Tuesday, May 7, 2024
More
    હોમપેજક્રાઈમરાજસ્થાન લવ જેહાદ: હિન્દૂ હોવાનો ઢોંગ કરી મહિલા સાથે લગ્ન કરવા અને...

    રાજસ્થાન લવ જેહાદ: હિન્દૂ હોવાનો ઢોંગ કરી મહિલા સાથે લગ્ન કરવા અને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવા બદલ કેબ ડ્રાઈવર શાહરુખની ધરપકડ

    આરોપી શાહરૂખ, જે ઉદયપુરમાં કેબ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, તે પહેલાથી જ પરિણીત છે અને 2 બાળકોનો પિતા છે. પીડિતાની ફરિયાદ મુજબ, તે તેને ઇસ્લામ સ્વીકારવા અને તેની પહેલી પત્ની અને બાળકો સાથે જીવન સ્વીકારવા દબાણ કરી રહ્યો છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશ પોલીસે 25 વર્ષની હિન્દુ મહિલાથી તેની ધાર્મિક ઓળખ છુપાવવા અને 5 મહિનાથી વધુ સમય સુધી તેનું યૌન શોષણ કરવા બદલ રાજ્યના લવ જેહાદ વિરોધી કાયદા હેઠળ શાહરુખ નામના મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ મહિલા સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને તેને તેનો ધર્મ ઇસ્લામમાં ફેરવવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને 2 નવેમ્બરના રોજ તેની ધરપકડ કરી હતી.

    અહેવાલો અનુસાર, આરોપી શાહરૂખ (29) જે પહેલાથી જ પરિણીત હતો, તેણે પીડિત મહિલાને પોતાની ઓળખ રાજુ નામના હિન્દુ વ્યક્તિ તરીકે આપી હતી. આ ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં જાન્યુઆરીની આસપાસ બની હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી મહિલા તેના મિત્ર સાથે ઉદયપુરની એક હોટલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરવા ગઈ હતી.

    ફરિયાદમાં મહિલાએ પુષ્ટિ કરી છે કે તે જ્યારે તેના મિત્ર સાથે નોકરી માટે ઉદયપુર ગઈ હતી ત્યારે તે શાહરુખ નામના આરોપીને મળી હતી. “સ્ટેશન પર પહોંચ્યા પછી, અમે હોટેલ પહોંચવા માટે ઓલા કેબ બુક કરી. શાહરૂખ કાર ચલાવી રહ્યો હતો. તેણે પોતાની ઓળખ રાજુ ઉર્ફે રાજકુમાર તરીકે આપી અને અમારી સાથે મૈત્રીપૂર્ણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. અમારી ઓળખાણ થઈ અને હું દરરોજ તેને મને મારા નિવાસસ્થાનથી હોટેલમાં ડ્રોપ કરવા ફોન કરવા લાગી હતી.” યુવતીએ કહ્યું.

    - Advertisement -

    તેણે ઉમેર્યું હતું કે ત્રણ મહિના કે તેથી વધુ સમય પછી આરોપએ તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યા પછી તેઓએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. “અમે રોજ મળતા હોવાથી થોડા જ સમયમાં અમે સારા મિત્રો બની ગયા હતા. પછીથી મને સમજાયું કે તે મને પસંદ કરે છે અને હું પણ તેને પસંદ કરવા લાગી હતી. તેણે મને એક દિવસ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો અને હું સંમત થયા પછી અમે લગ્ન કરી લીધાં,” તેણે કહ્યું. આરોપી અને પીડિતાના સાત મહિના પહેલા લગ્ન થયા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. બંનેએ પાંચ મહિના પહેલા કોર્ટમાં તેમના લગ્નની નોંધણી પણ કરી હતી.

    મહિલાના કહેવા પ્રમાણે, દિવાળીના તહેવાર દરમિયાન જ તેણે આરોપી વિશે સત્ય શોધી કાઢ્યું હતું. તેણે શોધી કાઢ્યું કે તેનો પતિ મુસ્લિમ છે, તેનું નામ શાહરૂખ છે, અને તે પહેલેથી જ એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો છે. તેને એ પણ જાણ્યું કે તે બે બાળકોનો પિતા છે, એક 7 વર્ષનો અને બીજો 4 વર્ષનો. “તેની પત્નીએ દિવાળી દરમિયાન ફોન કર્યો હતો અને મેં તેની સાથે વાત કરવાનું થયું. મેં તેને કહ્યું કે તેણે ખોટા નંબર પર ફોન કર્યો છે અને આ સેલ ફોન નંબર મારા પતિ રાજુનો છે. પરંતુ તેણે દલીલ કરી અને મને કહ્યું કે આ નંબર તેના પતિ શાહરૂખનો છે વર્ષોથી. બાદમાં મેં તેના આઈડી કાર્ડ તપાસ્યા અને જાણવા મળ્યું કે તે મુસ્લિમ છે અને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે”, પીડિત મહિલાએ ટાંક્યું હતું.

    પૂછપરછ પર, આરોપીએ કબૂલ્યું કે તે મુસ્લિમ છે અને તેના ગુનાને યોગ્ય ઠેરવતા કહ્યું કે એક પુરુષને તેના ધર્મ અનુસાર ચાર મહિલાઓ સાથે લગ્ન કરવાની છૂટ છે. તેણે પીડિતાને તેનો ધર્મ ઇસ્લામમાં ફેરવવા અને તેના પરિવાર સાથે રહેવા માટે પણ દબાણ કર્યું જેમાં તેની પ્રથમ પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. તેણે તેને પણ બંધક બનાવી હતી અને જો તે ઇસ્લામને તેના નવા ધર્મ તરીકે સ્વીકારવામાં નિષ્ફળ જાય તો તેને જાનથી મારવાની ધમકી આપી હતી.

    મહિલા કોઈક રીતે ઈન્દોર પહોંચવામાં સફળ રહી અને તેના પરિવારની મદદ માંગી કારણ કે શાહરુખ નામના આરોપીએ તેને ફોન પર ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેણે હિન્દુ જાગરણ મંચના સભ્યોની મદદ પણ માંગી અને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને વાતચીત કરવાના બહાને આરોપીને ઈન્દોર બોલાવવા કહ્યું અને બાદમાં 2 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી.

    આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે

    મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગ્રુમિંગ જેહાદનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ 29 ઓક્ટોબરના રોજ, સમાન કેસમાં, મધ્યપ્રદેશ પોલીસે શેખ જાહિદ તરીકે ઓળખાતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી જે રાજ્યના કાયદા હેઠળ હિંદુ મહિલાથી તેની ધાર્મિક ઓળખ છુપાવવા અને તેની સાથે 7 વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર કરવા માટે બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસો વિરુદ્ધ હતો. આરોપીએ પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

    ઉપરાંત, ઓગસ્ટ 2021 માં, આકિબ અન્સારીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં તેના વિસ્તારમાં ભાડે રહેતી 21 વર્ષની હિન્દુ મહિલા સાથે મિત્રતા કરવા માટે પોતાને અમન સોલંકી તરીકે ઓળખાવ્યો હતો. અહેવાલ મુજબ, આકિબે તેની ‘હિન્દુ ઓળખ’ દર્શાવવા માટે મંદિરોની મુલાકાત પણ લીધી હતી. તેણે મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો અને બાદમાં તેને તેનો ધર્મ ઇસ્લામમાં ફેરવવા દબાણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે આકિબ વિરુદ્ધ IPC કલમ 376, એટ્રોસિટી એક્ટ અને મધ્યપ્રદેશ ફ્રીડમ ઑફ રિલિજન ઓર્ડિનન્સ, 2020 એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં