Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાતહિન્દી બોલી, બિસ્કિટ-ફ્રૂટીની લાલચ અને હાથમાં ઇન્જેક્શન: પોરબંદરમાં RSSના બે બાળ સ્વયંસેવકોના...

  હિન્દી બોલી, બિસ્કિટ-ફ્રૂટીની લાલચ અને હાથમાં ઇન્જેક્શન: પોરબંદરમાં RSSના બે બાળ સ્વયંસેવકોના અપહરણનો પ્રયાસ, બાળકો કર્યું આત્મરક્ષણ; પોલીસનો નનૈયો

  છઠ્ઠું અને સાતમું ભણતા 2 બાળકો કે જેઓ RSSના બાલ્ય સ્વયંસેવક છે અને પોતાના ઘર પાસેના મંદિરે શાખામાં નિયમિત જતા હોય છે. તાજેતરમાં જ્યારે તેઓ પોતાની રાત્રી શાખામાંથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

  - Advertisement -

  ગુજરાતના પોરબંદરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે કુમળી વયના બાળકોના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સગીર બાળકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSSના) સ્વયંસેવક હતા અને જ્યારે તેઓ પોતાની શાખામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે હાલ તો પોલીસ આવી કોઇ ઘટના ઘટી હોવા બાબતે નનૈયો જ કરી રહી છે.

  અહેવાલો અનુસાર પોરબંદરના રાજીવનગરમાં રહેતા છઠ્ઠું અને સાતમું ભણતા 2 બાળકો કે જેઓ RSSના બાલ્ય સ્વયંસેવક છે અને પોતાના ઘર પાસેના મંદિરે શાખામાં નિયમિત જતા હોય છે. તાજેતરમાં જ્યારે તેઓ પોતાની રાત્રી શાખામાંથી (રાતના સમયે લાગતી શાખા) ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ બાળકોનું નામ કેવિન પાયા અને તીર્થ લોઢિયા છે.

  ઇન્જેક્શન મારીને અપહરણનો પ્રયાસ

  બાળકો જણાવ્યું કે ઘર પાસેના રામેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિ શાખા પૂરી કરીને લગભગ રાતના 8:45એ તેઓ ઘર તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ પાછળથી તેમની પાસે આવ્યો અને તેમને ખાવા માટે બિસ્કીટ આપ્યા. પરંતુ તેઓએ તે સ્વીકારવાની ના પાડી દીધી. બાદમાં તે વ્યક્તિએ તેમને ફ્રૂટી આપી જેને પણ બાળકોએ નકારી દીધી હતી.

  - Advertisement -

  બાળકો તે વ્યક્તિથી આગળ નીકળી ઘર તરફ પ્રયાણ કરવા માંડ્યા ત્યારે તેણે પાછળથી એક બાળકને ગળાના ભાગેથી પાકલી લીધો. બાદમાં તેણે તે બાળકને ગળામાં કોઇ ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કર્યો. આ સ્થિતિમાં બંને બાળકોએ હિંમત ભેગી કરી અને સાથે મળીને લાતો અને લાફાઓ વડે તેના પર હુમલો કરી દીધો. અચાનક થયેલા આ હુમલાથી ડઘાઈ ગયેલો તે વ્યક્તિ બચીને ભાગવા માંડ્યો અને દૂર એક મોપેડ સાથે ઊભેલા અન્ય એક ઇસમની પાછળ બેસીને ત્યાંથી ભાગી ગયો હતો.

  CCTVમાં આરોપી ભાગતો દેખાયો

  બીજા દિવસે તે બાળકોએ આ વિશે માતા-પિતાને વાત કરી તો તેઓને પણ આંચકો લાગ્યો. બાદમાં આ વાત સ્થાનિક આગેવાનોને પણ કરવામાં આવી અને અંતે પોલીસને જાણ કરવામાં આવી.

  બાળકો તે વ્યકિતની ઓળખ આપતા જણાવ્યું કે તે હિન્દી બોલી રહ્યો હતો. તેણે પગમાં ચપ્પલ પણ નહોતા પહેર્યા. ઉપરાંત બાળકોને નોંધ્યું કે આરોપીએ પગની આંગળીઓમાં વીંટીઓ પહેરી હતી.

  આ ઘટના જ્યાં બની તેની નજીકની એક દુકાનના CCTVમાં આ ઘટના બાદ નાસી રહેલા આરોપીનું ફૂટેલ જોવા મળ્યું હતું.

  શાખાના અભ્યાસના કારણે બાળકો કરી શક્યા સ્વબચાવ

  ઑપઈઽઇન્ડિયાએ આ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે પણ વાત કરી હતી આ વિષયમાં. તેઓએ આ ઘટનાને ખુબ જ ગંભીર ગણાવી હતી. સાથે જ તેઓએ કહ્યું કે સંઘની શાખામાં થતાં અભ્યાસના કારણે જ આ બાળકો સ્વબચાવ કરી શક્યા હતા. ઉપરાંત તેઓએ જણાવ્યું કે ગુરુવારે (14 માર્ચ) તેઓ ફરી પોલીસને મળવા જવાના છે.

  શું છે પોલીસનું કહેવું?

  આજકાલના અહેવાલ અનુસાર પોલીસ આ બાબતે હાલ તો એમ જ કહી રહી છે કે આવી કોઇ ઘટના બની જ નથી. આ માહિતી તેમણે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી આર કે કાંબરિયાએ આપી હતી. આ મામલે ઑપઇન્ડિયાએ પણ સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે થઈ શક્યો નહોતો.

  પોલીસ સાથે કે સ્થાનિક સોર્સ સાથે વાત થયા બાદ તો વધુ કોઇ જાણકારી આ વિષયમાં હશે તો આ લેખને અપડેટ કરવામાં આવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં