Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમુસ્લિમ મહિલાએ ભાજપને આપ્યો મત, દિયર જાવેદ ખાને કરી મારપીટ, મારી નાખવાની...

    મુસ્લિમ મહિલાએ ભાજપને આપ્યો મત, દિયર જાવેદ ખાને કરી મારપીટ, મારી નાખવાની ધમકી આપી: કલેક્ટર પાસે પહોંચી પીડિતા

    મામલો MPના સિહોરના અહમદપુર પોલીસ મથક વિસ્તારના બરખેડા હસન ગામનો છે. અહીં રહેતી એક મુસ્લિમ મહિલાનો આરોપ છે કે તેના દિયરે તેની સાથે મારપીટ કરી હતી અને કારણ હતું BJPને મત આપવો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં એક મુસ્લિમ મહિલા સાથે દિયર દ્વારા મારપીટ કરવામાં આવી. તેનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેણે તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. તેના દિયર જાવેદ ખાનને જ્યારે જાણ થઈ તો તેણે મહિલાને માર માર્યો હતો. હવે ન્યાય માટે પીડિતાએ કલેક્ટર કચેરીએ ફરિયાદ કરી છે. બીજી તરફ, મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

    મામલો મધ્ય પ્રદેશના સિહોરના અહમદપુર પોલીસ મથક વિસ્તારના બરખેડા હસન ગામનો છે. અહીં રહેતી એક મુસ્લિમ મહિલાનો આરોપ છે કે તેના દિયરે તેની સાથે મારપીટ કરી હતી અને કારણ હતું ભાજપને મત આપવો. આ ઘટના 4 ડિસેમ્બરના (સોમવાર) રોજ બની હોવાનું કહેવાય છે. 

    મહિલાએ ઘટના વિશે જણાવ્યું કે, 4 ડિસેમ્બરના દિવસે તે અને તેનાં સંતાનો ભાજપની જીતની ખુશીમાં ઉજવણી કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેનો દિયર જાવેદ ખાન ત્યાં આવી પહોંચ્યો અને ભાજપને મત આપવાને લઈને ગાળાગાળી કરવા માંડ્યો. તેણે મહિલાને પૂછ્યું કે “તેં ભાજપને મત કેમ આપ્યો?” જ્યારે મહિલાએ કહ્યું કે, “હું મારી ઇચ્છાનુસાર કોઇને પણ મત આપી શકું,” તો તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા માંડ્યો. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો તેણે મારપીટ કરી. તેનું કહેવું છે કે તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. 

    - Advertisement -

    મહિલાએ કહ્યું કે, જાવેદ તેને ડંડાથી મારવા માંડ્યો હતો, જેના કારણે તે બચવા માટે બૂમાબૂમ કરવા માંડી. અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા અને તેને બચાવી લીધી હતી. મહિલાએ કહ્યું કે તેને પાડોશમાં રહેતા પંડિત વિદ્યાસાગરે બચાવી હતી. આ દરમિયાન જાવેદ અને તેની પત્નીએ તેને મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ તેણે ઉમેર્યું હતું. 

    કલેક્ટર કચેરી પહોંચી પીડિતા, કહ્યું- ભાજપની તમામ યોજનાઓનો લાભ મળે છે

    પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેણે કેસને લઈને પોલીસને પણ ફરિયાદ કરી હતી, પણ ખાસ ધ્યાન અપાયું નહીં અને હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ કાર્યવાહીથી નારાજ થઈને તે કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ફરિયાદ કરી હતી. તે તેના પિતા સાથે પહોંચી હતી અને કલેક્ટરને એક અરજી આપીને મામલામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી. 

    પીડિત મહિલાએ કહ્યું કે, મને મારા દિયરે ભાજપને મત આપવાની સજા આપી છે અને હવે હું ન્યાય માટે અહીં આવી છું. મારા પિતા પણ મારી સાથે છે. મને ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. લાડલી બહેના યોજનાની રકમ પણ મને મળી રહી છે. મારાં બાળકોને પણ લાભ મળી રહ્યા છે. 

    સમગ્ર મામલે અહમદપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મહિલાએ 6 ડિસેમ્બરના રોજ અરજી આપી હતી, જેના આધારે તે જ દિવસે FIR દાખલ થઈ ગઈ હતી. મહિલાએ શુક્રવારે (8 ડિસેમ્બર) કલેક્ટર કાર્યાલય પહોંચીને અરજી આપી છે. કેસમાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. આ પહેલાં પણ તેણે મહિલા સાથે મારપીટ કરી હતી અને અગાઉ જેલ પણ જઈ ચૂક્યો છે. તેમણે કહ્યું કે, આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને જલદીથી જ તેની ધરપકડ કરી લેવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં