Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'તારા પતિ કરતા સારો લાગુ છું' કહી રાંદેરના નદીમ શેખે હિંદુ પરિણીતાની...

    ‘તારા પતિ કરતા સારો લાગુ છું’ કહી રાંદેરના નદીમ શેખે હિંદુ પરિણીતાની કરી છેડતી, છાતી પર હાથ ફેરવ્યો હોવાના આરોપ: ફરિયાદ બાદ સુરત પોલીસે કરી ધરપકડ

    નદીમે પીડીતાને અટકાવીને પૂછ્યું હતું કે, "તારો પતિ ક્યાં છે?" પીડિતાએ તેના સવાલ પર આંખ આડા કાન કરીને પોતાનું કામ કરતી રહી. કોઈ પ્રતિક્રિયા ન જોતા નદીમ શેખમાં વધુ હિંમત આવી હતી તેણે પીડિતાનો હાથ પકડને પોતાની તરફ ખેંચી હતી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હિંદુ યુવતી-મહિલાઓ અને બાળકીઓ સાથે અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. સુરતના રાંદેરમાં નદીમ શેખે હિંદુ પરિણીતાની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પીડિતાનો આરોપ છે કે નદીમે વહેલી સવારે તેનો હાથ પકડીને તેને જકડી લીધી હતી અને છાતી પર હાથ ફેરવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિત મહિલા રાંદેર રોડના તાતવાડી વિસ્તારમાં રહે છે. મહિલા મૂળ રાજસ્થાનની છે અને અહીં તેના પરિવાર સાથે રહીને કરીયાણાની દુકાન ચલાવે છે. 40 વર્ષીય પીડિતાને પરિવારમાં 2 બાળકો પણ છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 10 માર્ચ 2024ના રોજ તેના પતિ કામથી ઈચ્છાપોર ગયા હતા અને તે વહેલી સવારે પોતાની દુકાનમાં કામ કરી રહી હતી. તેવામાં તેને દૂધ લેવા જવાનું થયું, તે સમયે આરોપી નદીમ શેખ ઉર્ફે ટલ્લી તેની સામે ધસી આવ્યો હતો અને તેને આંતરી હતી.

    નદીમે પીડિતાને અટકાવીને પૂછ્યું હતું કે, “તારો પતિ ક્યાં છે?” પીડિતાએ તેના સવાલ પર આંખ આડા કાન કરીને પોતાનું કામ કરતી રહી. કોઈ પ્રતિક્રિયા ન જોતા નદીમ શેખમાં વધુ હિંમત આવી હતી તેણે પીડિતાનો હાથ પકડને પોતાની તરફ ખેંચી હતી. ડઘાયેલી હિંદુ પીડિતા કશું સમજે તે પહેલા જ તેણે પીડિતાને જકડી લીધી હતી અને કહ્યું હતું કે, “તારા પતિ કરતા તો હું વધારે સારો દેખાઉં છું, તું મારી સાથે બોલતી કેમ નથી?” આટલું કહીને તેણે પીડિતાની શારીરિક છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    પીડિતાએ આપેલી ફરિયાદ અનુસાર નદીમે તે દરમિયાન તેને જકડીને તેની છાતી પર હાથ ફેરવ્યા હતા. દરમિયાન પીડિતાએ પોતાના બચાવમાં બૂમાબૂમ કરી મુક્ત આરોપી નદીમે તેની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન તેણે પીડિતાને ધમકી પણ આપી હતી કે, “બૂમો ના પાડ, કોઈને આ વિશે કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાંખીશ. એકેયને જીવતા નહીં છોડું.” આ પ્રકારની ધમકી આપીને નદીમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બીજી તરફ હિંદુ પરિણીતાએ આ આખી ઘટનાની જાણ તેના પતિને કરી હતી.

    પતિને જાણ કર્યા બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે તેણે પોલીસ ફરિયાદ કરતા રાંદેર પોલીસે રાંદેરના ગોરાટ રોડ પર આવેલા ટપાલ મંડપની પાછળ આવેલા નૂર-એ-ઈલાહી ટેનામેન્ટમાં રહેતા 27 વર્ષીય નદીમ હનીફ શેખ ઉર્ફે ટલ્લી નામના આરોપીને ઝડપી લીધો હતો. રાંદેરમાં હિંદુ પરિણીતાની છેડતી મામલે પોલીસે પરિણીતાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં