Monday, November 4, 2024
More
    હોમપેજક્રાઈમપતિ સાથે ફરવા આવેલી સ્પેનિશ મહિલા સાથે ઝારખંડના દુમકામાં ગેંગરેપ: 8થી 10...

    પતિ સાથે ફરવા આવેલી સ્પેનિશ મહિલા સાથે ઝારખંડના દુમકામાં ગેંગરેપ: 8થી 10 વ્યક્તિઓ સામે ફરિયાદ, 3ની અટકાયત કરતી પોલીસ

    આ મહિલા અને તેનો પતિ ટુરિસ્ટ વિઝા લઈને ભારત તરફ આવ્યાં હતાં. પહેલાં તેઓ પાકિસ્તાન ગયાં, ત્યાંથી બાંગ્લાદેશ અને બાંગ્લાદેશથી ભારત આવ્યાં હતાં. હાલના દિવસોમાં તેઓ ઝારખંડના દુમકામાં હતાં. અહીંથી તેમનો આગલો પડાવ નેપાળ હતો.

    - Advertisement -

    ઝારખંડમાં એક સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. આ મહિલા પોતાના પતિ સાથે ટુરિસ્ટ વિઝા પર આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે (1 માર્ચ, 2024) રાત્રે તે ટેન્ટમાં સૂતી હતી ત્યારે 8થી 10 જેટલા લોકોનું ટોળું આવ્યું અને તેના પતિ અને તેની સાથે દુર્વ્યવહાર કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મહિલા અને તેનો પતિ ટુરિસ્ટ વિઝા લઈને ભારત તરફ આવ્યાં હતાં. પહેલાં તેઓ પાકિસ્તાન ગયાં, ત્યાંથી બાંગ્લાદેશ અને બાંગ્લાદેશથી ભારત આવ્યાં હતાં. હાલના દિવસોમાં તેઓ ઝારખંડના દુમકામાં હતાં. અહીંથી તેમનો આગલો પડાવ નેપાળ હતો. દુમકા ખાતે તેઓ રાતવાસો કરવા રોકાયાં ત્યારે તેમની સાથે આ ઘટના ઘટી હોવાનું કહેવાય છે.

    ઝારખંડમાં સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કાર મામલે પોલીસ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. મહિલાએ જણાવ્યા અનુસાર તે અને તેનો પતિ દુમકામાં એક મેદાનમાં ટેન્ટ લગાવીને આરામ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ત્યાં 8થી 10 લોકો આવી ચડ્યા અને તેમની સાથે ઝપાઝપી કરી. આરોપ છે કે ત્યારબાદ તેમણે મહિલા સાથે સામૂહિક બળાત્કાર કર્યો. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ ફરિયાદ દાખલ થતાંની સાથે જ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    પીડિતા પોતે મોટરસાઈકલ ચલાવીને હૉસ્પિટલ પહોંચી

    ઉલ્લેખનીય છે કે બળાત્કારની પીડિતા અને તેનો પતિ મોટરસાઈકલ પર ફરવા નીકળ્યાં છે. જાણવા મળ્યા અનુસાર, બળાત્કાર બાદ મહિલા પોતે બાઈક ચલાવીને નજીકના દવાખાને સારવાર માટે પહોંચી હતી. હાલ તેને સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે એસપી પીતાંબર સિંઘે જણાવ્યું હતું કે જેવી ઘટનાની જાણ થઈ કે અમે ત્યાં પહોંચી ગયા, પીડિતા સ્પેનિશ અને અંગ્રેજી બોલી રહી હતી. હૉસ્પિટલ પહોંચ્યા બાદ તેમની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. અમે 3 જણાને ઝડપી લીધા છે, તેમણે ગુનો કબૂલી લીધો છે અને બાકીના લોકો વિશે પણ તેઓ માહિતી આપી રહ્યા છે. ઝડપથી તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

    ભાજપે ગૃહમાં ઉઠાવ્યો મામલો, કરી SITની માંગ

    બીજી તરફ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ સોરેન સરકારને ઘેરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ઝારખંડની સોરેન પાર્ટ-2 સરકારમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. ભાજપે ગૃહમાં આ મામલો ઉઠાવીને SITની રચના કરીને તપાસની માંગ કરી હતી. પાર્ટીએ એવી પણ માગ કરી હતી કે આરોપીઓને વહેલી તકે ઝડપીને તેમને કપરી સજા કરવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં