Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત'તું બહુ મોટો પત્રકાર બની ગયો છે' કહીને માથાભારે રફીક મેમણે હિંદુ...

    ‘તું બહુ મોટો પત્રકાર બની ગયો છે’ કહીને માથાભારે રફીક મેમણે હિંદુ યુવકને જાતિસૂચક શબ્દો કહી ઢોર માર માર્યો: એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ

    પોલીસે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ 323, 504, 506(2), તેમજ એટ્રોસિટીની કલમો 3(2) (5-A), 3(1)(R)(S) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    છોટાઉદેપુરના નસવાડીમાં રફીક મેમણે હિંદુ યુવકને જાતિ સૂચક શબ્દો કહી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પીડિત યુવક હિંદુ આદિવાસી સમાજમાંથી આવે છે અને ખાનગી સમાચાર કંપનીમાં કામ કરવા સાથે ખેત મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકનો આરોપ છે કે નસવાડીના માથાભારે રફીક મેમણે તેને જાતિસૂચક શબ્દો કહીને જાહેરમાં ગડદા-પાટુંનો માર માર્યો હતો. આ મામલે પીડીતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતના ગુના નોંધી કાર્યવાહી શરુ કરી છે.

    ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર પીડિત યુવક અલ્કેશ તડવીના પરિચિત વ્યક્તિને આરોપી રફીક મેમણ સાથે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. માથાકૂટ થયા બાદ મામલો સમાધાન સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે લેખિતમાં સમાધાન કરવાનું નક્કી થતા પીડિત યુવક અલ્કેશ પણ સમાધાન કરાર કરવા તેના પરિચિતના પક્ષે હાજર રહ્યો હતો. બંને પક્ષે સમાધાન થઇ જતા અલ્કેશ અને તેના પરિચિત સમાધાન કરાર લઈને ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન ત્યાંથી નીકળ્યા બાદ અલ્કેશ સમાધાન કરાર લઈને વાંચી રહ્યો હતો ત્યારે આરોપી રફીક મેમણે તેને ઢોર માર માર્યો હતો.

    નસવાડીમાં હિંદુ યુવકને માર મારવાની ઘટનામાં વિગતે માહિતી લેવા ઑપઇન્ડિયાએ પીડિત યુવકનો સંપર્ક કર્યો હતો. અલ્કેશે અમારી ટીમને જણાવ્યું હતું કે, “ઘટના ગત 27 ડિસેમ્બર 2023ની છે. ઘટનાના દિવસે દસ વાગ્યે સમાધાન થઇ જતા અમે ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ હું મારા પરિચિત સાથે બેસીને સમાધાન કરાર વાંચી રહ્યો હતો ત્યારે આરોપી રફીક મેમણ ત્યાં આવી પહોંચ્યો હતો. અમારી પાસે આવીને તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મારા હાથમાંથી સમાધાન કરાર આંચકીને જમીન પર ફેંકી દીધો હતો. તે અમારી પાસે આવીને ઝઘડો કરવા લાગ્યો.”

    - Advertisement -

    ‘તું બહુ મોટો પત્રકાર થઈ ગયો છે? કહીને ઢોર માર માર્યો’: પીડિત યુવક

    અલ્કેશે ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું કે, “સમાધાન કરાર આંચકીને રફીકે મને જાતિસૂચક શબ્દો કહ્યા હતા. તેણે મને ‘તું બહુ મોટો પત્રકાર થઇ ગયો છે? વાંચતા લખતા આવડતું નથી અને પ્રેસનું આઈકાર્ડ લગાવીને ગાડી લઈને ફરે છે.’ કહીને ગડદા-પાટુંનો માર મારવા લાગ્યો. આ દરમિયાન મારા કેટલાક પરિચિતો દોડી આવતા તેમણે મને રફીકથી બચાવ્યો હતો.” આ સમગ્ર વાતચીત દરમિયાન અલ્કેશે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે આરોપી રફીક સ્થાનીકોમાં માથાભારે હોવાની છાપ ધરાવે છે અને તેના વિરુદ્ધ ભૂતકાળના પણ એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

    સ્થાનિક સંગઠનોમાં પણ રોષ

    બીજી તરફ ઘટનાને લઈને સ્થાનિક આદિવાસી તેમજ હિંદુ સંગઠનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક હિંદુ સંગઠનોના કહેવા અનુસાર જો ઘટનામાં શિક્ષાત્મક પગલા નહીં લેવામાં આવે તો આ મામલે સમગ્ર હિંદુ સમાજ અને આદિવાસી સંગઠનો એકત્ર થઈને આવેદન પત્રો પાઠવશે અને આરોપીને આકરી સજા આપવા માંગ કરશે.

    સમગ્ર ઘટના બાદ અલ્કેશે નસવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી રફીક મેમણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ 323, 504, 506(2), તેમજ એટ્રોસિટીની કલમો 3(2) (5-A), 3(1)(R)(S) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં