Saturday, July 27, 2024
More
    હોમપેજદેશએ જ અજમેર, એ જ હેવાનો, સેક્સ સ્કેન્ડલનું એવું જ ષડયંત્ર..: સહેલીના...

    એ જ અજમેર, એ જ હેવાનો, સેક્સ સ્કેન્ડલનું એવું જ ષડયંત્ર..: સહેલીના કહેવા પર 11મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી હતી દોસ્તી, થયો ગેંગરેપ, ઈરફાન અને અરબાઝની ધરપકડ

    જ્યારે પીડિતાને ઘરમાં રાખેલી રોકડ ગાયબ થવા અંગે પરિવાર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની સાથે બનેલી ઘટના વિશે બધું જ જણાવ્યું હતું. પીડિતાની વાત સાંભળ્યા બાદ તેના પિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેમની પુત્રી સાથે 5 લોકોએ ગેંગરેપ કર્યો છે.

    - Advertisement -

    રાજસ્થાનના અજમેર વિસ્તારમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મુખ્ય આરોપીનું નામ ઈરફાન છે. તેણે પહેલાં તેની એક સહેલી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પીડિતાને દોસ્તીની જાળમાં ફસાવી હતી, પછી તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વિદ્યાર્થિનીને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેણે પીડિતા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા અને બાદમાં 10 લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. પોલીસે આ મામલે ઈરફાન અને અરબાઝની ધરપકડ કરી છે.

    હવે પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર આ કેસ નોંધ્યો છે. પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું છે કે, ઓક્ટોબર 2023માં તેમની પુત્રીએ કોચિંગ સેન્ટરમાં એક યુવતી સાથે મિત્રતા કરી હતી. તે જ યુવતીએ તેમની પુત્રીને ઈન્સ્ટા પર એક યુવક સાથે મિત્રતા કરવાનું કહ્યું હતું. તે સમયે પુત્રીએ તે યુવતીની આઈડી બ્લોક કરી હતી, પરંતુ ફરીથી તે યુવતીએ પીડિતાની તે યુવક સાથે મિત્રતા કરાવી હતી. ત્યારબાદ એક દિવસ તેના ઇન્સ્ટાગ્રામના આઈડી અને પાસવર્ડ ચોરી લીધા અને આઈડીનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું.

    પુત્રીને અશ્લીલ ચેટ કરીને બ્લેકમેલ કરવામાં આવતી હતી, તેના પર શારીરિક સંબંધો માટે દબાણ ઊભું કરવામાં આવતું હતું, વાંધાજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. વિદ્યાર્થિની એટલી પરેશાન થઈ ગઈ કે, તેણે ઘરમાંથી ચોરી કરીને તે લોકોને પૈસા આપવાનું શરૂ કરી દીધું હતું. આ લોકો જ્યારે પણ પીડિતા પાસેથી પૈસા લેવા આવતા હતા ત્યારે તેની સાથે અશ્લીલ હરકતો કરતા હતા. ઈરફાને પીડિતા સાથે સંબંધ બનાવવાનું પણ કહ્યું હતું.

    - Advertisement -

    માર્ચ 2024માં ઈરફાનની ડિમાન્ડ વધવા લાગી. તેણે પીડિતા પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકમ સાંભળીને પીડિતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જ્યારે તેને ઘરમાં રાખેલી રોકડ ગાયબ થવા અંગે પરિવાર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની સાથે બનેલી ઘટના વિશે બધું જ જણાવ્યું હતું. પીડિતાની વાત સાંભળ્યા બાદ તેના પિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેમની પુત્રી સાથે 5 લોકોએ ગેંગરેપ કર્યો છે.

    નોંધનીય છે કે, આ અજમેર ગેંગરેપ કેસમાં મુખ્ય આરોપી ઈરફાન, તેના સહયોગી અરબાઝની અને અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનના CI અરવિંદ સિંઘે આ મામલે કહ્યું કે, આ કેસ ગંભીર છે અને તેમાં ઘણી મોટી ધરપકડો થઈ શકે છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. સાથે જ જે યુવતીએ પીડિતાની મિત્રતા કરાવી હતી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીએ કહ્યું કે, સીઓ ઉત્તર રુદ્રપ્રતાપ શર્માએ માહિતી આપી છે કે, આરોપી ઈરફાનના ફોનમાંથી અશ્લીલ ફોટા મળી આવ્યા છે. તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

    અજમેર સેક્સ સ્કેન્ડલ

    ઉલ્લેખનીય છે કે, 90ના દાયકામાં આ જ અજમેરમાંથી એક મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું હતું. જેના પર ફિલ્મ બની ચૂકી છે. ત્યારે 100થી વધુ યુવતીઓને ફસાવીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં ફારૂક ચિશ્તી, નફીસ ચિશ્તી અને અનવર ચિશ્તી મુખ્ય આરોપી હતા. ત્રણેય યુથ કોંગ્રેસના નેતાઓ પણ હતા. ફારુક તે સમયે ઇન્ડિયન યુથ કોંગ્રેસનો અજમેર યુનિટનો અધ્યક્ષ હતો. નફીસ ચિશ્તી કોંગ્રેસનો અજમેર યુનિટનો ઉપાધ્યક્ષ હતો. અનવર ચિશ્તી અજમેરમાં પાર્ટીનો જોઈન્ટ સેક્રેટરી હતો. આ ઉપરાંત ત્રણેય અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ પણ હતા.

    એવું કહેવાય છે કે, આરોપીએ પહેલાં એક બિઝનેસમેનના પુત્ર સાથે કુકર્મ કરી તેની અશ્લીલ તસવીરો લીધી અને તેને પોતાની ગર્લફ્રેન્ડને પણ ત્યાં લાવવા માટે દબાણ ઊભું કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યા બાદ તેની અશ્લીલ તસવીરો ઉતારવામાં આવી હતી અને તે યુવતીને પોતાની સહેલીઓને પણ ત્યાં લાવવાનું કહેવામાં આવ્યું હતું. પછી આ સિલસીઓ યથાવત રહ્યો હતો. એક પછી એક યુવતી પર બળાત્કાર કરવો, ન્યુડ ફોટા પાડવા, બ્લેકમેઇલ કરીને તેની બહેનો/સહેલીઓને લાવવાનું કહેવું અને તે યુવતીઓ સાથે પણ તે જ ઘૃણાસ્પદ કૃત્યો કરવા – આ ચેઇન સિસ્ટમમાં 100થી વધુ યુવતીઓ સાથે શરમજનક કૃત્યો કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં