Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં સલાબતપુરામાં માથાભારે તત્વો બેફામ: સેજાન મુલતાની, શેખ મુસેફે છરીના ઘા મારી...

    સુરતમાં સલાબતપુરામાં માથાભારે તત્વો બેફામ: સેજાન મુલતાની, શેખ મુસેફે છરીના ઘા મારી વેપારીની કરી હત્યા, પાર્કિંગ બાબતે થયેલી તકરારની અદાવત રાખીને કર્યો હુમલો

    બે દિવસ પહેલા નજીવી પાર્કિંગની બાબતે સુરતના સલાબતપુરામાં મોબાઈલની દુકાન ધરાવતા મોહમ્મદ અદનાન નામના વેપારી સાથે સેજાન મુલતાની અને શેખ મુસેફ શેખ અબ્દુલ રસીદનો પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં બંને યુવાનોએ મોપેડ પર આવીને ઝઘડો કરી છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા કરી હતી.

    - Advertisement -

    સુરતથી ચોંકાવનારા દર્શયો સામે આવી રહ્યા છે. સલાબતપુરામાં મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવનાર વેપારીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને લઈને પોલીસે બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર સલાબતપુરા વિસ્તારમાં આવેલા ધામલાવાડ શેરી પાસે રહેતા મોહમ્મદ અદનાનની લક્ષ્મીમાતાના મંદિર પાસે મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝની દુકાન હતી. 15 ઓગસ્ટની રાત્રે તેની દુકાન બહાર જ બે યુવાનોએ આવીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ભેગા થયેલા લોકોએ મોહમ્મદ અદનાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન અદનાનનું મોત નીપજ્યું હતું.

    સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    સુરતના સલાબતપુરા વિસ્તારમાં અદનાનની થયેલી હત્યા મામલેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં મોપેડ પર આવેલા બે મુસ્લિમ યુવાનોએ ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં જાહેરમાં તોફાન મચાવ્યું હતું અને મોબાઈલની દુકાન ધરાવનાર અદનાન પર છરી વડે હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    ઘટનાની જાણ સલાબતપુરા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર અને હોસ્પિટલ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બે દિવસ પહેલા નજીવી પાર્કિંગની બાબતે સુરતના સલાબતપુરામાં મોબાઈલની દુકાન ધરાવતા મોહમ્મદ અદનાન નામના વેપારી સાથે સેજાન મુલતાની અને શેખ મુસેફ શેખ અબ્દુલ રસીદનો (નામ ભાસ્કર મુજબ) પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં બંને યુવાનોએ મોપેડ પર આવીને ઝઘડો કરી છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા કરી હતી. સામાન્ય ઝઘડાની અદાવતમાં મૃતક વેપારીને બંને યુવાનોએ છાતીના ભાગે બે ઘા તેમજ ડાબા હાથની આંગળી ઉપર છરાના બે ઘા મારી ફરાર થઈ ગયા હતા.

    સુરતના લિંબાયતમાં પણ બની હતી આવી ઘટના

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સુરતના લિંબાયત વિસ્તારમાં આવી ઘટના બની હતી. જેમાં લિંબાયતની રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા મુસ્લિમ પતિએ પોતાની પત્નીને છરીના ઘા માર્યાની ઘટના સામે આવી હતી. પતિ પોતાની દીકરીને માર મારીને ઘરેથી ભાગી ગયો હતો, ત્યારબાદ તેની પત્નીએ તેનો પીછો કરીને તેને જાહેરમાં ઠપકો આપતા પતિએ પોતાની પાસે રહેલી છરી કાઢી અને પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગળાના ભાગ પર છરી વડે ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

    જેથી પરિણીતાને ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિણીતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ શકીલ હુસૈન સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં