Saturday, September 7, 2024
More
    હોમપેજગુજરાતશહેઝાદ અને સાહિલ પઠાણ નામના સગા ભાઈ, કામ- ડ્રગ્સના રિટેઈલ વેપારી: સુરત...

    શહેઝાદ અને સાહિલ પઠાણ નામના સગા ભાઈ, કામ- ડ્રગ્સના રિટેઈલ વેપારી: સુરત પોલીસે મુદ્દામાલ સાથે પકડ્યા, ડીલર માવિયા કુરેશીની પણ ધરપકડ

    કોસંબા પોલીસને બાતમી મળી હતી કે ગામની સીમમાં આવેલા લબ્બૈક ફ્લેટમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓ રીટેઈલમાં ડ્રગ્સ વેચે છે. આ બાતમીના આધારે પોલીસ અને SOGએ વોચ ગોઠવીને લબ્બૈક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને બંને આરોપીઓ ડ્રગ્સ સાથે મળી આવ્યા હતા.

    - Advertisement -

    નશાખોરી સામે ગુજરાત પોલીસની લાલ આંખ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ-અલગ ઠેકાણાં પરથી પોલીસ તેવા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે, જે લોકો નશાનો વેપલો કરતા હોય. આ જ શ્રેણીમાં સુરતના કોસંબામાં ડ્રગ્સ વેચતા સાહિલ અને શહેઝાદ નામના સગા ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને ભાઈઓ માવિયા કુરેશી પાસેથી ડ્રગ્સ લાવી રિટેઇલમાં વેચતા હતા. પછીથી માવિયા કુરેશીની પણ ધરપકડ કરી લેવામાં આવી.

    મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસને બાતમી મળી હતી કે ગામની સીમમાં આવેલા લબ્બૈક ફ્લેટમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓ ડ્રગ્સ વેચે છે. આ બાતમીના આધારે પોલીસ અને SOGએ વોચ ગોઠવીને લબ્બૈક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને બંને આરોપીઓ ડ્રગ્સ સાથે મળી આવ્યા હતા.

    આ દરોડામાં પોલીસે બંને આરોપી સગા ભાઈઓ પાસેથી અંદાજિત એક લાખ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલે 23 વર્ષીય શહેઝાદખાન ઉર્ફે સૈજુ એઝાઝખાન પઠાણ અને 22 વર્ષીય સાહિલ એઝાઝખાન પઠાણની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસે બંને આરોપીઓ પાસેથી 40 હજારના બે મોબાઇલ ફોન, 11 હજારની 200 ચલણી નોટો અને ડ્રગ્સ એમ મળીને કૂલ 1,50,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે કોસંબા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ કાર્યવાહી દરમિયાન પોલીસે તમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતના રહેવાસી માવીયા કુરેશી નામના ડિલર પાસેથી લાવીને રિટેઈલમાં વેચતા હતા. પોલીસે માવીયા કુરેશીને વોન્ટેડ જાહેર કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. ત્યારબાદ તે પણ પકડાઈ ગયો.

    આ પહેલાં અમદાવાદના બાપુનગરથી ઝડપાયું હતું ડ્રગ્સ

    ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલાં જ અમદાવાદના બાપુનગરથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. SOG ક્રાઇમની ટીમે બાતમી અનુસાર બાપુનગરમાં આવેલ સુમેળ-8 નામના કોમ્પ્લેક્ષની એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે પોતાના સફળ દરોડામાં 80 ગ્રામથી વધુ MD ડ્રગ કબજે લીધું હતું, જેની કિંમત 8 લાખ રૂપિયા જેટલી થાય છે. સાથે જ પોલીસે ડ્રગ વેચનાર મોહમ્મદ સલીમ મોહમ્મદ હનીફ શેખની પણ ધરપકડ કરી હતી.

    નોંધનીય છે કે આરોપી મોહમ્મદ સલીમ આ પહેલા પણ આવા જ ડ્રગ્સના કેસમાં પકડાઇ ચૂક્યો છે. હવે પોલીસે તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં