Friday, March 29, 2024
More
    હોમપેજક્રાઈમઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 19 વર્ષીય સરફરાઝે લગ્નના બહાને 12 વર્ષની બાળકી પર...

    ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 19 વર્ષીય સરફરાઝે લગ્નના બહાને 12 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને ગર્ભવતી બનાવી: POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    જ્યારે તેના પરિવારના સભ્યોએ પૂછ્યું, ત્યારે છોકરીએ કહ્યું કે આરોપીએ લગ્નના બહાને તેની સાથે ઘણી વખત શારીરિક શોષણ કર્યું હતું.

    - Advertisement -

    10 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશમાં ગ્રૂમિંગ જેહાદ કરવાનો મામલો સામે આવ્યો હતો. પન્નુગંજ પોલીસે 12 વર્ષની સગીર છોકરી સાથે લગ્ન કરવાના બહાને કથિત રીતે બળાત્કાર અને ગર્ભાધાન કરવા બદલ 19 વર્ષના સરફરાઝ મૈનુદ્દીન નામના યુવકની ધરપકડ કરી છે. એક નિવેદનમાં, પોલીસે કહ્યું, “છોકરીના મામાએ આરોપ લગાવ્યો કે તે આઠ મહિનાની ગર્ભવતી છે. તે દસમા ધોરણની વિદ્યાર્થીની છે અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તમામ બાબતો સ્પષ્ટ થશે.”

    પીડિતાના મામાએ શુક્રવારે સાંજે 19 વર્ષના સરફરાઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, સરફરાઝ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) ની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.

    આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “લગભગ સાત વર્ષ પહેલાં તેની માતાનું અવસાન થયા બાદ એકલી પડી ગયેલી બાળકી તેના મામાના ઘરે રહેતી હતી. આરોપી તેના મામાને મળવા છોકરીના ઘરે આવતો હતો. લગભગ ત્રણ દિવસ પહેલા, બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે તે ગર્ભવતી છે.”

    - Advertisement -

    જ્યારે તેના પરિવારના સભ્યોએ પૂછ્યું, ત્યારે છોકરીએ જણાવ્યું કે આરોપીએ લગ્નના બહાને તેની સાથે ઘણી વખત શારીરિક શોષણ કર્યું હતું.

    ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, પીડિતાના માતા-પિતા હવે નથી અને તે તેના દાદા-દાદી સાથે રહે છે. સરફરાઝ તેના મામાનો મિત્ર હતો અને અવારનવાર ઘરે આવતો હતો. તેણે પીડિતાને લગ્નના બહાને લલચાવી અને તેના પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરિણામે, પીડિતા ગર્ભવતી થઈ પરંતુ પરિવારે કોઈને માહિતી જાહેર કરી નહીં. જોકે, બાદમાં ગામના સ્થાનિકોને તેની જાણ થઈ હતી.

    પીડિતાના પરિવારે જણાવ્યું કે આરોપીના પરિવારે બંનેના લગ્નની ઓફર એ શરતે કરી કે પીડિતા ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ મુજબ લગ્ન કરશે. જોકે, પીડિતાએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કથિત સમાધાનની ઓફર કરવામાં આવી તેના એક મહિના બાદ પીડિતાના પરિવારે સરફરાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. OpIndiaએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મેળવી હતી જેમાં પીડિતાના દાદાએ કહ્યું હતું કે જ્યારે તેમણે આ બાબતે સરફરાઝ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

    પ્રદેશના હિંદુ સંગઠનોએ કહ્યું કે ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે. તેઓએ ઉમેર્યું હતું કે આ કેસ સંભાળતા નિરીક્ષક આ બાબતે સંવેદનશીલ નથી. તેઓએ પીડિતા માટે ન્યાયની માંગ કરી અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

    પોલીસે જણાવ્યું કે તેઓએ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં