Friday, May 24, 2024
More
  હોમપેજદુનિયામ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોએ 1600 હિંદુઓ, 120 બૌદ્ધોને બનાવ્યા બંધક- રિપોર્ટમાં ખુલાસો: 2017માં...

  મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોએ 1600 હિંદુઓ, 120 બૌદ્ધોને બનાવ્યા બંધક- રિપોર્ટમાં ખુલાસો: 2017માં પણ થયો હતો મહિલાઓ-બાળકોનો નરસંહાર

  બુથિડુઆંગ વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમોએ 1600 હિંદુઓને અને 120 બૌદ્ધોને બંધક બનાવ્યા છે. હાલ ત્યાં અરાજકતાની સ્થિતિ હોવાનું સૂત્રો પાસેથી જાણી શકાયું છે. સૂત્રો પાસેથી એ પણ જાણવા મળી રહ્યું છે કે, આ તમામ કાર્યો મ્યાંમારની ફોજ કરાવી રહી છે.

  - Advertisement -

  મ્યાનમારથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોએ 1600 હિંદુઓને બંધક બનાવી લીધા છે. આ સાથે 120 બૌદ્ધ ધર્મના લોકો પણ બંધક બનાવાયા છે. ઈસ્લામિક આતંકીઓ 2017ની ઘટનાને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ આતંકીઓએ મોટી સંખ્યામાં હિંદુઓ અને બૌદ્ધોનો નરસંહાર કર્યો હતો. તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી.

  ‘ધ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ’ અનુસાર, આ ઘટના મ્યાનમારમાં સ્થિત આરકાન રાજ્યની છે. અહીં સ્થિત બુથિડુઆંગ વિસ્તારમાં રોહિંગ્યા મુસ્લિમોએ 1600 હિંદુઓને અને 120 બૌદ્ધોને બંધક બનાવ્યા છે. હાલ ત્યાં અરાજકતાની સ્થિતિ હોવાનું સૂત્રો પાસેથી જાણી શકાયું છે. સૂત્રો પાસેથી એ પણ જાણવા મળી રહ્યું છે કે, આ તમામ કાર્યો મ્યાનમારની ફોજ કરાવી રહી છે. મ્યાનમારની ફોજ તરફથી ઈસ્લામિક કટ્ટરપંથીઓને કામ સોંપવામાં આવ્યું છે કે, તેઓ સ્થાનિક લોકોને પણ આતંકિત કરે.

  રિપોર્ટમાં કહેવાયું છે કે, મ્યાનમારમાં ધર્મને આધાર બનાવીને નરસંહારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તે જ ક્રમમાં 1600થી વધુ હિંદુઓ અને 120થી વધુ બૌદ્ધોને બંધક બનાવવામાં આવ્યા છે. હવે તેમની વાપસી વિશે પણ અનિશ્ચિતતા છે. આ વિસ્તારમાં મઝહબી અને વંશીય રમખાણોના કારણે લોકોએ જીવ બચાવીને ભાગવું પડી રહ્યું છે.

  - Advertisement -

  ગુરુવારે (11 એપ્રિલ, 2024) બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મ્યાનમારની સેના નવેમ્બર 2023થી આરાકાન આર્મી સામે લડી રહી છે અને તે પછીની આવી કોઈ ઘટના આ પ્રથમવાર બની છે. મ્યાનમારની સેનાએ ‘આરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (ARSA)’, અને ‘આરાકાન રોહિંગ્યા આર્મી (ARA)’ને ‘આરાકાન આર્મી (AA)’ વિરુદ્ધ લડવા માટે હથિયારથી લઈને સૈન્ય પ્રશિક્ષણ પણ આપ્યું છે. રોહિંગ્યા આતંકીઓ માત્ર ઘરોમાં લૂંટફાટ જ નથી કરી રહ્યા, પરંતુ લોકોનું અપહરણ કરીને તેમના ઘરોને આગ લગાડી રહ્યા છે.

  બળવાખોર સમૂહોએ રોહિંગ્યા સંગઠનોને અપીલ કરી છે કે, તેઓ ધાર્મિક વિભાજનનો શિકાર ન બને અને સાથે જાતિ-ધર્મના ભેદભાવ વગર તમામ નાગરિકોની રક્ષા માટે પોતાને પ્રતિબદ્ધ ગણાવ્યા છે. નોંધવું જોઈએ કે, 2017માં મ્યાનમારના રખાઈનમાં 100થી વધુ હિંદુઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા હતા. તેમાંથી ઘણી મહિલાઓ અને બાળકો પણ હતા. મ્યાનમારની ફોજે AA વિરુદ્ધ રોહિંગ્યા જનસમૂહનું વિરોધ પ્રદર્શન પણ કરાવ્યું હતું, હવે તક મળતા જ આ રોહિંગ્યાઓ હિંદુઓ અને બૌદ્ધોનું દમન કરી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં