Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાતચોકલેટ, મીઠાઈ અને પૈસાની લાલચે બરવાળાની હિંદુ બાળકી સાથે દુષ્કર્મ: વડોદરા LCBના...

    ચોકલેટ, મીઠાઈ અને પૈસાની લાલચે બરવાળાની હિંદુ બાળકી સાથે દુષ્કર્મ: વડોદરા LCBના PSIએ કલાકો સુધી વૉચ રાખી 55 વર્ષીય વલી મોહમ્મદને પકડ્યો

    બરવાળા તાલુકાના એક ગામમાં રહેતો વલી મહોમ્મદખાન વડિયા નામના વ્યક્તિએ ગામની જ હિંદુ સગીરા સાથે રેપ કર્યો હતો. આરોપ છે કે આરોપી મહોમ્મદ બાળકીને ચોકલેટ, મીઠાઈ અને રૂપિયા આપવાની લાલચે આ પ્રકારનું કૃત્ય આચરતો હતો. તેવામાં કેટલાક લોકોને શંકા જતાં તેમણે મહોમ્મદ પર નજર રાખી હતી.

    - Advertisement -

    બોટાદના બરવાળા ખાતેથી હિંદુ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 55 વર્ષીય વલી મહોમ્મદ નામના ઈસમે હિંદુ બાળકીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવી લેતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટના બાદ આરોપી વડોદરા ભાગી આવ્યો હતો, ત્યારે વડોદરા LCB PSIએ 2 કલાક વૉચ રાખી વલી મહોમ્મદને ઝડપી બરવાળા પોલીસ ન આવે ત્યાં સુધી કૉર્ડન કરી રાખ્યો હતો. બરવાળા પોલીસે આવીને આરોપીની કસ્ટડી મેળવી હતી.

    ઉલ્લેખનીય છે કે કેટલાક રિપોર્ટમાં ઘટના બરવાળાના રાણપરી ગામની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તો કેટલાક અહેવાલોમાં તેને એતક ગામની ઘટના કહેવાઈ રહી છે. મામલે મળતી માહિતી અનુસાર બરવાળા તાલુકાના એક ગામમાં રહેતો વલી મહોમ્મદખાન વડિયા નામના વ્યક્તિએ ગામની જ હિંદુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે આરોપી મહોમ્મદ બાળકીને ચોકલેટ, મીઠાઈ અને રૂપિયા આપવાની લાલચ આપીને આ પ્રકારનું કૃત્ય આચરતો હતો. તેવામાં કેટલાક લોકોને શંકા જતાં તેમણે મોહમ્મદ પર નજર રાખી હતી.

    લોકોએ વિડીયો બનાવી બાળકીના વાલીને જાણ કરી

    તેવામાં થોડા દિવસ અગાઉ આરોપી વલી મહોમ્મદે સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તેની ઉપર નજર રાખી રહેલા લોકોએ તેના આ કારસ્તાનનો વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ તેમણે આ વિડીયો પીડિતાના પરિવારને બતાવી આખી ઘટના વિશે જાણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોતાની બાળકી સાથે થયેલાં કૃત્યથી ડઘાયેલા પરિજનોએ તાત્કાલિક પોલીસ પાસે મદદ માંગી હતી.

    - Advertisement -

    પરિવાર ફરિયાદ કરવા જઈ રહ્યો હોવાની ગંધ કોઈ રીતે મહોમ્મદને આવી જતાં, તે ગામ મૂકીને વડોદરા ભાગી છૂટ્યો હતો. બીજી તરફ પરિવારે બરવાળા પોલીસ સ્ટેશન જઈ મામલો જણાવતાં પોલીસે વલી મહોમ્મદખાન વડિયા સામે IPCની કલમો 376 (2) (J), 376 (3), 354A (1) (I), 506(2), ઉપરાંત પોક્સો એક્ટની કલમ 3એ, 4, 5(A), 6, 7, 8, 11 (6), તેમજ 12 મુજબ FIR દાખલ કરી હતી. બીજી તરફ વલી મહોમ્મદ વડોદરા તરફ ભાગ્યે હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

    ફિરયાદની બીકે આરોપી વડોદરા ભાગી આવ્યો

    મહોમ્મદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ, પરંતુ તેને પકડવો કેમ તે એક મોટો પ્રશ્ન હતો. તેવામાં બરવાળા પોલીસે વડોદરા LCB ઝોન 3માં PSI તરીકે ફરજ નિભાવતા ભગીરથસિંહ વાળાનો સંપર્ક કરાયો હતો. ભગીરથસિંહની મદદ લેવાનું કારણ તે હતું કે તેઓ આ પહેલાં બરવાળા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ વડોદરા સેવા આપી રહ્યા છે. તેમણે જ 2 કલાક સુધી વોચ રાખી વલી મહોમ્મદને ઝડપી પાડ્યો હતો.

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ PSI ભગીરથસિંહ વાળાનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “બરવાળા પોલીસને આરોપીનું લૉકેશન આ તરફ હોવાની જાણ થઈ હતી. હું અગાઉ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને તે કારણોસર બરવાળા પોલીસે મારો સંપર્ક કર્યો. અમે મહોમ્મદના નંબર પરથી લૉકેશન જાણવાનો પ્રયત્ન કર્યો તો તે વાસણા ભાયલી રોડ પર આવેલી નંદ હોસ્પિટલ પાસે હોવાનું સામે આવ્યું હતું.”

    PSI વાળાએ 2 કલાક વોચ રાખીને ઝડપ્યો

    PSI વાળાએ આગળ જણાવ્યું કે, “લોકેશન મળતાં જ હું અન્ય એક કોન્સ્ટેબલ સાથે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ખાનગી રાહે હોસ્પિટલ સ્ટાફને પૂછપરછ કરતાં તેમણે મહોમ્મદની ઓળખ કરી આપી હતી. આરોપી અમારી સામે હતો, પરંતુ જો તેને જાણ થઈ જાય કે બરવાળા પોલીસ તેને પકડવા આવી રહી છે તો તે ભાગી જાત. બીજી તરફ અમારે FIR દાખલ થઈ છે તેના કન્ફર્મેશનની રાહ હતી. એટલે હું સતત 2 કલાકથી વધુ સમય તેની આસપાસ ગુપ્ત રીતે ફરતો રહ્યો. દરમિયાન તેને જરા પણ શંકા નહોતી જવા દેવાની કે પોલીસ તેની પર નજર રાખી રહી છે.”

    “બીજી તરફ બરવાળા પોલીસે મને ગુનો દાખલ થયાની સુચના આપતા જ હું અને મારી સાથે આવેલા કોન્સ્ટેબલે વલી મહોમ્મદને કોર્ડન કરી લીધો હતો. અમે શરૂઆતમાં તેને FIR વિશે જાણ નહોતી કરી, પરંતુ તેને અંદાજો આવી ગયો હતો અને તે છટકી જવાની ફિરાકમાં હતો. અમે તેને કબજામાં લઈને બરવાળા પોલીસને જાણ કરી દીધી હતી. તેઓ પણ આરોપીનો કબજો લેવા વડોદરા આવવા નીકળી ગયા હતા.”

    ધરપકડની બીકે મોહમ્મદની તબિયત લથડી

    આ દરમિયાન આરોપીની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ વિશે PSI ભગીરથસિંહ વાળા જણાવે છે કે, “બરવાળા પોલીસને આવતા ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક થાય તેમ હતું, આ બધા વચ્ચે આરોપીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા અમે તાત્કાલિક ફરજ પર હાજર તબીબને બોલાવી તેનું ચેકઅપ કરાવ્યું અને તેને દાખલ કરાવ્યો. બીજી તરફ અમે લગભગ ચાર કલાક સુધી હોસ્પિટલમાં તેના બેડ પાસે બેસીને સતત તેના પર નજર રાખી હતી. જેવી બોટાદની બરવાળા પોલીસ આવી પહોંચી, અમે આરોપીને તેમને હસ્તગત કરી દીધો. હાલ બરવાળા પોલીસ અહીં હાજર છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.”

    તપાસમાં વધુ બાળકીઓ ભોગ બની હોવાનું સામે આવી શકે છે

    ઉલ્લેખનીય છે કે, આ વાતચીત દરમિયાન ભગીરથસિંહ વાળાએ તેમ પણ જણાવ્યું હતું કે, આરોપીએ આગાઉ પણ 2 બાળકીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. જો તેવા પ્રકારની કોઈ ઘટના સામે આવશે તો આરોપી વિરુદ્ધ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં