબાઈલ લુંટતી ટોળકી સક્રિય થયા બાદ પોલીસને માહિતી મળી હતી કે આ પ્રકારની એક ગેંગ કતારગામના જનતા નગર પાળા પાસેથી રીક્ષામાં પસાર થવાની છે. જે બાદ છટકું ગોઠવી પોલીસે ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ તેમની પૂછપરછ કરતા મોબાઈલ ચોરીના અનેક ગુનાઓનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે સ્પેશીયલ ડ્રાઈવ ચલાવીને 3 જેટલી ગેંગ પકડી પાડી છે. ત્રણ ગેંગના 6 સાગરીતો પાસેથી પોલીસે અધધધ 60 મોબાઈલ કબજે કર્યા છે. આ ગેંગ ઓટો રીક્ષામાં પેસેન્જરને પાછળની સીટમાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ સરકાવી લેતી હતી.

    સુરત પોલીસે પ્રથમ ગેંગ ડભોલી ખાતેથી ઝડપી હતી. જેમાં 4 આરોપીઓ પાસેથી 19 મોબાઈલ ઝડપાયા હતા. આ ગેંગનો સભ્ય ફેઝીલ અગાઉ પાસા ભોગવી ચુક્યો છે. ત્યારબાદ પોલીસે બીજી ગેંગ કતારગામથી ઝડપી હતી, જેમાં પણ 4 આરોપીઓ પાસેથી 17 મોબાઈલ મળી આવ્યા હતા. ઉપરાંત ત્રીજી ગેંગ ઝડપાતા 24 મોબાઈલ રીકવર કરવામાં આવ્યા હતા. જેના સભ્યો યુસુફ શેખ સામે પહેલેથી 10 અને સુફિયાન સામે 11 ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. ત્રણેય ગેંગ પાસેથી 4 રીક્ષા અને 60 મોબાઈલ સહિત 8.88 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

    - Advertisement -

    ડભોલીની ગેંગ પકડાયા બાદ કાર્યવાહી તેજ થઇ હતી

    ઉલ્લેખનીય છે કે મોબાઈલ ચોરીથી તરખાટ મચાવનાર આ 3 ગેંગ ઝડપવાની શરૂઆત ડભોલીથી થઈ હતી. જેમાં સુરત પોલીસે અલાઉદિન ઉર્ફે મામુ નજમુદિન સૈયદ, મુસ્તાકખાન સલીમખાન પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝું કયુમ શાહ અને કલીમ સલીમ શાહની ધરપકડ કરી હતી.

    ઝડપાયેલા આરોપીઓમાં અલાઉદિન રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો અને બીજા મુસ્તાક પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝું તથા કલીમ શાહ પેસેન્જર તરીકે પાછળ બેસતા હતા. બાદમાં તેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રસ્તા પર ઉભેલા એકલ દોકલ પેસેન્જરોને વચ્ચે બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોનની અને રૂપિયાની ચોરી કરી લેતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં