Sunday, April 28, 2024
More
    હોમપેજદેશશબનમ બીબીની પુત્રીની સગાઈ, દાવતમાં ગૌમાંસ: પોલીસે 70 કિલો માંસ જપ્ત કર્યું,...

    શબનમ બીબીની પુત્રીની સગાઈ, દાવતમાં ગૌમાંસ: પોલીસે 70 કિલો માંસ જપ્ત કર્યું, દરોડામાં ગૌવંશના 8 પગ મળી આવ્યા

    આ મામલે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસની સાથે જો જરૂર પડશે તો આગળની કલમો પણ ઉમેરવામાં આવશે. તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ખંડવામાં ગૌહત્યા કરીને સગાઈ સમારોહમાં તેના માંસની દાવત કરવામાં આવી રહી હતી. આરોપીઓને ન તો પ્રશાસનનો ડર છે કે ન તો કાયદાનો. માહિતી મળતાની સાથે જ પોલીસે આરોપીના ઘરે પહોંચીને 60 કિલોગ્રામ અડધું રંધાયેલું ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ સાથે જ ફ્રિજમાંથી પણ 10 કિલો કાચું માંસ મળી આવ્યું છે. પોલીસે હત્યા કરાયેલી ગાયોના આઠ પગ પણ પોલિથીનમાં લપેટીને જપ્ત કર્યા છે.

    મળતી માહિતી મુજબ, મામલો મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલા જાવર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના ફોકટપુરા મુંડવાડામાં મંગળવારે (02 જાન્યુઆરી 2024) શબનમ બીબીની પુત્રી યાસરાનો (19 વર્ષ) સગાઈ સમારોહનો કાર્યક્રમ હતો. જેમાં મહેમાનો માટે ગૌમાંસ રાંધવામાં આવ્યું હતું. જોકે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગૌમાંસને પોતાના કબજામાં લઈ તપાસ માટે મોકલી આપ્યું છે. આ સાથે કેસ નોંધવામાં આવ્યો છે અને પરિવારના સભ્યોની પૂછપરછ પણ કરવામાં આવી છે.

    હજુ સુધી કોઈ ધરપકડ નહીં

    પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન શબનમ બીબીએ જણાવ્યું કે, તેણે આ માંસ જાવેદના પુત્ર શેખ બાબુ પાસેથી 4000 રૂપિયા આપીને મંગાવ્યું હતું. જાવેદ જ પશુઓની કતલ કરવાનું કામ કરે છે. શબનમે કહ્યું કે તેને ખબર નથી કે તે ગૌમાંસ છે કે બીજું કંઈક. પોલીસે આ કેસમાં શબનમ બીબીની પુત્રીને મુખ્ય આરોપી બનાવી છે અને FIR નંબર 0004/2024માં કલમ 5/9 ગૌવંશ પ્રતિશેધ અધિનિયમ 2004 હેઠળ કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    જોકે, સગાઈ સમારોહનું આયોજન હોવાથી પોલીસે હળવાશ દાખવી હતી. પ્રતિબંધિત માંસ જપ્ત કરવા છતાં સ્થળ પરથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓને બુધવારે (03 જાન્યુઆરી, 2024) પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ખંડવાના જાવર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગંગા પ્રસાદ વર્માએ ઑપઇન્ડિયા સાથે વાત કરતા આ બાબતની પુષ્ટિ કરી છે.

    તેમણે જણાવ્યું કે પોલીસની ટીમ બીજા કેસમાં દરોડો પાડવા માટે આ વિસ્તારમાં ગઈ હતી. ત્યાં બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ફોકટપુરા મુંડવાડામાં સગાઈ સમારોહ માટે ગૌમાંસ રાંધવામાં આવી રહ્યું છે. આ પછી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. તેમણે કહ્યું કે સ્થળ પરથી 60 કિલો અડધું રાંધેલું અને 10 કિલો ફ્રિજમાં રાખવામાં આવેલ ગૌમાંસ મળી આવ્યું છે. આ ઉપરાંત સ્થળ પરથી 8 પગ પણ મળી આવ્યા હતા, જે પોલીથીનમાં રાખવામાં આવ્યા હતા.

    TI ગંગા પ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રિકવર કરાયેલ માંસના નમૂનાઓને પરીક્ષણ માટે ખંડવાના પશુ ચિકિત્સાલય મોકલવામાં આવ્યા છે. ત્યાં, પશુ ચિકિત્સકોની એક ટીમ – ડૉ. પ્રિયા સિસોદિયા, ડૉ. નીરજ કુમુદ અને ડૉ. નવીન તિવારીએ – નમૂનાઓની તપાસ કરી. તપાસના મૌખિક રિપોર્ટમાં ગૌમાંસની પુષ્ટિ થઈ છે. તેનો વિગતવાર રિપોર્ટ 36 કલાક પછી આપવાનું કહેવામાં આવ્યું છે.

    ગંગા પ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે બાકી વધેલા ગૌવંશના અવશેષોને પોલીસ સ્ટેશનમાં પાછા લાવવામાં આવ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી બાદ તેનો નાશ કરવામાં આવ્યો હતો. કોઈની ધરપકડ ન થવાના સવાલ પર ગંગા પ્રસાદ વર્માએ કહ્યું કે, મામલો સગાઈ સમારોહનો હતો, એટલા માટે સખત કાર્યવાહી કરવામાં નથી આવી. ક્યાંક સાંપ્રદાયિક સૌહાર્દ બગડી ના જાય, એ માટે સાવધાની વર્તવામાં આવી છે.

    તેમણે કહ્યું કે, આ મામલે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસની સાથે જો જરૂર પડશે તો આગળની કલમો પણ ઉમેરવામાં આવશે. તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં