Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતવડોદરામાં મુસ્લિમ પરિવારે સ્કૂલને બાનમાં લીધી: પહેલા દીકરાએ હિંદુ વિદ્યાર્થીને બ્લેડ મારી,...

  વડોદરામાં મુસ્લિમ પરિવારે સ્કૂલને બાનમાં લીધી: પહેલા દીકરાએ હિંદુ વિદ્યાર્થીને બ્લેડ મારી, બાદમાં વાલીએ સ્કૂલમાં ઘૂસીને ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને માર માર્યો

  વિદ્યાર્થીઓએ શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરતા બ્લેડ મારનાર વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. જોકે વાલીઓએ આવીને પોતાના બાળકને સમજાવવાને બદલે પીડિત વિદ્યાર્થીનો પક્ષ લેનાર તેના મિત્રોને જાહેરમાં માર માર્યો હતો.

  - Advertisement -

  વડોદરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવ ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીને બ્લેડ મારી દેતા હોબાળો થયો હતો. આટલું જ નહીં, આ મામલે જયારે પીડિત વિદ્યાર્થીએ મિત્રો સાથે મળીને આચાર્યને ફરિયાદ કરી ત્યારે બ્લેડ મારનાર વિદ્યાર્થીના વાલીએ શાળામાં આવીને ક્લાસરૂમમાં ઘૂસી જઈ ફરિયાદ કરનાર વિદ્યાર્થીને પણ માર માર્યો હતો.

  આ ઘટના વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલની છે. આ શાળામાં ભણતા ચોથા ધોરણમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ સામાન્ય તકરારમાં હિંદુ વિદ્યાર્થીને બ્લેડ મારી દીધી હતી. ઘટના બાદ જયારે અન્ય વિદ્યાર્થીઓએ શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરતા બ્લેડ મારનાર વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. જોકે વાલીઓએ આવીને પોતાના બાળકને સમજાવવાને બદલે પીડિત વિદ્યાર્થીનો પક્ષ લેનાર તેના મિત્રોને જાહેરમાં માર માર્યો હતો.

  આ આખી ઘટના મામલે જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો તે પૈકીના એક વિદ્યાર્થીના વાલીનો ઑપઇન્ડિયાએ સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, “મુસ્લિમ વિદ્યાર્થીએ (બાળક સગીર હોવાથી અમે નામનો ઉલ્લેખ નથી કરી રહ્યા) જયારે બ્લેડ મારી ત્યારે મારો દીકરો અને તેના અન્ય ત્રણ મિત્રોએ પ્રિન્સીપાલને ફરિયાદ કરી, ત્યારે સ્કુલ દ્વારા તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુસ્લિમ વિદ્યાર્થીના પરિવારના 2 લોકો સ્કુલમાં ધસી આવ્યા અને પ્રિન્સીપાલને મળવાને બદલે સીધા ક્લાસરૂમમાં ઘૂસી ગયા હતા.”

  - Advertisement -

  ‘કિસને તેરા નામ દિયા’ કહીને અમારા બાળકો પર તૂટી પડ્યા

  પીડિત વિદ્યાર્થીના વાલીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “ક્લાસમાં જઈને વાલીએ બ્લેડ મારનાર બાળકને પૂછ્યું કે “બોલ તેરા નામ કિસને પ્રિન્સિપાલ કો બતાયા.” તેણે ઓળખી બતાવતા તેમણે મારા દીકરાના એક મિત્રને થપ્પડો મારી અને અન્યનું ગળું દબાવ્યું, જયારે મારા દીકરાને ચાલુ કલાસે ઢસડીને પ્રિન્સીપાલની ઓફિસમાં લઈ ગયા હતા.” બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક હિંદુ સંગઠનોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.

  આ મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ વડોદરા શહેર બજરંગ દળના સહ સંયોજક પ્રતાપરાવ મોહિતે સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “ઘટના વિશે માહિતી મળતાની સાથે જ અમે સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલે પહોંચીને જયારે અમે સંચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તે સમયે ગેટ બંધ કરીને અમને રોકી દેવામાં આવ્યા. આ દરમિયાન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ એકઠા થઇ ગયા હતા. સંગઠન અને મીડિયા સહિતના લોકો ભેગા થતા અમે તમામ સ્કૂલમાં પ્રવેશ્ય હતા અને સ્કૂલના ટ્રસ્ટી પાસે ઘટનાનો જવાબ માંગ્યો હતો.”

  મોહિતેના જણાવ્યા અનુસાર મીડિયા સાથે રહીને જયારે શાળાના સંચાલકોને ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને ધક્કા મારીને બહાર કાઢી મુકવાની ધમકી આપી. પ્રતાપરાવે ઑપઇન્ડિયાને કહ્યું કે, “સંચાલકો એમ કહેતા હતા કે અમને શાળામાં આવવાની પરવાનગી નથી, તો પછી અન્ય કોક ત્રાહિત વ્યક્તિ શાળામાં આવીને વિદ્યાર્થીઓને માર મારી જાય ત્યારે તેમના કાયદા ક્યાં જાય છે? શાળામાં એક વિદ્યાર્થીને બ્લેડ મારવા જેવી ગંભીર ઘટનાને સંચાલકો દબાવી દેવા માંગતા હતા.”

  હોબાળો વધતો જોઇને અંતે શાળાએ નમતું જોખીને આરોપી વાલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની ફરજ પડી હતી. ફરિયાદ દાખલ થતા પોલીસે શાળામાં ઘૂસીને માર મારનાર મુસ્લિમ વિદ્યાર્થીના 2 વાલીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. હાલ આ મામલે વડોદરા પોલીસ CCTV અને પીડિત વિદ્યાર્થીની પૂછપરછ અનુસાર તપાસ કરી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં